________________
પ્રભુને ચોથો ભવ-વજીનાભકુમારનો જન્મ
[૬૯]
વિજયમાં શુભંકરા નામની નગરી છે. તેમાં અતિ ઊંચા મોટા પ્રાકાર(ગઢ)વડે વીંટાયેલ હવાથી શત્રુને વિજય પ્રાપ્ત થયું છે એમ લોકવાણી સંભળાતી હતી. તેના રમણીય દેવમંદિર, ત્રિક, ચતુષ્ક, ચસ્વર અને ચરિયાના વિભાગે લાખ વાણીવડે પણ વર્ણન કરી શકાય તેવા નથી. મોટા ભાગ્યશાળી લોકે તેમાં નિવાસ કરે છે, ઇંદ્રની પુરીની જેમ તેમાં સદર દેવજનના સમહ શોભે છે. તથા મોટી રજત(ચાંદી'ની ભૂમિની જેમ લેભ રહિત ડાહ્યા માણસને સુખ આપનારી છે. તથા જે નગરીમાં દિવસના અંતે જ પ્રદેષ શબ્દ કહેવામાં આવે છે, કિંશુકના પુષ્પને વિષે જ કાળા મુખપણું કહેવાય છે, સૂર્યબિંબનો જ અસ્ત કહેવાય છે તથા કુલિંગીને વિષે જટાના આટોપની વિડંબના છે, પરંતુ માણસેને વિષે આ કાંઈ પણ નથી. તે નગરીને પ્રલય કાળના અગ્નિના ઉગ્ર પ્રતાપવડે શત્રુરૂપી જળાશયને સુકવી દેનાર, સદા ઉપયોગી વૈભવના વિસ્તારનું દાન કરવાથી દીન અને દુઃસ્થ જનેને સંતોષ પમાડનાર તથા જાણે સાક્ષાત પાંચમો લેકિપાલ હોય તેમ શોભતો વજુવીર્ય નામને રાજા પાલન કરે છે. વળી તે મેદિનીને ભેગી, માતંગની સંગતિવાળે અને ભેગી લકનો ભક્ત છે, તે પણ સ્વશુચિતાથી પવિત્ર અદ્વિજિહવ કહેવાય છેતે આશ્ચર્ય છે. તે રાજાને બીજી સર્વ સ્ત્રીજનથી અધિક રૂ૫ અને લાવણ્ય વડે મનોહર અંગવાળી, ગીત, વાજીંત્ર અને નૃત્યાદિક કળામાં પ્રવીણ, વિનયનું સ્થાનરૂપ, સૌભાગ્યનું ઉત્પત્તિસ્થાન, ગુરુજનના ચરણકમળની પૂજા કરવામાં તત્પર અને કમળના પત્ર જેવી મોટી શોભાવાળી લક્ષ્મીવતી નામની ભાર્યા છે. તેની સાથે દેવલેકમાં ઈંદ્રની જેમ પાંચ પ્રકારના મનહર અમૂલ્ય વિષયસુખને ભેગવતે તે રાજા રાજ્યનું પાલન કરે છે. કોઈક વખત તે કિરણગ દેવ બારમા દેવલોકથી આવીને તે રાજાની પટ્ટરાણીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પછી કાળને ક્રમે સારા પ્રશસ્ત દેહદના પૂર્ણ કરવાવડે પરિપૂર્ણ મને રથવાળી તે રાણીએ કાંઈક અધિક નવ માસ ગયા પછી પ્રશસ્ત શુભ મુહૂર્ત અને યોગને વિષે પુત્ર પ્રસ. તે સૂર્યની જે રાતા કર(કિરણ-હાથીવાળે થયે, શરીરે સારી ભાવાળે અને મહેલને ઉદ્યોત કરનાર થે. પછી બાર દિવસ વ્યતીત થયા ત્યારે તેનું વજના નામ પાડયું. અનુક્રમે તે કુમારપણું પામે. પછી ગુરુની પાસે સર્વ કળાઓનો સમૂહ તેને ગ્રહણ કરાવ્યો. પછી કાળના ક્રમે કરીને વિશેષ પ્રકારનું રૂપ, સૌભાગ્ય અને લાવણ્ય વડે મનહર યુવાનપણું પામે. તે યૌવનના વશથી તેની નિર્મળ મતિવાળી દષ્ટિ સારી રીતે વિસ્તાર પામી, પરાક્રમની સાથે તેનું વક્ષસ્થળ વૃદ્ધિ પામ્યું, ક્રોધ અને લેભ વિગેરેની સાથે તેનું ઉદર કૃશપણાને પામ્યું, અને નીતિના અનુસરવાની સાથે તેનું ભુજબળ પ્રસર્યું. વળી જે કે તે ત્રણ શક્તિને ધારણ કરે છે, જો કે સરવન (બાણના સમૂહ)ને મૂકતો નથી, અને જે કે શિખિ૧ વિદ્યા, મંત્ર અને વીર્ય (શરીર) આ ત્રણ શક્તિ.
૨ કુમાર ત્રણ શકિતને ધારણ કરે નહીં, સરવન એટલે કામદેવને ચૂકે છે, અને શિખિ એટલે અગ્નિને અથવા મેરને અડકે છે.