________________
૧૫
કાઢી ધાત કરવા તૈયાર થાય છે, તેટલામાં ધ્યાના સમૂહવડે ભરેલા અધિજ્ઞાનવર્ડ પૂર્વના વૈર સંબંધ જેમણે જાણ્યા છે એવા તે મુનિરાજે તત્કાળ કાયાત્સગ પારીને બન્નેને ભૂજદંડ વિષે ધારણ કરી કહ્યું કે–હે, મૂર્ખાઓ ! પાંચ પાંચ વખત પરસ્પર શસ્ત્રાદિકના ધાતવડે વિનાશ પામ્યા છતાં આવું અવિચારી અને અયેાગ્ય કામ કેમ કરેા છે કે હજી પણ ખેદ પામતા નથી ? વગેરે ઉપદેશ આપત તરતજ જેની 'રૂપી ખેડી તૂટી ગઇ છે એવા બન્ને ભાઇઓને પશ્ચાત્તાપ થાય છે અને આ અશુભ વ્યાપારનું શું કારણ છે ? તે હકીકત મુનિરાજને તે પૂછે છે ? મુનિરાજ વિજ્યધર્મ અને ધનધર્માંતે તેમના પૂર્વ ભગથી આ ભવ સુધીના ભવને વૃત્તાંત જણાવે છે, જે સાંભળી બન્ને ભાઇઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ( આ કાળના પ્રાણીઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે તેમ શાસ્ત્રો કહે છે તેવી હકીકતા યત્કિંચિત્ કાઇ વખત જાહેરછાપાઓ દ્વારા સાંભળવામાં આવે છે. ) ત્યારબાદ કૃપાળુ મુનિરાજને બને પૂછે છે કે-અમે આ સ'સારથી પાર કેમ ઉતરી શકીએ ? કયા તપવડે પાપરૂપી કાદવથી મિલન થયેલા અમે શુદ્ધિ પામીએ? આ સાંભળી મુનિ મહારાજ તે તેને બાર ભાવનાનું સ્વરૂપ બહુ જ વિસ્તારપૂર્વક સુંદર, સરલ અને વારવાર વાંચવા, મનન કરવા અને ભાવવા જેવુ' છે તેનુ' તેના ફળ સહિતનું સ્વરૂપનું ગુરુમહારાજ જણાવે છે. (પા॰ પર થી પા॰ ૬૦) જે પઠનપાન કરવા જેવુ છે અને તેમ કરતાં ભવ્યાત્માઓને ઘડીભર તા સંસારતું અસારપણું ઉપન્ન થતાં, સંસાર પર ઉદાસીન વૃત્તિ અવશ્ય થાય છે. હવે અહિં બન્ને ભાઇઓએ ભાવનાનું સ્વરૂપ અને ફળને જાણી પરસ્પર ઇર્ષાને ત્યાગ કરી પૂર્વે નિધાન કરેલા દ્રવ્યના સંબંધ જાણી અને પૂર્વભવના વૃત્તાંતેનું સ્મરણ કરી શેક કરે છે. તેમને ઉપદેશવડે મુનિરાજ સર્વાંવિરતિ અને દેશિવરતિ ધર્મ સ્વીકારવા જણાવે છે. પછી બન્ને ભાઈએ મુનિરાજના ચરણે પડી કુટુમ્બવ્યવસ્થા કરતાં સુધી અમા દેશવિરતિ ધર્મ ગ્રહણ કરીએ છીએ અને પછી સૂવિરતિ લેવા ગુરુ મહારાજને જણાવી, ત્યાંથી નિધાન લઇ, સ્વસ્થાને આવી કેટલાક વખત પછી આ દ્રશ્યના સમૂહ ઘણા અનર્થકારી છે તેમ જાણી ચૈત્ય કરાવી, આદિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને માકિય જિનેશ્વરના આભરણા માટે આપી ગૃહસ્થને ઉચિત કાર્ય કરી, બીજી' દ્રવ્ય સારા સ્થાનમાં વાપરી ચારણ મુનિ પાસે આવી સર્વવિરતિ લેવાને વિચાર કરે છે; તેટલામાં મેાટા ભાઇની ભાર્યો અને ભાઇઓના દ્રવ્ય સારા માર્ગે આ ખતા જોઈ સહન નહિ થઇ શકવાથી તે તેને ક્ષીરના ભાજનમાં તાલપૂર વિષ આપે છે, જેથી બન્ને ભાઇઓને તે વખતે થયેલા આત્તધ્યાનચી સમતિ ચાલ્યું જાય છે અને મૃત્યુ પામી એક પર્વતની ગુફામાં બન્ને માર થાય છે. પેાતાના પુણ્યાયવરે ત્યાં વનમાં કુરતા પૂર્વે જોયેલા તે ચાર મુનિને જુએ છે અને તે અનેને ઊહાપાઠ કરતા જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને મુનિશ્રીને ચરણમાં નમસ્કાર કરે છે. મુનિમહારાજ અવધિજ્ઞાનવડે તેને જાણી તે બન્નેને સમ્યગ્ ધર્મ'નુ' આચરણ કરવા ફરમાવી, કર્મનુ સ્વરૂપ કેવું છે તે જણાવી ગુરૂમહારાજ તેમને અનશન ગ્રહણ કરાવે છે અને પાંચ નમસ્કારનું સ્મરણુ કરવા આ અસાર સંસારને ત્યાગ કરી ઉત્તમ અર્થે સાધવાના ઉપદેશ આપતાં તે બન્ને માર ચતુર્વિધ આહારના ત્યાગનું પચ્ચખાણ કરે છે, છતાં તેવા પ્રકારના વીલ્લાસના અભાવપાએ કરી વિશુદ્ધ સમકિતને પામ્યા વિના ભદ્રક પરિણામમાં વતા તે બન્ને ત્યાં કાળ કરી વૈતાઢય પર્વતની દક્ષિણુ શ્રેણીને વિષે ગગનવલ્લભનગરના સવેગ નામના વિદ્યાધર રાજાને ત્યાં બન્ને પુત્રા થાય છે. યોગ્ય વય થતાં ત્યાં રહેલા ઉદ્યાનમાં ક્રીડા કરે છે તેવામાં પૂર્વે જોયેલાં તે જ ચારણમુનિને જોતાં તે બન્નેને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે ચારણુ મુનિને મોટી ભક્તિથી વાંદી સેવા કરવા લાગે છે,