________________
[ ૧૦૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૩ :
(ii
સ્વસ્થ શરીરવાળે કર્યો, અને તેને પૂછયું, કે-“હે વત્સ! તને આ શું થયું?” ત્યારે તેની પુત્રીએ કહેલાને અનુસાર સર્વ પિતાનું વૃત્તાંત તેણે કહ્યું. તે સાંભળીને સાર્થવાહ તે વસંતસેનને આદરપૂર્વક પિતાના આવાસમાં લઈ ગયે. મોટા સત્કારથી જોજન કરાવ્યું. ત્યારપછી સાર્થવાહે તેને કહ્યું, કે-“હે વત્સ! જો કે આ મારી પુત્રી સાથે તારો સંબંધ વિધાતાએ પ્રથમથી જ કર્યો છે, તે પણ અત્યારે ફરીથી તેને ન કરવા માટે મારું મન ઈચ્છા કરે છે.” ત્યારે પૂર્વભવના ઉત્પન્ન થયેલા મોટા પ્રતિબંધથી બંધાએલી બુદ્ધિવાળા વસંતસેને કહ્યું, કે-“હે પિતા! તમારી જેવી ઈચછા.” પછી સાર્થવાહે જેશીને બેલા. તેણે હસ્તમેળાપને એગ્ય શુભ ગ્રહના બળવાળું લગ્ન કહ્યું. પછી તે મુહૂર્ત આવ્યું ત્યારે મેટી વિભૂતિ(સમૃદ્ધિ)ના સમૂહવડે વસંતસેનને પરણાવ્યું. દેવીલા નામની તે પુત્રીની સાથે તેનું પાણિગ્રહણ થયું. ત્યાર પછી તે તેણીની સાથે જાતિસ્મરણને અનુસરતા પૂર્વભવમાં આચરેલા જિનધર્મની ક્રિયામાં તત્પર થઈને દ્રવ્ય ઉપાર્જનાદિક કાર્ય કરવામાં પ્રવાર્યો. કેટલેક દ્રવ્યનો સમૂહ ઉપાર્જન કર્યો. ઉત્તમ સાધુની સાથે સંગ થયે, તેથી વિશેષ કરીને જીવાજીવાદિક પદાર્થના વિસ્તારનું જ્ઞાન પ્રાપ્ત થયું. દેવ, મનુષ્ય અને અસુરાવડે પણ જિનધર્મથી ક્ષેભ ન પમાડી શકાય તેવો થા.
હવે અહીં વસંતપુરમાં કુબેરદત્તે વસંતસેનની દ્રવ્ય-ઉપાર્જનાદિક સર્વ વાર્તા જાણી ત્યારે તેણે પિતાની ભાર્યાને કહ્યું કે –“ વસંતસેન આ પ્રમાણે નિર્વાહ કરે છે. ” ત્યારે તેણીએ કહ્યું, કે“હે આર્ય પુત્ર! પિતાને પુત્ર કુટુંબના ભારને વહન કરવામાં સમર્થ છે, તેમાં પણ તેણે દ્રવ્ય ઉપાર્જન કર્યું છે, તે પછી તેને કેમ દૂર કરાય ? તેને આપણે ઘેર લાવીને કેમ ન રખાય? અને તેના દ્રવ્યને ઉપગ આપણે કેમ ન કરીએ?” કુબેરદત્તે કહ્યું, કે–“જે એમ હેય, તે હું પોતે જ ત્યાં જઈને તેનું સન્માન કરીને તે વસંતસેનને અહીં લાવું. નહીં તે તે આવશે નહીં. ” ત્યારે તેની ભાર્યાએ તે અંગીકાર કર્યું, ભાતું તૈયાર કર્યું અને કેટલાક મિત્રો વિગેરેથી પરિવરે તે કુબેરદત્ત કચી. પુરીમાં ગયે, અને વસંતસેનના આવાસમાં પેઠો. તેને જોઈ નેહપૂર્વક વસંતસેન ઊભે થયે, અને નાન ભેજનાદિકવડે મોટી ભકિત કરી. પછી અવસરે આવવાનું કારણ પૂછયું. ત્યારે તેણે કહ્યું, કે–“હે વત્સ ! તું જે દિવસે પિતાના ઘરથી નીકળે, તે દિવસથી આરંભીને ઘરમાં કે દ્વારમાં, દિવસે કે રાત્રિએ, જનમાં (ગામમાં છે કે વનમાં તથા સૂવામાં કે બેસવામાં કઈ પણ ઠેકાણે મને શાંતિ થઈ નથી. પછી હાલમાં તારૂં અહીં રહેઠાણ સાંભળવાથી મારું હદય અતિ સંતેષથી ભરાઈ ગયું, તેથી ઘરનું કાર્ય તજીને હું અહીં આવ્યું. તેથી હે વત્સ ! સર્વ વિકલ્પને ત્યાગ કરીને એકદમ તૈયાર થા કે જેથી આપણે એકી સાથે જ પિતાને ઘેર જઈએ.” તે સાંભળીને તેવા પ્રકારની ભવિતવ્યતાના વશથી નવી માતાના દુષ્ટ વેપારને ભૂલી જઈને દેવિલાની સાથે સાથે સાથે વાહને તે વાત નિવેદન કરીને વસંતસેન પિતાની સાથે ચાલે. કેટલેક દિવસે પિતાને ઘેર પહોંચે.