________________
[ ૧૧૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ?? પ્રસ્તાવ કે જે
પ્રવજ્યાને અંગીકાર કરીએ. ” તે સાંભળીને વજબાહુ રાજા ખુશી થયે, જિનાલયને વિષે પૂજોપચાર કરાવ્યા, કેદખાના વિગેરેમાં રૂંધેલા લોકોને મુક્ત કરાવ્યા તથા નિષેધ કર્યા વિના મોટું દાન અપાવ્યું. ત્યાર પછી સારા મુહૂર્તને વિષે હજાર માણસોએ ઉપાડી શકાય તેવી શિબિકા (પાલખી) ઉપર ચડીને રાજાએ સુદર્શન દેવી અને બીજા મંત્રી, સામંત વિગેરેની સાથે તેજ સખતે આવેલા સમંતભદ્ર નામના આચાર્યની પાસે સર્વવિરતિ અંગીકાર કરી. પછી ચિરકાલ સુધી નિર્મળ શીલ સહિત, યથાર્થ ક્રિયામાં તત્પર અને પરોપકારાદિક ગુણવડે યુક્ત તે રાજર્ષિ અંતપર્યત આરાધના કરીને સદ્દગતિ પામ્યા. કનકબાહુ રાજા પણ વિધિ પ્રમાણે પ્રજા વર્ગનું પાલન કરતા, અનુપમ (મોટા) સુકૃતના સમૂહવડે રાજ્યલમીના વિસ્તારને ઉપાર્જન કરતો અને ઉપદ્રવના સમૂહને શાંત કરતા રાજ્યનું પાલન કરવા લાગ્યા
છ ખંડ પૃથ્વીમંડળના સ્વામીપણાને સૂચવન કરનાર વિવિધ પ્રકારના પર્વત, નગર, મગર, શ્રીવત્સ, કલશ અને કુલિશ (વા ) વિગેરે સર્વ અંગના અવયના લક્ષણ વડે તે રાજા તેવી રીતે કોઈ પણ પ્રકારે ચિન્હવાળે હતે, કે જે પ્રકારે કોઈના કહ્યા વિના પણ અને અલંકાર રહિત પણ તે મહારાજા જણાતો હતો. તેણે હાથમાં કઈ પણ વખત ધનુષ્યરૂપી દંડમાં તીણ બાણને ધારણ કર્યું નથી, તો પણ તે મહાત્મા દેવની જેમ શત્રુઓને દુરાલેક (દુઃખે જોઈ શકાય, તે) હતે. માણસોના નેત્રના આનંદને વધારતે એ કઈ પણ અલૌકિક મહિમા તેને પ્રાપ્ત થયે હતો, કે જે બીજા રાજાઓને સ્વપ્નમાં પણ સંભવે નહીં. બીજા રાજાઓ જ્યાં સુધી આ રાજાની પાસે ઊભા રહ્યા નથી ત્યાં સુધી મણિના મુકુટ, કટક, કેયૂર અને પાયડના આપવાળા (અલંકારવાળા) તેઓ શેભે છે. નિરંતર છત્રવડે દિશાઓના છેડાને આચ્છાદન કરનારા જેઓ બહાર નીકળ્યા સતા શોભે છે, તેઓ પણ જેની સભામાં આવે ત્યારે દીન (કંગાલ) જેવા જણાય છે. તે આવા પ્રકારના ગુણવડે મનહર મહારાજા કનકબાહુ રાજા બાહુ ઉપર વિરવલયને ધારણ કરતે, ઈદ્રની જેમ શોભતો અને રાજેશ્વર, સેનાપતિ વગેરે પ્રધાન પુરૂષવડે પરિવરે એક દિવસ રાજપાટીએ નીકળે. તે જ વખતે અશ્વપાળે સર્વ લક્ષ
ના ચિન્હવાળા સૂર્યના રથથી જ જાણે પૃથ્વી ઉપર ઉતર્યો હોય એવો એક અશ્વ આ. રાજા કૌતુકથી તે અશ્વ ઉપર ચડીને તેને ચલાવવા લાગ્યા ત્યારે ચલાવતા તે અશ્વ વિપરીત શિક્ષાને લીધે તેવા વેગના અતિશયને પાપે, કે જે વેગવડે આ આખું પૃથ્વીવલય ચક્ર ઉપર ચડાવ્યું હોય તેમ ફરતું દેખાયું, જાણે પગવડે ગતિ કરનારા વૃક્ષો સમીપે આવતા હોય તેમ દેખાયા, અને પર્વતો જાણે ડોલતા શિખરવાળા હોય તેમ રાજાએ જાણ્યા.
આ પ્રમાણે તે રાજા થડા કાળે જ લાંબા માર્ગને ઓળંગીને અરણ્યમાં પહોંચે, અને તૃષાથી તેને કંઠ અતિ સુકાઈ ગયે. સિંહના શબ્દ સાંભળવાથી નાશી જતા હરિણ