________________
[ ૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રરતાવ ૨ જો :
તેને સોંપ્યા, અંત:પુરની સ્ત્રીઓને મેધ કર્યો, નગરના લોકોને ખમાવ્યા, જિનમંદિરાને વિષે અઠ્ઠાઇમહાત્સવ કર્યો, સાધુ અને સાધર્મિક લાકેાનુ ઉચિતતા પ્રમાણે સન્માન કર્યું, કેદખાનામાં બાંધેલા ગુનેગારાને છેડાવ્યા, તથા દીનાદિકને અનુકપાદાન અપાવ્યું. પછી કેટલાક રાજપુત્રા અને પૂર્વ કહેલા પુરુષની સાથે કિરણવેગ વિદ્યાધરેશ્વરે સૂરીશ્વરના ચરણની પાસે પ્રત્રછ્યા ગ્રહણ કરી. તે વખતે ખદિજનાએ તેની શ્લાઘા કરી, તે આ પ્રમાણે—
“ હે નરનાથ ( રાજા )! તમે ધન્ય છે, તમે જ માટા પૂજ્યપણાને પામ્યા છે., તમારી કીર્તિ વડે બ્રહ્માંડ( જગત )રૂપી વાસણના મધ્યભાગને ઉજ્વળ કર્યાં, અમે માનીએ છીએ કે–તમારા નિર્મળ હસ્તકમળને વિષે મેાક્ષલક્ષ્મી રહી છે, કે જે તમે પાતે જ ચંદ્ર જેવું ઉજ્જવળ શીલ પ્રાપ્ત કર્યું. કાઈ પણ માણસ તૃણુને પશુ ત્યાગ કરવા ઇચ્છતા નથી, અત્યંત ક્રોધવાળી દુષ્ટ ભાર્યાના પણ કોઇ ત્યાગ કરતા નથી, સીવેલા (સાંધેલા) વસ્ત્રના કકડાને પણ લેાકેા તજતા નથી, પરંતુ હું વિદ્યાધર રાજા ! તમે માટું રાજ્ય, સુંદર અત:પુર અને ચતુરંગ સૈન્ય વિગેરેના જેમ ત્યાગ કર્યા, તેમ ખીજે કાઈ ત્યાગ નહીં કરે. હે દેવ ! હું વિદ્યાધર રાજા ! રાગને મથન કરનાર તમને એકને જ છેાડીને આ જગતમાં કયા કયા માણસ કામવડે વ્યાસ નથી થયા? મેાટા શણગારવાળી સ્ત્રીઆવડે એકદમ ધર્મથી કેાને કાને ચલાયમાન નથી કરાયા ? તથા આ પૃથ્વી ઉપર આશારૂપી પિશાચીવડે કાણુ પાપકર્મ નથી કરાવાયા ? માંહની દુષ્ટ ચેષ્ટા ભયંકર દુ`તિને કરનારી છે, એમ સર્વ માણસ જાણે છે, દુ:ખે કરીને દમન કરી શકાય એવા ઇંદ્રિયાના માટા સમૂહને પણ સર્વ માણસ જાણે છે, પરંતુ હે ભૂમિતિ ! ગુરુની પાસે સર્વવિરતિ ગ્રહણ કરીને રાગ રહિત અને ક્રોધ રહિત થઇને પૃથ્વી ઉપર તમે જેમ વિચરે છે, તેવા કાઇ પણ નથી. ’”
આ પ્રમાણે સત્ય ગુરુની સ્તુતિ કર્યા છતાં પણ જરા પણ ગવને નહીં કરતા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ વિગેરે દુષ્કર તપ કરવામાં તપર, આકાશની જેમ આલંબન રહિત, વાયુની જેમ પ્રતિબંધ રહિત ગામ, કુલ વિગેરેને વિષે મમતાને ત્યાગ કરતા, સૂત્ર અને અને સારી રીતે ભણતા, ગામ, આકર અને નગરાદિકને વિષે વિહાર કરવા લાગ્યા. તથા ઇંદ્રની જેવી ઋદ્ધિના વિસ્તારની જેવા વૈભવના વિસ્તારવાળા કિરણતેજ રાજા ભુજાખળવર્ડ મળવાન લાખા શત્રુએને દળી નાંખી માટી રાજલક્ષ્મીને ભેાગવવા લાગ્યા. હવે સર્વ ક્રિયાના સમૂહને યથાર્થ જાણનાર કિરણવેગ વિદ્યાધર રાજષિ ગીતા થયા એમ જાણી ગુરુની આજ્ઞાથી એકલ વિહારની પ્રતિમાને અંગીકાર કરી, આકાશમાર્ગે ગમન કરીને વિશેષ પ્રકારની તપસ્યા કરવા માટે પુષ્કર દ્વીપામાં ગયા. ત્યાં શાશ્વતી પ્રતિમા આને વદના કરી. ત્યાર પછી મોટા હર્ષને ધારણ કરતા તે મુનિ વૈતાઢય ગિરિની પાસે રહેલા હૅમિગિરની સમીપે સર્વ પ્રાણીઓના સમૂહને ઉપદ્રવ કરવા વિગેરે દોષરહિત