________________
હાજી
પ્રભુને ચોથે ભવ-મુસાફરે વજનાભને બંગદેશના રાજાનું કહેલું દષ્ટાંત.
[ ૭૧ ]
બંગદેશના તિલકરૂપ ભૂજપુર નગરમાં અમારો સ્વામી ચંદ્રકાન્ત નામને રાજા છે, તે મહાત્માને દૂતે કહ્યું કે-“હે દેવ ! હું કાંઈક વિનંતિ કરું છું, આપ સારી રીતે સાંભળે-વિજયપુર નગરમાં વિજયદેવ રાજાની સૈભાગ્યસુંદલી નામની પુત્રી સમગ્ર કળામાં કુશળ છે. તેના વરને વિચાર કરવાને વખતે તેણીએ સખીના મુખવડે પિતાને કહેવરાવ્યું કે-“જે રાધાવેધના વિધાનને જાણતો હોય, તે મારું પાણિગ્રહણ કરે, અથવા ભગવાન અગ્નિ અને ગ્રહણ કરે. ” આ પ્રમાણે સાંભળીને વિજયદેવ રાજા મનમાં આકુળવ્યાકુળ થઈને આમતેમ શૂન્ય ચક્ષુને વિક્ષેપ કરવા લાગ્યા. તે વખતે તેને મંત્રીઓએ કહ્યું કે-“હે દેવ ! સ્થાન( કારણ ) વિના આપ આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળપણાને કેમ પામ્યા છો? આ કાળને ઉચિત રાધાસ્તંભાદિક કાર્ય કરાવો. રાજાઓને બોલાવો અને નગરમાં મહોત્સવ કરા.” ત્યારે રાજાએ કહ્યું કે આ યોગ્ય જ છે તેથી કાળને હાનિ ન પહોંચે તેમ ( ગ્ય અવસરે) આ સર્વ કાર્ય તમે કરા.” તે સાંભળીને “જેવી આપની આજ્ઞા’ એ પ્રમાણે તેની આજ્ઞા મસ્તક પર ધારણ કરીને સર્વે નકર વર્ગની પાસે તે કાર્ય શરૂ કરાવ્યું, અને નગરની બહાર મોટા વિસ્તારથી અખાડે (જોવાનું સ્થાન) કરાવ્યું. ડાબી અને જમણા ભમતા આઠ ચક સહિત, છેડે સ્થાપના કરેલી પુતળીથી યુક્ત અને અત્યંત સ્થિર જાડો સ્તંભ ઊભે ખોડ્યો, તથા દિશાઓમાંથી આવેલા રાજાઓને યોગ્ય પ્રાસાદ તૈયાર કરાવ્યા. પછી હસ્તમેળાપને યોગ્ય પ્રશસ્ત લગ્ન જેવરાવ્યું.
- સર્વ દિશામાં મોકલેલા ઉત્તમ પુરુષોએ આદરપૂર્વક નિમંત્રણ કરેલા ઋદ્ધિના વિસ્તારવડે મોટા ભૂમિપતિઓ આવ્યા છે, તેથી તમારે પણ ત્યાં આવવું.” આ પ્રમાણે તેના વચનના આગ્રહથી ચંદ્રકાંત રાજા પણ ત્યાં ગયે. વિશેષ કરીને આદરપૂર્વક યોગ્ય સત્કાર કરીને તે રાજાઓને પૂર્વે કહેલા પ્રાસાદમાં નિવાસ કરાવ્યો. હાથી, અશ્વ વિગેરેને રાજાએ યેગ્ય સ્થાન અપાવ્યું. હસ્તમેળાપનો સમય સમીપમાં આવ્યું. તે વખતે વિજયદેવ રાજાએ પ્રતિહારના મુખવડે સર્વ રાજાઓને કહેવરાવ્યું કે-“વિજયદેવ રાજા નેહપૂર્વક તમને કહે છે કે તમારે થોડી પણ અપમાનની શંકા કરવી નહીં, કેમ કે આ મારી પુત્રી રાધાવેધના પણ(અભિગ્રહ )વડે પરણવા લાયક છે. તેથી જે કઈ રાધાને વધશે, તેની તે ભાર્યા થશે. તેથી કેઈએ પિતાને પરાભવ થયે, એમ ભાવના કરવી નહીં.” આવું તેનું વચન સર્વ રાજાઓએ અંગીકાર કર્યું. લગ્નને દિવસ આવ્યો. તે વખતે વિજયદેવ રાજા પોતાના પરિવાર સહિત અખાડાની પૃથ્વી પીઠ પર બેઠો. બીજા રાજાઓ પણ અનુક્રમે ગ્ય સ્થાને બેઠા. નગરના પ્રધાન(મુખ્ય) જને પણ ગ્ય સ્થાને રહ્યા. તે વખતે મોટા શણગારવડે ગૌરવ શરીરવાળી, વેત અને સુગંધી પુષ્પની માળાને ધારણ કરતી, અને પ્રતિહારીને દેખાડેલા માર્ગવાળી સૌભાગ્યસુંદરી આવી અને સર્વ રાજાઓની સન્મુખ બેઠી. તેણીના દર્શનરૂપી ચંદ્રવડે રાજાઓના હદયરૂપી સમુદ્ર - ઉલાસ પામ્યા, અને વિવિધ પ્રકારના કામના વિકારો થયા. તે આ પ્રમાણે–એકે તત્કાળ