________________
પ્રભુને પાંચમો ભવ-વજુબાહુએ લીધેલ દીક્ષા.
[ ૧૧૧ ].
રહી શકે ? ” આ પ્રમાણે સાંભળીને મરણરૂપી મહાભયથી કંપતા શરીરવાળા જિનદત્તે કહ્યું, કે-“હે ભાઈ ! હું તો વહાણ ભાંગવાથી એક પાટિયાનો કકડો પામીને અહીં આ છું. તારા વચનવડે મેં હમણાં આ સર્વ જાણ્યું છે. હવે તું કહે, કે આ અપાર દુ:ખનો સમુદ્ર મારે શી રીતે તરે ?ત્યારે ચિત્તમાં દયા આવવાથી તેણે કહ્યું, કે
હે મહાયશસ્વી ! જાણે કે ગગનને પામવા માટે હોય, તેમ જે આ ઊંચે ગયેલા વટવૃક્ષને જુએ છે, ત્યાં રાત્રિએ ભારંડ પક્ષીઓ સામે કાંઠેથી આવીને વસે છે, અને પ્રાતઃકાળે પાછા સામે કાંઠે જાય છે. જે તે તેમના ચરણને વિષે ગાઢ આલિંગન કરીને રહે, તો તેઓ તને સામે કાંઠે લઈ જાય, નહીં તે કદાચ કઈ પણ પ્રકારે તે દુષ્ટ દેવીના દષ્ટિમાર્ગમાં આવીશ તો તે નાશ પામીશ. ” આ પ્રમાણે કહીને શુલિકાથી ભેદાયેલા હદયવાળો તે મરણ પામે. જિનદત્ત પણ જલદીથી પગને પ્રક્ષેપ કરતે તરત જ પૂર્વે કહેલા વટવૃક્ષ પાસે ગયો. ત્યાં એક શાખા ઉપર ગુસ થઈને રહ્યો. તેટલામાં સૂર્યની પ્રભા નાશ પામી, અંધકારનો સમૂહ વિસ્તાર પામે, કમળના વન બીડાઈ ગયા, કુમુદના વન વિકસ્વર થયા, ચક્રવાકના સમૂહ ઉદાસ થયા, ઘુવડનો સમૂહ નિર્વિતપણે મોટા હર્ષથી વિકાસ પામે, અને ચંદ્રમંડળનો ઉદય થયે, ત્યારે પાંખોના ઉછાળવાથી નાના પક્ષીના સમૂહને ક્ષેભ પમાડતા ભારં પક્ષીઓ ક્યાંઈથી આવીને તે વટની શાખા ઉપર બેઠા. ત્યાર પછી તે પક્ષીઓ સૂતા, ત્યારે જિનદત્ત ધીમે ધીમે પાસે આવીને જેમ સંસારના ભયથી ઉદ્વેગ પામેલા મનુષ્ય ગુરૂના ચરણને વિષે લાગે, તેમ એક ભારડ પક્ષીના ચરણને વિષે ગાઢ રીતે લાગે. પછી પ્રભાત સમય થયે, તારાઓને સમૂહ વિખરાઈ ગયા (અસ્ત પામે), અને શુક, સારિકા વિગેરે પક્ષીને સમૂહ ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યા, ત્યારે તે ભારડ પક્ષીઓ ઊડ્યા, અને સામે કાંઠે પહોંચ્યા. તે વખતે “નમો અરિહંતા” ઈત્યાદિ બોલતો અને જીવિતને પાયે હેય તેમ તે જિનદત્ત ભારંડના પગને મૂકીને પૃથ્વીતળ ઉપર આવ્યા. તે વખતે તે ભારંડ પણ જિતશત્રુ રાજાને જીવ હોવાથી મેં આ “નમો અરિહંતાણં ” ઈત્યાદિ કયાં સાંભળ્યું છે?” એમ વિચાર કરતે જાતિસમરણને પામે, તથા વસંતસેનાદિક ભવને સંભારીને સંવેગને પાયે, અને “આ મારા અનિતિર્યંચ જીવિતવડે શું છે?” એમ વિચારતે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને
જીવ રહિત (અચિત્ત) શિલાતળ ઉપર રહીને પંચ નમસ્કારનું સ્મરણ કરતે કર્મ વિકારના દુર્લભયપણાએ કરીને વિશુદ્ધ સમકિત પામ્યા વિના મરીને હે મહારાજા ! આ તમારી ભાર્યા થઈ છે. ધર્મશાસ્ત્રના શ્રવણથી ચિરકાળ સુધી અનુભવેલાને અનુકૂળ ધર્મોપદેશને વૃત્તાંત સાંભળવાથી મને જાતિસ્મરણ થયું, તે આ મૂછનું કારણ છે. આ પ્રમાણે હે મહારાજા! ધર્મોપદેશને કરતા તમે મોટા પાપરૂપી કાદવમાં ખુંચેલ મારે જાવડે ક્ષીણ થયેલા ગરીબ માણસના ગુણની જેમ ઉદ્ધાર કર્યો છે. તમારા સિવાય બીજે કોઈ પણ મારા માટે ઉપકારી નથી. તેથી આપણે સાથે જ સુગુરૂની પાસે