________________
[૬૮]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૨ જો :
()
કલાંત શરીરવાળા, આહારને માટે આમતેમ ભમતા અને પાપકર્મથી ભરપૂર તે સર્વે કાંચનગિરિ(મેરુપર્વત)ની જેમ સ્વભાવથી જ નિશ્ચળ શરીરવાળા અને કાર્યોત્સર્ગમાં રહેલા તે કિરણગ વિદ્યાધર રાજર્ષિને જોયા. જોયા પછી તુરત જ પૂર્વભવમાં અભ્યાસ કરેલા અને ઉદયમાં આવેલા વેરના કારણથી ઉછળેલી મોટા કપરૂપી અગ્નિની જ્વાળાવડે દેદીપ્યમાન નેત્રવાળો તે ભયંકર, કર્કશ અને દઢ દાઢાના ઉઘાડવાવડે મુખરૂપી ગુફાને ફાડીને( ઉઘાડીને ) દોરડા જેવા લાંબા પિતાના શરીરવડે થાંભલાની જેવા ભગવાનના શરીરને વીંટીને અનેક સ્થાનેને વિષે હસવા લાગે, તે પણ સંસારના ભાવી સ્વરૂપની ભાવના કરનારા અને સારા ચારિત્રવાળા તે મુનીશ્વરે દુષ્ટ સર્ષ ઉપર જરાપણું કપ ન કર્યો. વળી એક તરફ કેઈપણ પ્રાણી અતિ ક્રોધથી કુહાડા વડે ભુજદંડને કાપે, અથવા બીજી તરફ કોઈપણ પ્રાણી તુષ્ટમાન થઈને તેના હાથને ચંદનવડે લીપે, તો પણ મુનિઓ સમાન દષ્ટિવાળા જ હોય છે. ચિરકાળ સુધી તિરસ્કાર કરાયા છતાં પણ મુનિ તેનો તિરસ્કાર કરતા નથી, અને હીલના કરાયા છતાં પણ પિતે બીજાની હીલના કરતા નથી, પરંતુ સુપ્રસન્ન દષ્ટિવડે બંધુની બુદ્ધિથી જુએ છે. કદાચ મેરુપર્વત ચલાયમાન થાય, તથા કદાચ પૃથ્વી પૃષ્ટ રસાતળમાં જાય, પરંતુ મોટું દુઃખ પામ્યા છતાં પણ મુનીશ્વરેનું ચિત્ત ક્ષોભ પામતું નથી (ચલાયમાન થતું નથી). આ પ્રમાણે તે મહાત્મા મોટા દર્પવાળા સર્પવડે તીક્ષણ દાઢા વડે ડસાયા છતાં પણ વિશુદ્ધ મનવાળા તે આ પ્રમાણે વિચારવા લાગ્યા.
કર્મને ક્ષય કરવા માટે ઉદ્યમી થયેલા જીને ઉપસર્ગ કરનારા પ્રાણીઓ ધર્મને વિષે સહાયકારક થાય છે, તેથી તે શ્રેષના સ્થાનને પામતા નથી, પરંતુ તે ઉપકાર કરનાર છે, એમ ધારીને તે વિશેષ કરીને દાન અને સન્માન કરવા લાયક થાય છે, તેથી તે ચિત્ત! દુષ્ટ મનને દૂરથી ત્યાગ કરીને સમતાને ભજ. જો કે ચિરકાળ જીવતાં છતાં પણ મરણ તો અવશ્ય થવાનું જ છે, તેથી જે તે જલદી પ્રાપ્ત થાય, તો તેમાં અસમાધિનો અવકાશ શો છે ? ” આ પ્રમાણે પોતાના આત્માને સારી રીતે સ્થાપન (શાંત) કરીને, સિદ્ધ ભગવાનને આલેચના આપીને, અનશન ગ્રહણ કરીને તથા સર્વ જીવોના સમૂહને ખમાવાને પંચ પરમેષ્ઠીનું સમરણ કરવામાં તત્પર થયેલા તે કિરણગ મુનીશ્વર એવું કોઈ શુભ ધ્યાન પામ્યા, કે જે વડે કાળધર્મ પામીને અચુત કલપને વિષે અતિ ધન્ય દેદીપ્યમાન દેવ થયા; કેમકે અચુત શીલવાળાની અયુતમાં સ્થિતિ હોય જ, એમાં શું આશ્ચર્ય ? હવે મુગટ, કડા, કુંડલ અને ચૂડામણિવડે સર્વ અંગે શેભ, હર્ષ સહિત દેડતા પરિજનોએ મંગળના ઉચ્ચારવડે સન્માન કરાયેલ, તથા બાવીશ સાગરોપમના આયુષ્યવાળો તે દેવ નિરુપમ સુખસંપદાને ભેગવત, તે આયુષ્યને અર્ધ સમય જેવું માનતે અસંખ્ય કાળને નિર્ગમન કરવા લાગ્યા.
હવે આ તરફ આ જ જંબુદ્વીપને વિષે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ગંધાવતી નામની