________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ?? પ્રસ્તાવ ર જે. .
જેતે નથી. પ્રિયજનના વિયેગથી મનમાં દુખ પામેલા, મોટા વ્યાધિવડે શરીરમાં પિડાયેલા અને દોર્ગત્ય( દુર્દશા)વડે દુઃખી થયેલા મનુષ્યને મરણ જ મેટું શરણું છે, એમ હું માનું છું. જેમાં નેહવાળા બંધુ, માતા, બહેન વિગેરે સ્વજન પણ આ પ્રમાણે અકાર્યમાં આસક્ત થાય છે, તે પછી જીવવાની આશા શું રાખવી? હવે ઘણું કહેવાથી સર્યું. હે દેવ ! આ૫ જે મારું પ્રિય હિત ) ઈછતા હો, તે પ્રારંભ કરેલા કાર્યમ સહાય કરવી જ યોગ્ય છે.” ત્યારપછી વિદ્યાધર રાજા તેના સર્વ વૃત્તાંતને સાંભળીને અત્યંત વૈરાગ્ય પામી વિચારવા લાગ્યા. અરે રે! મુગ્ધ બુદ્ધિવાળ, પરમાર્થની સાધના રહિત અને અનાર્ય એ લેક આ સંસારના હલકા કાર્યને વિષે પણ ઉદ્યમ કરે છે, પરંતુ સ્વભાવથી જ પરિણામે રસ રહિત એવા ધન અને વજન વિગેરેને જરા પણ જાણતા નથી, અને પિતાનું કાર્ય કરવામાં જ એક રસિક બને છે. માણસ પિતાના આત્માને અનર્થમાં પાડીને કુટુંબને માટે પ્રવર્તે છે, તે ઉપર કહેલા વિધિ પ્રમાણે મેટી વિડંબનાને આડંબર છે. મુગ્ધ ભ્રમર કમળનું બીડાવું નહીં જાણતા હોવાથી તે કમળમાં લીન થાય છે, મત્સ્ય પણ માંસને ખાય છે, પરંતુ તેના દુઃખને તે જાણતો નથી. વળી અમે તે ભવિષ્યમાં થનારા અનર્થના સમૂહને જાણતા છતાં પણ આજ ધન, સ્વજન વિગેરે પદાર્થોને વિષે રાગી થઈએ છીએ. સાંભળવાવડે, જેવાવડે અને અનુભવવાવડે આ સંસાર સાર વિનાને જાણ્યા છતાં પણ અમારી મતિ તેનાથી વિરામ પામતી નથી. અહા! આ મોટા મોહને મહિમા કે છે?” આ પ્રમાણે તે વિદ્યાધર રાજા જેટલામાં ઉલ્લાસ પામેલા નિર્મળ જ્ઞાનવાળે ધર્મધ્યાનમાં રહ્યો છે, તેટલામાં પ્રતિહારે આવીને વિનંતિ કરી કે –“હે દેવ! દેવપૂજાની સમગ્ર સામગ્રીને સમૂહ તૈયાર કર્યા છતાં પણ આપ હજુ કેમ પૂજા કરતા નથી ? કે જેથી પ્રારંભેલા કાર્યને ત્યાગ કરીને રહો છે?” ત્યારે રાજાએ કહ્યું કે- “હે પ્રતિહાર! મેં શું આરંભ્ય છે?” ત્યારે પ્રતિહાર બે કે–“હે દેવ! પ્રજ્ઞપ્તિ દેવતાની આરાધનાનું વિશેષ પ્રકારનું વિધાન આરંક્યું છે.” ત્યારે રાજાએ કહ્યું“ઠીક. મેં જાણ્યું, પરંતુ આનાથી શું ફળ છે? કેમકે આ સંસારનું સ્વરૂપ બાળકને ક્રિીડા કરવાના ધૂળના ઘર જેવું છે, જીવતર પાણીના ઉછળતા તરંગ જેવું ચંચળ છે, અને યુવાવસ્થા શરદ ઋતુના વાદળા જેવી છે, તો કયે વિદ્વાન માણસ પોતાના આત્માને આ લોક સંબંધી થોડા કાર્યને કલેશની કલ્પનામાં પાડે?” આ અવસરે પૂર્વે કહેલા પુરુષે રાજાના પગમાં પડી ફરીથી વિનંતિ કરી કે –“હે વિદ્યાધર રાજા ! નિવૃતિના દાનવડે આપ પ્રસન્ન થાઓ.” ત્યારે રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! આ નિર્વતિ એટલે શું? અને દાન એટલે શું ?” ત્યારે તે પુરુષે કહ્યું કે –“હે દેવ! અનેક દુઃખરૂપી દાવાનળથી બળતા માણસને મરવું એ જ નિવૃતિ છે, તથા તે (મરણ) કરવામાં પ્રવર્તેલાના વિઘનો નાશ કરે, તે દાન કહેવાય છે.” ત્યારે વિદ્યાધર રાજાએ કહ્યું, કે–“હે મહાનુભાવ! તું મુગ્ધ છે, કેમકે પૂર્વે કરેલા દુષ્કૃતથી અનિષ્ટ(દુખ)ને પામેલા પ્રાણને માત્ર
૧. શાંતિ અથવા સુખ.