________________
• પ્રભુને ત્રીજે ભવ-કિરણગ વિદ્યાધરને થયેલ દીક્ષા અભિલાષ.
[ ૬૫ ]
મરવાથી જ નિવૃતિનો લાભ થતો નથી, પરંતુ ત૫, નિયમ, જ્ઞાન અને થાનાદિકવડે તે દુષ્કૃતનો નાશ કરવાથી જ નિવૃતિ થાય છે, તેથી કરીને આ મરણના અધ્યવસાય( વિચાર) થી વિરામ પામ, અને સ્વભાવથી જ નાશવંત આ સંસારના સ્વરૂપની ભાવના કર.”
આ પ્રમાણે જેટલામાં તે ખેચરરાજા તે પુરુષને યથાર્થ(સત્ય) કહે છે, તેટલામાં ઉદ્યાનપાળે આવીને હર્ષથી કહ્યું કે–“હે દેવ ! પિતાની સૌમ્યતા( સુંદરતા)એ કરીને ચંદ્રને પરાભવ ઉત્પન્ન કરનાર, તપના તેજવડે સાક્ષાત્ સૂર્યને પણ તિરસ્કાર કરનાર, અને ગંભીરતાએ કરીને સમુદ્રના ગંભીરપણાને નાશ કરવામાં પ્રધાન(મુખ્ય) એવા સુરગુરુ નામના સૂરિમહારાજ આપના ઉદ્યાનમાં સમવસર્યો છે.” આ પ્રમાણે સાંભળીને ભક્તિના પ્રકર્ષથી ઉછળતા ઘણા માંચવડે જેની કાયા કંચુકવાળી થઈ છે, એ તે રાજા જાણે કે ધનને નિધિ પ્રાપ્ત થયો હોય તેમ આસન ઉપરથી એકદમ ઊભો થા. બે વેત ચામરના ચલાવવામાં વ્યાકુલ થયેલી સ્ત્રીઓ વડે પરિવરેલ, હાથીના કંધ ઉપર બેઠેલા જેના મસ્તક ઉપર વેત છત્ર ધારણ કરાયું છે એ, તથા હર્ષથી ચંદન(રથ)માં, યાનમાં, વિમાનમાં અને વિવિધ પ્રકારના જપાન(પાલખી)માં બેઠેલા રાજાઓ વડે અને વિદ્યાધરવડે પરિવરેલે તે રાજા સૂરિમહારાજને વાંદવા ચાલે. તથા તત્કાળ ઉદ્યાનને પ્રાપ્ત થયો. ત્યાર પછી હાથીના પૃષ્ઠ ઉપરથી ઉતરીને તે રાજા સર્વ લોકો સહિત તે શ્રેષ્ઠ મુનિને ત્રણ પ્રદક્ષિણા કરીને, મોટા આદરથી વાંદીને અને તે મુનીશ્વરનો સભ્ય આશીર્વાદ પામીને ભૂમિપૃષ્ઠ ઉપર બેઠે. ત્યારપછી મુનીશ્વરે પણ ધર્મકથા શરૂ કરી, યથાસ્થિત ભવનું સ્વરૂપ કહ્યું, તથા પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, રસ અને અનુભાગવાળો કર્મપ્રકૃતિને બંધ પ્રકાશ કર્યો, ચોરાશી લાખ જીવાનિવડે વિસ્તારવાળે ચાર ગતિને સંસાર વર્ણવ્યે, ઘણું દુઃખ દેવાપણુએ કરીને પ્રમાદને દુષ્ટ વિલાસ પ્રકાશ કર્યો, તથા સત્ય જ્ઞાન વિના કરેલા તપ અનુષ્ઠાનવડે યુક્ત એવો મિથ્યા ધર્મ માત્ર વ્યંતરાદિક હીન ફળને આપનાર છે એમ પ્રગટ કર્યું. આ પ્રમાણે ધર્મને પરમાર્થ (રહસ્ય) કહ્યો ત્યારે પ્રતિબંધ પામેલા અને મોટા વૈરાગ્યને ધારણ કરનારા રાજા વિગેરે મસ્તક ઉપર બે હાથ જોડી બોલવા લાગ્યા કે “હે ભગવાન! આવો ઉપદેશ આપવાને આપના સિવાય બીજે કે જાણે છે અને બીજા કોને આ સજ્ઞાનને પ્રકર્ષ છે? અથવા આ પ્રમાણે પરોપકાર કરવાની ઈચ્છાવાળો બીજે કયું છે?આ પ્રમાણે બોલ્યા પછી વિદ્યાધરને રાજા કિરણગ પણ ચિત્તની અંદર ધર્મબુદ્ધિનો નિશ્ચય કરીને તથા સૂરિમહારાજને વાંદને પિતાને સ્થાને ગયો. ત્યારપછી સારા મતે, સારા ગે, ચંદ્રના બળની - અનુકૂળતાએ, સારે દિવસે, સારા નક્ષત્ર અને સારા લગ્ન સામંત રાજા વિગેરેની પાસે પિતાને સર્વવિરતિ ગ્રહણ કરવાને અભિલાષ કહીને રાજાએ પિતાને સ્થાને કિરણતેજ નામના રાજપુત્રને સ્થાપન કર્યો. હાથી, અશ્વ, ભંડાર અને કોઠાર વિગેરે પરિકર (સમૂહ)