________________
પ્રભુને ત્રીજો ભવ-કુટ સર્વાંનું નરકગમન બાદ પુનઃ સર્પ તરીકે ઉપજવુ, [ ૬૭ ] પ્રતિમાએ રહ્યા. આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતી અતિ શુભ ભાવનાવાળા તે મુનિ દિવસેાને નિમન કરવા લાગ્યા.
હવે આ તરફ પૂર્વે કહેલ પ્રગટ થયેલા માટા ગવાળા કુકુટ સ` મેટા હસ્તીના વિનાશ કરીને પેાતાની ઇચ્છા પ્રમાણે નિરંતર વધ કરવાની ઇચ્છાવાળા હાવાથી મેટા પાપના સમૂહને ઉપાર્જન કરી કાળના ક્રમવડે પ ંચત્વ( મરણ )ને પામ્યા, અને અધન્ય એવા તે યથાર્થ નામવાળી ધૂમપ્રભા નામની કેદખાના જેવી પાંચમી નરક પૃથ્વીને વિષે નારકી થયેા. ત્યાં તલ તલ જેવડા તેના કકડા થતા હતા, વજ્ર જેવા કુહાડાવડે તે કુટાતા હતા, મેાટા તીક્ષ્ણ મરછીવાળા ભાલાવડે ભેદાતા હતા, ચણાની જેમ ભઠ્ઠીમાં શેકાતા હતા, તીક્ષ્ણ ખડ્ગની ધારાવડે છેઢાતા હતા, શેરડીની જેમ ચત્રાવડે પીલાતા હતા, જાજવલ્યમાન અગ્નિથી તપેલી લેાઢાની શિલા ઉપર સુવાડાતા હતા, રાતા છતાં પણ તપેલ તાંબુ અને સીસું પીવરાવાતા હતા, મેટા ભારવાળા લેાઢાના રથમાં જોડાતા હતા, પાકેલા માંસના કકડાને અત્યંત ખવડાવાતા હતા, લાકડાની જેમ કરવતવડે વિશ્રાંતિ રહિત( નિર ંતર ) ફડાતા હતા, નીચે જાજ્વલ્યમાન અગ્નિવાળી કુંભીને વિષે પકાવાતા હતા, શિલાતળ ઉપર જેમ ધેાખીવડે વસ્ત્ર અળાવાય તેમ અળાવાતા હતા, તથા તપેલા સીસા અને તાંમાના રસને વહન કરતી નદીને વિષે નખાતા હતા. આ પ્રમાણે પરસ્પર નારકીએએ કરેલા મેાટા તીક્ષ્ણ દુ:ખના સમૂહને સહન કરતા તે સત્તર સાગરાપમ સુધી રહ્યો.
હવે ત્યારપછી નારકનું આયુષ્કર્મ પૂર્ણ થયું ત્યારે ત્યાંથી નીકળીને તે જ સુવર્ણ શૈલની પાસેના નિકુંજને વિષે મહાદેવના ગળારૂપી વલયમાં રહેલા સર્પરૂપી લતાના જેવી સ્વચ્છ કાંતિવડે દિશાઓના છેડાને ઢાંકી દેતા, એક ચેાજનપ્રમાણુ શરીરના વિસ્તારવાળા, ઉદય પામતા સૂર્ય મંડળના રંગને અનુસરતા એ નેત્રવાળા અને અનેક પ્રાણીઓના સમૂહના સંહાર કરનાર માટે સર્પ થયેા. વળી મૂકેલા માટા ફુત્કાર( ફુંફાડા )રૂપી અગ્નિના કણીયાવડે મિશ્ર થયેલા દુ:સહુ ઉચ્છ્વાસવાળા, નચાવેલી ફણારૂપી પાટિયાવડે સૂર્યના કિરણેાના પ્રસારને રૂંધતા, પ્રિયંગુવૃક્ષના પાંદડા જેવા સ્વચ્છ અને દીર્ઘ શરીરની ભયંકર લંબાઇવડે તે શાલતા હતા, યમુના નદીના જળના પ્રવાહ જાણે પૃથ્વી ઉપર ઉતર્યો હાય તેમ તે શાભતા હતા. વિકસ્વર જયાપુષ્પની કાંતિવાળી રુષ્ટિની છટાવડે વનખંડને જલદીથી નવપલ્લવવડે મનેાહર કરતા હાય તેવા દેખાતા હતેા, તથા ક્રીડાવડે ઉછાળેલા પુંછડાના અગ્રભાગવડે ભાંગી નાંખેલા વૃક્ષના કડકડાટ શબ્દવડે ભયંકર, જાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અત્યંત સ્નેહવાળા વેદ ડ હાય તેમ શાલતા હતા. આ પ્રમાણે દુસહુ યમરાજના ભુજદંડ જેવા પ્રચંડ શરીરવાળા તે માટે સર્પ જાણે સાક્ષાત્ લાંખા અંજન પર્વતનું વલય હાય તેમ પૃથ્વી પર વિચરતા હતા. આવા પ્રકારના મેાટી ક્ષુધાથી