________________
[ ૭૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો :
કરીને તથા સૌભાગ્યસુંદરીને આપીને તમે ભયરહિત તમારા નગરમાં જાઓ, એમ અમારા સ્વામી શક્રરાજાની આજ્ઞા છે. અન્યથા ( એમ ન કરી તેા) યુદ્ધ કરવા તૈયાર થાઓ, પણુ નહીં સજ્જ થયેલા મને છળકપટથી જીત્યા,' એમ ખેલશે નહીં. ” તે સાંભળી ખંગરાજાએ કહ્યું કે- અહા ! દુષ્ટ શિક્ષાના ઉલ્લાપ કેવા છે ? જો કે કાઇપણ પ્રકારે આજીવિકાના અભિલાષી ગરીબ સેવકા કીડા જેવા હાવાથી તેવું ખાલી શકે છે, તા પણ તે અનાય શકરાજા આટલાવડે પણુ ગર્વ કરે છે, અને આટલાથી પણુ સ્થિર રહ્યો નહીં, કે જે આ ઘાસના કાઠા જેવા દુષ્ટ હાથીરૂપી કીડા છે, તેને પણ ઐરાવણુ એવા નામથી પ્રસિદ્ધિ પમાડ્યો. અહા! નિર્લજજ પણું અને આત્મસંતુષ્ટપણું ! અથવા ભલે તે કોઇપણ પ્રકારના હા. યુદ્ધરૂપી કસેાટીવડે જ પરાક્રમરૂપી સુવર્ણની પરીક્ષા થશે, તેથી આવી રીતે પરસ્પર ખરાબ વચન એલવાથી શું ફળ છે ? તેથી હું દૂત ! તુ જઇને તારા રાજાને કહે કે-જલદી યુદ્ધ કરવા તૈયાર થઇ જાઓ. ” તે સાંભળીને દૂત ગયેા, અને રાજાને સર્વ યથાર્થ નિવેદન કર્યું. ત્યારે શકરાજા ક્રોધ પામ્યા અને સન્નાહભેરી વગડાવી, તેથી ચતુરંગ સન્ય સજ્જ થયું, અને માટા મેટા ક્રોધના સંરભથી વ્યાપ્ત તે સૈન્ય ચાલ્યુ. મંગરાજા પણ ગરુડ વ્યૂહની રચનાના આરંભ કરતા અને અનુક્રમે વૃદ્ધિ પામતા યુદ્ધના ઉત્કવાળા થઈને તેની સન્મુખ રહ્યો. આ અવસરે વાયુવડે ઉછળતી વિચિત્ર જપતાકાવાળા અને મેટા હુક્કાના પાકારથી ઉદ્ધત થયેલા અને સૈન્યા મળ્યા, તથા પ્રલયકાળે ક્ષેાભ પામેલા પુષ્કરાવતા મેઘના સમૂહના ગારવ જેવા ગંભીર ભંભા, મૃદ ંગ, મલ અને ભેરીના ભાંકારવડે મિશ્ર દુંદુભિ વિગેરે વાજિંત્રા વાગવા લાગ્યા. પછી પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. તે આ રીતે.—ચાલતા પર્યંતની જેવા ભમતા મદોન્મત્ત હાથીઓને લીધે તે સ્થાન દુ:ખે કરીને ચાલી શકાય તેવું હતું. મેટા રથમાં બેઠેલા જોરાવર સુભટાની લડાઇથી ભગ્ન થયેલા બીકણ પુરુષા નાશી જતા હતા, નિરંકુશ દુષ્ટ હાથીના સમૂહના મળવાવડે રથના અવા ત્રાસ પામતા હતા, તીક્ષ્ણ ખથી છેદાયેલા મસ્તકની નીકના લાહીની ધારાવડે તે પૃથ્વી રાતી થઇ હતી, પ્રચંડ ભુજાદ ડવર્ડ કુંડળરૂપ કરેલા ધનુષ્યથી મૂકેલા ખાણેાના વરસાદ થતા હતા, પરસ્પર લાંબા કરેલા હાથના પ્રહારવટે ચાદ્ધાના માટો ક્રોધ વૃદ્ધિ પામતા હતા, અતિ ઉગ્ર મુદ્ગર લાગવાથી ચૂરાઇ જતા મસ્તકવાળા અશ્વાના અવાજથી તે સ્થાન ભય ંકર થતું હતું, અત્યંત તુષ્ટમાન થયેલા ખખ્ખરવાળા શૂરવીરાવડે શત્રુના ઘાત થતા હતા, ઊંચા કરેલા ભુજના ગવડે પ્રચ ́ડ જના વીરાને ખેલાવતા હતા, તીક્ષ્ણ અગ્રભાગવાળા ક્ષુરપ્ર(દાતરડા)વડે ઘણા કાળ સુધી ધ્વજાના સમૂહ કપાતા હતા, હાથની તાળીઓ વગાડવાથી કાળ( મૃત્યુ )રૂપી મેાટા વેતાળના હલમેટલ શબ્દ (કાલાહલ) કરતા હતા, દંડને કાપવાથી પડી ગયેલા છત્રાવડે પૃથ્વીપીઠ ઢંકાઈ જતુ હતું, શૂન્ય આસનવાળા ભમતા માટા ગજેંદ્રોના ભયથી પૃથ્વી ઉપર રહેલ મનુષ્યેાના સમૂહ એકઠા થયા હતા, આડે રસ્તે લાગેલા રુધિરના