________________
પ્રભુને પાંચમો ભવ–વસંતસેનનું જિતશત્રુ રાજાપણે ઉપજવું.
[ ૧૦૯ ]
મોટો કપટવાળી નવી માતાએ તેનું મોટું ગૌરવ કર્યું. દંભના સ્વભાવવાળી તેણીએ નેહ પ્રગટ કર્યો. મંદ મંદ અને મધુર તેવા તેવા વચનેવડે તે વસંતસેનને વશ કરીને તેનું ધન પિતાને આધીન કર્યું. તે વખતે દેવિલાએ સપત્ની માતાનું કપટી સ્વભાવપણું કાંઈક જાયું, અને તેણીએ કેઈ એક સમયે એકાંતમાં વસંતસેનને કહ્યું, કે- આ સપત્ની માતા માયા (કપટ) રહિત નથી, તેથી તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં. ” આમ કહ્યા છતાં પણ તે સ્વચ્છ હૃદયપણે વર્તતો દેષને જોતો નથી. પછી કાળના ક્રમે કરીને પૂર્વ ઉપાર્જન કરેલ દ્રવ્યને સમૂહ ક્ષીણ થયે ત્યારે વસંતસેને સપત્ની માતાને કહ્યું, કે– “હે માતા ! તેટલો બધો દ્રવ્યને સમૂહ કયાં ગયો? ” તેણીએ કહ્યું, કે-“ પુત્ર! કેટલાક દ્રવ્યસમૂહ વૃદ્ધિમાં (વ્યાજે) આપે છે, અને કેટલાક વેપારમાં રહેલો છે. ” તેણે કહ્યું, કે –“ પ્રથમ વેપારને યોગ્ય કેટલું ધન છે ? તે તૈયાર કરો.” તેણએ તે વચન અંગીકાર કર્યું. પરંતુ “આટલાથી જ આની ઉપેક્ષા કરવી ગ્ય નથી” એમ વિચાર કરતી તેણીએ મોદક તૈયાર કર્યા, તેમાં એક માદકની અંદર તાલપુટ વિષ નાંખ્યું. તે મોદકને પણ શંકારૂપી દેષને દૂર કરવા માટે બધા મોદકની પાસે રાખ્યો. પછી ભોજનને સમય પ્રાપ્ત થયે ત્યારે શ્રેણી અને વસંતસેન બંને સાથે બેઠા ત્યારે તે પીરસવા લાગી. તે વખતે મતિના મંહને લીધે પિતા અને પુત્રને નિર્દોષ માદક પીરસીને અને દેષવાળો મોદક પિતે ગ્રહણ કરીને જોજન કરવા બેઠી. જેમ જેમ તેના ઉદરમાં વિષવાળા મોદકનો રસ જતો હતો, તેમ તેમ ચેતના રહિત થતી તે સુતેલી જ પૃથ્વી પર પડી. તે જોઈને હા! હા! આ આમ શું થયું?” એમ બોલતે શ્રેષ્ઠી તત્કાળ ઊભો થ. એટલામાં તેને કાંઈક ઉપાય વિચારે છે, તેટલામાં તે મરણ પામી. (કહ્યું છે કે, બીજાને માટે કાંઇક જુદું વિચારાય છે, અને પિતાના ઉપર તે જૂદું પડે છે. અહો! મોટા બુદ્ધિમાન જનો પણ દેવનો પરિણામ જાણી શકતા નથી. આ રીતે તે રાંકડી મરી ગઈ, તેણીએ સ્થાપન કરેલું ધન નાશ પામ્યું. શ્રેષ્ઠી પણ તેના વિયેગથી દુઃખી થઈને મરણ પામ્યો. પછી તેમનું પારલૌકિક કાર્ય કરીને, ગ્રહવાસને ત્યાગ કરીને, દીક્ષા ગ્રહણ કરીને તથા કેટલાક લાંબા કાળ સુધી શુદ્ધ શીલને પાળીને, પછી મરણ પામીને સૌધર્મ દેવલેકમાં મહદ્ધિક દેવ થયા. ત્યાંથી આયુષ્ય કર્મના ક્ષયવડે ચવીને ભરતક્ષેત્રમાં કાશ્યપપુરમાં જિતશત્રુ નામે રાજા થયે. તે રાજ્યસુખને ભગવતે હતું, તેવામાં તે પૂર્વભવની સપત્ની માતા વિષથી મરણ પામીને તિર્યંચાદિક જાતિને વિષે દુખના વિપાકને ભેગાવીને કેઈક શુભ કાર્યને યે કૌશલ દેશના રાજાની મદનકંદલી નામની પુત્રી થઈ. તે યુવાવસ્થાને પામી ત્યારે તે જિતશત્રુ રાજાને આપી. મોટી દ્ધિના સમૂહવડે તે રાજા તેણીને પર. વિષયમાં આસક્ત થયેલા તેમના દિવસો જવા લાગ્યા, પરંતુ પૂર્વ ભવના કર કર્મના વશથી મદનકંદલી દુષ્ટ શીળપણાએ કરીને રાજાને વિનાશ કરવા ચિંતવવા લાગી. તેવામાં કેઈક દિવસે રાજાના શરીરમાં મેટે જવર (તાવ) ઉત્પન્ન થયે. વૈદ્યો એકઠા થયા.