________________
[ ૭૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ર જે ?
તેણીના ઉપર વિકસ્વર દષ્ટિ નાંખી, બીજાએ મસ્તકને કંપવાળું કર્યું, બીજાએ પિતાનું ઊંચું કરેલું મુખ દેખાડયું, બીજાએ કપાટના જેવું વિસ્તારવાળું હૃદયસ્થળ દેખાડ્યું, તથા બીજાએ હર્ષ સહિત જાણે આલિંગન કરવાને માટે વિસ્તાર્યા હોય તેમ પોતાના હાથ વિસ્તાર્યા. આ અવસરે પ્રતિહારીએ પોતાના હાથરૂપી અંકુરાને ઊંચે કરીને કહ્યું કે-“હે દેવી! તે આ બંગાલ દેશને રાજા છે, કે જેની મતિ શાસ્ત્રને વિષે દૂર રહી છે. તે આ સિંધુ દેશને અધિપતિ છે, કે જે મહેંદ્ર રાજાને પ્રસિદ્ધ પુત્ર છે. હે! દેવી તે આ ચીન દેશને ક્ષત્રિય રાજા છે, કે જેણે યુદ્ધમાં રામને નિયંત્રણ (બંધન) રહિત કર્યો. હતો. તે આ કલ્યાણ દેશને અધિપતિ સુવ્રત નામનો છે, કે જેણે શત્રુસમૂહને ગર્વથી ભ્રષ્ટ કર્યો છે. તે આ દેવતાએ આપેલી શક્તિવાળે અને મંત્રસિદ્ધિની લકમીના સંગવાળો અર્જુન નામને અંગ દેશનો રાજા છે, કે જેને થોડું પણ દુષ્કર્મ રુચતું નથી. વળી આ શૃંગારસાર નામને સુંદર રાજા છે, કે જે સંગ્રામને વિષે નિશ્ચળપણાએ કરીને મેરુપર્વત જેવો છે, તથા હે દેવી ! તે આ દુખે કરીને વારી શકાય તેવી સેનાવડે ઉભટ (બળવાન) અને કર્કશ (કઠણ) દેવરાજ નામનો રાજા છે. હે દેવી ! જંગલ દેશ, આકાર દેશ અને કોશલ દેશના આ રાજાઓ હૂણ, વૈરાટ અને વત્સ વિગેરે દેશમાં ઉત્પન્ન થયેલા આ રાજાઓ મનહર રૂપવાળા છે, કે જેની પાસે દેવ વિગેરે પણ લજજા પામે છે. આ પ્રમાણે હે દેવી! અતુલ્ય વિક્રમવડે પ્રગટ કરેલી શક્તિવાળા, રૂપવડે કામદેવને જીતનારા અને ત્રણ લોકમાં પ્રશંસા પામેલા રાજાઓ તમને મેં દેખાડ્યા. હવે જે તમને રુચે, તેને તમે જલદી વરો.' આ પ્રમાણે પ્રતિહારીએ સર્વ રાજાઓ બતાવ્યા, ત્યારે રાજાએ આજ્ઞા આપેલા પ્રતિહારે મોટા શબ્દવડે આઘોષણા કરી કે–સર્વ કળાઓમાં કુતુહળતાવાળા અને વિજ્ઞાન જાણવામાં કુશળ હે રાજાઓ! તમે રાધાવેધ કરીને સાક્ષાત્ રાજ લક્ષ્મી જેવી આ વિજયદેવ રાજાની પુત્રીને પરણે, અને યૌવન સહિત આ જીવતરને સફળ કરો.” આ પ્રમાણે સાંભળીને પ્રથમ મોટા સંરંભને ધારણ કરતે, ધનુષ્ય અને બાણને હાથમાં લેતે અને બંદીજનવડે જય જય શબ્દ કરાતે માગધ દેશને રાજા ઊભું થયું. પછી રાધાને લક્ષ્ય કરીને જેટલામાં હજુ બાણને મૂકતો નથી, તેટલામાં તેના હાથમાંથી ધનુષ પડી ગયું, અને તેનું શરીર કંપવા લાગ્યું. ત્યારે લજજાથી તેના નેત્રે મીંચાઈ ગયા અને આસન ઉપર બેસી ગયે. પછી કિર રાજા પણ લક્ષ્યથી ભ્રષ્ટ થઈ વિલય (લજજાવાળ) થયા. એ જ પ્રમાણે બીજા રાજાઓ પણ ધનુર્વેદને વ્યાપાર કરવામાં નિષ્ફળ થયા, અને પિતાના આસન પર બેઠા. તે વખતે માણસોએ હાસ્યસહિત તાળીઓ પાડી. આ અવસરે પુત્રી સહિત વિજયદેવ રાજાનું મુખકમળ કરમાઈ ગયું, અને “હવે શું કરવું ? ” એમ વિચારી ઘણે ચિંતાતુર
. તે વખતે જલદીથી સજજ કરેલા શ્રેષ્ઠ ધનુષ્યને ગ્રહણ કરી બંગ દેશના રાજા મહાત્માએ તેવી રીતે કોઈ પણ પ્રકારે એકાગ્ર મનવાળો થઈ અમૂહ (બરાબર) લક્ષ્ય રાખી બાણને મૂકયું, અને કેવળ રાધાને જ વધ કર્યો એમ નહીં, પણ ગર્વવાળા રાજા