________________
૧૩
પ્રસ્તાવ બીજો ( પાના ૪૧ થી ૯૭ સુધી )
( શ્રી પાર્શ્વનાથ પ્રભુના ત્રીજો–ચાયા ભવ. )
( ૩ ) કિરણવેગ વિદ્યાધર તથા (૪) વજ્રનાભ રાજા.
આ જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં મુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્યંત ઉપર તિલકપુર નામના નગરમાં વિદ્યુતગતિ નામના વિદ્યાધર રાજાને તિલકાવતી નામની પટરાણી છે. તે વનહસ્તિનો જીવ સહસ્રાર દેવલાકથી ચ્યવી તે રાણીના ગર્ભમાં પુત્રપણે અવતરે છે, તેનું નામ કરણવેગ પાડવામાં આવે છે. ચેગ્ય વય થતાં આકાશગામિની અને પ્રતિ વિદ્યા સંપાદન કર્યા પછી પદ્માવતી નામની કન્યા સાથે તેનુ લગ્ન કરવામાં આવે છે. કેટલાક વખત પછી તે વિદ્યુતગતિ રાજા હાથી ઉપર બેસીને સૈન્ય સહિત કુસુમાવત સ ઉદ્યાનમાં આવે છે. આ ઉદ્યાનના પાલક ઉદ્યાનનું વર્ણન કરે છે તેવામાં ‘ આકાશમાંથી ઉતરી સૂર્ય સમાન તેજસ્વી શ્રુતસાગર નામના આચાર્ય. કેટલાક ચારણુ મુનિઓ સહિત તે વનના એક પ્રદેશમાં પધાર્યાં છે' તેમ જણાવે છે. અને ત્યાં દેવતાએ બનાવેલ કમળ પર સૂરીશ્વરજી બિરાજમાન થતાં નગરના લેાકેા રાજાની સાથે ત્યાં આવી સૂ∞િ મહારાજને નમસ્કાર કરી ખેતપેતાના સ્થાને બેસે છે. પછી સૂરમહારાજે ધમ દેશના આપતાં પ્રથમ એક ધર્મ જ ઉપાર્જન કરવા લાયક છે અને કેવા ઉત્તમ પુરુષને જ આ ધર્મ વૃદ્ધિ પામે છે. અહિ તેવા ઉત્તમ પુરુષનુ વર્ણન અને મહાપુરૂષોની અમૂલ્ય પદવીને પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો ધર્મ'ને માટે સર્વોથા ઉત્તમ કરવા વગેરે ધર્મની મહત્વતા માટે સૂરિમહારાજ સુંદર રીતે વર્ણન કરે છે. ( પા. ૪૪ ) જેથી તે વખતે ઘણા મનુષ્યા પ્રતિષેાધ પામે છે. અહિં. વિદ્યાધરેશ ગુરુમહારાજને પૂછે છે કે-આપનું આવું અનુપમ રૂપ-લાવણ્ય હૈ।વા છતાં આપે પ્રત્રજ્યા અગીકાર કરી તેનું કારણ જણાવવા કૃપા કરા. પછી સૂરિમહારાજે પ્રથમ અનેક કારા જણાવવા સાથે વિશેષમાં પ્રથમ ગર્ભના દુ:ખા, બાળપણુ તથા વૃદ્ધાવસ્થાના દુ:ખા અને છેવટે મૃત્યુના દુઃખા સાથે દષ્ટ વિયોગ, અનિષ્ટ સચૈાગા વગેરે જન્મ મરણની વચ્ચે નિર ંતર છે તે નિારી શકાય તેવા ન હેાવાથી તે જાણી મે પ્રવજ્યા ગ્રહણ કરી છે માટે તુ પશુ તે પ્રત્રજ્યા ગ્રહણ કર. પછી વિદ્યાધરે સૂરમહારાજને આ પ્રવ્રજ્યા લીધી તેનું કારણુ જણાવવા વિનંતિ કરવાથી સૂરિમહારાજ તેનુ કારણ જણાવતાં કહે છે કે-આ ભવથી પૂના નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રમાં આવેલ કૌસખી નગરીમાં વિજયધર્મ નામના ગૃહપતિ હતા. તેના નાના ભાઇ ધનધમ હતા. પ્રથમ તેની આર્થિક સ્થિતિ સારી હાવા છતાં ભવિતવ્યતાના યેાગે લક્ષ્મી ચાલી જતાં એક દિવસ રાત્રિના પાછલા પહેારે પોતાના તથા કુટુમ્બના નિર્વાહ માટે શુ' કરવુ તેમ પરસ્પર વાર્તાલાપ કરતાં, વ્યાપાર કરતા વેપારીને કાંઇ મુશ્કેલ નથી તેમ વિચારી મિત્ર સ્વજન વર્ગ પાસેથી જોતુ દ્રવ્ય મેળવી, કરીયાણું, ભાતુ વગેરે લઇ બન્ને ભાઇઓ ગર્જનપુર નગરમાં આવે છે. ત્યાં લાભાંતરાય કર્મના ક્ષયાપશમથી કેટલીક સ`પદા ઉપાર્જન કરી ખીજા નગરમાં આવે છે, જ્યાં દુકાન કરી ચાખા, મીઠું વગેરે ખરીદ અને વેચાણ કરે છે. હવે તે શહેરમાં રાત્રિના એક રોઢને ઘેર ચેરા ખાતર પાડી માણેક સુવર્ણના દાખડા લઇ જલ્દી બહાર નીકળી જાય છે, જ્યાં રાજ્યના રક્ષક પુરુષોને ખબર પડતાં તે ચારની પાછળ જાય છે અને તે ચેારા ભૂખ્યા-તરસ્યા આ બે ભાઇઓ જે ગામમાં છે ત્યાં આવે છે અને તેમની દુકાને નિર્જન સ્થાન માની માચીની નીચે માલની પાટકી મૂકી ત્રણ સાનામહેાર લઇ ક્રાઇ સ્થળે ગામમાં રસાઇ કરાવી જમે છે ત્યાં તે આરક્ષક પુરુષોને આવ્યા જાણી