________________
[ ૬૨ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્રઃ : પ્રસ્તાવ ૨ જો :
અને તેને મરણનું કારણ પૂછયું. તે વખતે પણ તે કાંઈ પણ બે નહીં. માત્ર તેણે ડોકને વાળીને પાસે રહેલા માણસની સન્મુખ દષ્ટિ નાંખી. તેથી તે ખેચરરાજાએ જાણ્યું કે –“અહીં ઘણા માણસો છે, તેથી તે બોલતો નથી.” આમ વિચારીને તે રાજાએ ત્યાંથી સર્વને રજા આપી. પછી ફરીથી રાજાએ તેને પૂછયું કે–“હે ભદ્ર! સત્ય બોલ, કેમ આવી રીતે મૌનપણે રહે છે ?” ત્યારે તેણે દીર્ઘ નિ:શ્વાસ મૂકીને કહ્યું કે–“હે દેવ! આ અત્યંત નહીં કહેવા જેવું છે. જે આપ મારા પર પ્રસાદ કરો, તો આ વૃત્તાંત કહ્યા વિના જ મારે મરવું એગ્ય છે. ચાલતી વાતન નિર્વાહ કરવા માટે મને રજા આપો.” ત્યારે વિદ્યાધર રાજાએ કહ્યું કે–“મરણના વિચારવડે સર્યું. પ્રથમ તે મેં જે તને પૂછયું તે કહે.” ત્યારે તે બોલ્યો-“જે આપને સાંભળવાનો અતિ આગ્રહ હોય, તો હું કહું છું, આપ સાંભળો-હું કદલીપુર નામના નગરમાં કૃષ્ણ નામને ગૃહપતિ છું. ધન ઉપાર્જન કરવા માટે વિવિધ પ્રકારના ઉદ્યમવડે કુટુંબન નિર્વાહ કરતો રહેતો હતો, કાંઈક ધનને સમૂહ પણ છે. તથા મારા કુટુંબમાં માતા, નાને ભાઈ, ભાર્યા, ભાઈની ભાર્યા, પુત્ર અને બેન છે, પરંતુ મારા પિતા મરણ પામ્યા, તે મને પહેલું મહાદુઃખ થયું. એટલામાં તે દુઃખ શાંત પામ્યું નહીં તેટલામાં મારી માતા કુળની મર્યાદાને અને લજજાને છોડીને ઈચ્છા પ્રમાણે વ્યવહાર (અનાચાર) કરવા લાગી. તે જાણીને મેં તેને એકાંતમાં કહ્યું કે “હે માતા! હવે તમારે આવા પ્રકારનો વિધવા નારીને વિરુદ્ધ વ્યવહાર કરવાનો શો અવસર છે? સર્વથા અનાચારનો સંવર (ત્યાગ) કરે, કેમકે ઘરના માણસના નેત્રરૂપ તમે છે. તમે જે ઈચ્છા પ્રમાણે ચાલશો, તે તમે બીજાનું નિવારણ શી રીતે કરી શકશો ?” ત્યારે તે બોલી કે-“હે પુત્રહું તને પરમાર્થ (સત્ય) કહું છું કે-હું બ્રહાચર્યનું પાલન કરવા શક્તિમાન નથી.” તે સાંભળીને લજજારૂપી મોટા વાવડે તાડન કરાયેલ હું પિતાના મરણ કરતાં પણ વધારે દુખ પાપે. તો પણ ભલે જેમ તેમ રહે (થાઓ) એમ વિચારીને આકારનો સંવર કરીને હું વર્તતા છતાં પણ કઈક દિવસ તે જ નગરમાં તે મારી માતા “આ ડોશી છે” એમ જાણીને નહીં ઈચ્છતા એવા પણ એક ગરીબ પુરુષના ઘરમાં પેઠી. વળી બીજું એવું બન્યું કે-તે મારો નાનો ભાઈ વેશ્યાના સંગવાળે થયો, તે જાણીને તેની ભાર્યાએ તેને વશ કરવા માટે મંત્ર જાણનારને હાથે મંત્રના વિધાન વડે આઠ અંગમાં ખીલા મારેલું એક પુતળું કરાવી તેના (પતિના) ખાટલા નીચે (ભૂમિમાં) નાંખ્યું (ડાયું). તેથી અભિચારિક મંત્રના સામર્થ્ય વડે તે પીડા પાપે, તેથી તેણે આહારનો ત્યાગ કર્યો, જીવવાની આશા નાશ પામી, શરીર ક્ષીણ થયું, ત્યારે મેં સિદ્ધદત્ત નામના નિમિત્તિયાને (જોશીને) બોલાવ્યો. તેણે મંડળ આળેખ્યું, એક કુમારીને મંત્રી તેને વિષે ક્ષેત્રપાળ ઉતાર્યો, તેણે ગૃહિણીએ પ્રયોગ કરેલા પુતળાને વૃત્તાંત કહ્યો તે જાણુને મેં તેને ખોદાવ્યું અને જેટલામાં તે દષ્ટિના વિષયમાં આવ્યું, તેટલામાં તે નાના ભાઈની ભાર્યા પિતાનું દુશ્ચરિત્ર પ્રગટ થવાથી ભય પામી, અને