________________
D
• પ્રભુને ત્રીજો ભવ : કિરણ વેગને દુઃખી પુરુષે કહેલ આત્મવૃત્તાંત.
[૬૩]
એકદમ વચમાં પડીને તેણીએ તે પુતળું ગ્રહણ કર્યું, અને સળગતા અગ્નિની જવાળામાં નાંખ્યું, અને તરત જ તે બળી ગયું. તે પુતળાના બળવાથી ઉત્પન્ન થયેલા મોટા અગ્નિવડે મારા ભાઈને દેહ બળી ગયો અને મરણ પામે (આ ત્રીજું દુ:ખ). તે વખતે નિમિત્તિયાએ કહ્યું કે આ કર્મને કરનારી તે જ આ છે.” તે સાંભળીને ઘરના લેકેએ કઠોર વાણીવડે તેણીને તિરસ્કાર કર્યો, અને નગરના લોકોએ પણ તેણીને ધિક્કાર આપ્યો. આ અપવાદનું દુઃખ સહન ન થવાથી ઘણું પાણીના નિધાનરૂપ એક ગંભીર કૂવામાં તે પડી. તે જાણીને લોકો ત્યાં દોડ્યા, કૂવામાં દોરડું નાંખ્યું, પુરુષોએ તેને ખેંચી કાઢી, પરંતુ તે તો યમરાજની રાજધાનીમાં પહોંચી. આ ચોથું દુઃખ મને પ્રાપ્ત થયું. ત્યારે મેં વિચાર્યું કે–આટલા માત્ર દુઃખ આપવાવડે શું અધમ વિધાતા તુષ્ટમાન થયો હશે કે નહીં? તેવામાં મારું ડાબું નેત્ર ફરક્યું. તે વખતે મેં વિચાર્યું કે –“ઠીક. મેં જોયું. હજુ પણ વિધાતા આટલાથી પણ અટક નથી, માટે મારે સાવધાન રહેવું જોઈએ. ” આ પ્રમાણે જાણે મોટા દુઃખરૂપી વાના અગ્નિની કુંડીમાં પડેલે હોઉં તેમ હું રહેતો હતો, તેવામાં કેઈક દિવસે તે મારી બહેન ઘરના સારભૂત ગ્રંથિને(પિટકીને) ગ્રહણ કરીને ઘરના ચાકરની સાથે એકદમ બહાર નીકળી ગઈ. તેની પાછળ તે માગે મારો પુત્ર દેડ્યો તે બન્નેનું દર્શન બે ગામની વચ્ચે થયું. મારા પુત્રે ચાકરને કહ્યું કે-“હે દુરાચારી! કયાં તું જાય છે?” તે વખતે મારી બહેને ઉત્સાહ આપેલ તે ચાકર મારા પુત્રની સન્મુખ પાછો વળે. તે બનેનું બાહુવડે યુદ્ધ થયું. પરસ્પર મુષ્ટિના ઘાટવડે શરીરમાં ઘુમરી આવવાથી તે બન્ને પૃથ્વી પર પડ્યા ત્યારે મારી બેને મારા પુત્રને છરી વડે હ, એટલે તે જીવિતથી મુક્ત થયે. આ સર્વ વૃત્તાંત મારા જાણવામાં આવ્યો તેથી લાખો તીણ દુઃખવડે હું ગ્રહણ કરાયે. હજાર મુખવાળો થઈને અવર્ણવાદ( અપયશ ) ઉછળ્યો. તે વખતે હું તે અવર્ણવાદને પોતાના કાનવડે સાંભળવાને અશક્ત થવાથી વૈતાઢ્યના તટ( કિનારા) ઉપર રહેલી કુળદેવતાનું આરાધન કરવા માટે અને પિતાના દુષ્કર્મને પૂછવા માટે ગયેત્યાં મેં દશ લાંઘણ(ઉપવાસ) કરી, તેની દેવીએ ઉપેક્ષા કરી. તે વખતે અત્યંત વૈરાગ્ય(ખેદ)ને પામેલા મેં મરણુવડે આત્માની શાંતિ ઈચ્છી, તેથી વૃક્ષ ઉપર ચડીને પડતો હતો, તેટલામાં જલદીથી આપના વિદ્યાધરે મને ઉપાડ્યો અને આપના ચરણની પાસે આ. આ પ્રમાણે હે દેવ! અઘટિતને ઘટાવવામાં એક( અદ્વિતીય) નિપુણ અને વિવિધ પ્રકારના મોટા દુઃખને કરનારા અધમ વિધાતાને શું કહેવું? જે શાસ્ત્રને વિષે સંભળાતું નથી, અને જે સમગ્ર પૃથ્વીતળને વિષે દેખાતું નથી, તે સર્વ હે દેવ ! યથાર્થ રીતે મારે ઘેર થયું છે. આ પ્રમાણે ક્ષણે ક્ષણે વિચારો અને સર્વ અંગે ક્ષીણ થયેલું હું જાણે વાની અગ્નિમાં પડ્યો હોય એવા મારા આત્માને રક્ષણ રહિત માનું છું. હે વિદ્યાધરોના સ્વામી ! દુઃખના સમૂહથી મૂકાવવામાં એક સમર્થ એવા પ્રાણત્યાગ(મરણ)ને છોડીને બીજું કાંઈ પણ રક્ષણ કરનાર હું