________________
૧૨
હે હસ્તી! તું તિર્યંચ હોવાથી સર્વવિરતિ સ્વીકારી શકે તેમ નથી માટે સંતાપ દૂર કરી, પૂર્વભવે પાલન કરેલા જૈન ધર્મને અંગીકાર કરી, બાર વ્રતનું પાલન કર અને પંચપરમેષ્ઠીનું એકાગ્ર મનવાળે થઇને સ્મરણ કર. પિતે જિનધર્મને અંગીકાર કર્યો છે તેમ સૂચવન કરવા માટે હસ્તી પિતાનું મસ્તક ચલાવી લૂંઢનો અગ્રભાગ ઊંચો કરે છે જેથી મુનિરાજ તેને પાંચ અણુવ્રતવાળો શ્રાવકધર્મ અંગીકાર કરાવે છે. બાદ મુનિરાજના ચરણકમળને નમન કરી હસ્તી જેમ આવ્યો હતો તેમ ચાલ્યો જાય છે. સાર્થના માણસો પણ મુનિરાજને પ્રભાવ જાણી કેટલાક દેશવિરતિ સ્વીકારે છે અને કેટલાંક સમકિત પામે છે. સાગરદન સાર્થવાહ ત્યાંથી પ્રયાણ કરી જાય છે. અરવિંદમુનિ અષ્ટાપદ પર્વત પર ગૌતમસ્વામીની જેમ ચઢી જઈ આદિ જિનેશ્વરનું મંદિર જુએ છે. અહીં ગ્રંથકર્તાએ આ મંદિરનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલ છે તે વાંચવા યોગ્ય છે. (પૃ. ૩૩) મંદિરને ત્રણ પ્રદક્ષિણું કરવાપૂર્વક સ્તુતિ, સ્તોત્ર વિગેરવડે જિનેશ્વરને વાંદી, ચોવીશ જિનેશ્વરની જુદા જુદા અસાધારણ ગુણવડે (જેમ સકલાર્હતમાં તેના કર્તા આચાર્ય મહારાજ કરે છે તેમ) સંક્ષિપ્તમાં સુંદર વાણીવડે સ્તુતિ કરે છે. ( આ સ્તુતિઓ વાંચવા ગ્ય છે. પૃ. ૩૪)
આ પ્રમાણે સ્વતિ કરી હેના રોમાંચવડે પિતાના આત્માને ધન્ય માનતાં અષ્ટાપદ પર્વતથી નીચે ઊતરે છે. બાદ કાળક્રમે વિશેષ પ્રકારના તપ કરી, કર્મ રૂપી રજને નાશ કરીઅનશન સ્વીકારી છેવટે સ્વર્ગલમીને પ્રાપ્ત કરે છે.
ધમપ્રાપ્તિ બાદ વનહરતી સચિત્ત આહારનો ત્યાગ કરતો, નીરસ સૂકા પાંદડાંઓનું ભજન કરતા, હાથણીઓ સાથેના વિલાસને દૂરથી જ ત્યાગ, નેત્રના નિરીક્ષણપૂર્વક ધીમે ધીમે પગલાં ભરતે, આસન શય્યા પર સૂતે, નિરંતર ધમધ્યાનમાં નિશ્ચલ બનીને કાળ નિર્ગમન કરવા લાગ્યા. મુનિરાજે પૂર્વે કરેલા ધર્મનું ચિંતવન કરતે, તિર્યચપણું પામવાથી પોતે સર્વવિરતિ સ્વીકારી શકતા નથી તેથી પિતાના તિર્યચપણને નિંદતે અને હવે હું મને શરણે જાઉં? શું કરું? એમ ચિંતવતો તે કમરના
સ્વરૂપને વિચારતે અને મુનિરાજે કરેલા ધર્મનું બરાબર પાલન કરવા લાગ્યો. તિયચપણમાં પણ નિર્દોષ આચરણું, તિર્યંચયોનિ માટે પશ્ચાત્તાપ અને છેવટની આત્મિક ભાવના વગેરે અહિં ખાસ વાંચવા-વિચારવા લાગ્યા છે. (પૃ. ૩૫-૩૬)
આ બાજુ કમઠ પરિવ્રાજક તથા પ્રકારની શિલાવડે પિતાના ભાઈ મેરૂભૂતિને મારી નાખવા છતાં મનમાં શાંતિ પામ્યું નહીં. લેકના તિરસ્કારને નહીં ગણતે તે કેટલાક દિવસ ત્યાં રહ્યો અને આનંરૌદ્રધ્યાનમાં પ્રવર્તે. બાદ પ્રાણ ત્યાગ કરીને તે જ વનમાં કુટ સપપણે ઉત્પન્ન થયો. તે અવસ્થામાં પણ તી નવડે, પાંખના ઝાપટવાવડે સર્વ પ્રાણીઓને ઉપદ્રવ કરતા તે દયા રહિતપણે જીવે સંહાર કરતે જ્યાં કરે છે ત્યાં તે વનસ્તી પણ છ૮-અટ્ટમની તપસ્યા કરતે તેમજ જેનું શરીરબળ નાશ પામ્યું છે તે પિતે સરોવર પાસે પાણી પીવા માટે આવે છે, તે સ્થળે અચિત્ત જળ જોઈ, ખાબોચિયામાં પેસી જળ પીતાં પીતાં તે કાદવમાં ખેંચી જાય છે અને જેમ જેમ પ્રયત્ન કરીને કાંઠા તરફ જવા પ્રયત્ન કરે છે તેમ તેમ શરીરના ભારને અંગે વિશેષ વિશેષ ખૂંચને જાય છે. આ પ્રકારની તે વનહસ્તીની સ્થિતિ હતી તેવામાં પૂર્વભવના રેષને કારણે કુટ સર્ષ ત્યાં આવે છે અને હાથીના ગંડસ્થળ પર ચઢી જઈ બાણ જેવા તીણ નખના પ્રહારથી અને વિષયુકત દાઢથી વારંવાર ડંખ દેવા લાગ્યા. આ અવસરે પિતાને મૃત્યકાળ સમીપ જાણી વનહાથી અરવિંદ મુનિરાજે સંભળાવેલા ધર્મોપદેશને યાદ કરે છે, સમભાવમાં સ્થિર રહે છે, કુટસ ને પણ પિતાને ઉપકારી જાણે છે. બાદ પંચપરમેષ્ટીની સ્તુતિ કરીતે ઉચારી, સકળ જીવોને ખમાવે છે. આવા શુકલધ્યાનમાં મૃત્યુ પામી હાથી આઠમા સહસ્ત્રાર નામના દેવલોકને વિષે ઉપજે છે.
8