________________
[ ૬૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ર જે ઃ
મોહરૂપી પિશાચને છળનાર (નાશ કરનાર) તે તપસ્વી મુનિ મધ્યાન્હ સમયે સૂર્યની સન્મુખ મટકા માર્યા વિનાના સ્થાપન કરેલા નેત્રકમળવાળા રહ્યા હતા, તેને મેટી ભક્તિથી વાંદ્યા અને સેવા કરવા લાગ્યા. ત્યારે તે મુનિ પણ કાર્યોત્સર્ગ પારીને અવધિજ્ઞાનવડે કાર્યને મધ્યને જાણીને તે બન્ને વિદ્યાધર પુત્રને કહેવા લાગ્યા કે –“હે મહાનુભાવ! ચિરકાળને ધન સંબંધી ઘણા પ્રકારની વિડંબનાએ કરીને પ્રધાન (મુખ્ય) અને વિસ્તાદિકને નિમિત્તે અનંત તીક્ષણ દુઃખના સમૂહવડે થયેલે ક્ષોભ શું તમને સાંભરે છે? અથવા મેં ઘણા કાળથી આપેલા ધર્મના ઉપદેશનું સર્વસ્વ શું તમારા હૃદયને વિષે વર્તે છે કે નહીં? આ બાબત સત્ય રીતે કહો. અથવા પૂર્વ કાળનો મેહ વિલાસ સંભારીને શું તમારા મનમાં, જરા પણ ભવમણને નિર્વેદ (વૈરાગ્ય ) છે? જે સાચે નિર્વેદ હોય તે સમગ્ર સંગને ત્યાગ કરીને પાપરૂપી પર્વતને નાશ કરનાર પ્રત્રજ્યાને અંગીકાર કરે.”
આ પ્રમાણે કહ્યું ત્યારે બંધનથી રહિત થયેલા અને સંસારના ભયને પામેલા તે બને એવા એકાંત ઉસુકપણાને પામ્યા, કે જેથી પિતા વિગેરેને પિતાને અભિપ્રાય કહા વિના તે જ વખતે તે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી જિનાગમના અર્થને જાણી, તપ અને સંયમ પાળવામાં સામર્થ્યવાળા થઈ, ચિરકાળ સુધી ગુરુની સાથે રહી પૃથ્વી પર વિચારવા લાગ્યા. પછી ગુરુમહારાજે હમણાં વિધર્મને સૂરિને સ્થાને સ્થાપન કરીને તે જ આ હું, હે ખેચરે! તમારા નગરમાં વિચરું છું. બીજા પણ આ મુનિ ઘણું ભવને વિષે મારો ભાઈ ધનધર્મ નામને છે. હે રાજા ! તમે જે પૂછયું, તે આ દીક્ષાનું કારણ મેં કહ્યું. સારી રીતે સાંભળીને હે રાજા! જે ઉચિત લાગે તે કરે. ખરેખર શુદ્ધ સદ્ધર્મની સામગ્રી ફરીથી મળવી દુર્લભ છે.” આ પ્રમાણે સાંભળીને મનમાં સંવેગને પામેલ વિદ્દગતિ વિદ્યાધરરાજા સૂરીશ્વરને વંદન કરી રાજ્યની સ્વસ્થતા કરવા માટે પિતાના નગરમાં ગયો. ત્યાર પછી તેણે મંત્રી, સામંત રાજા, શ્રેણી અને સેનાપતિ વિગેરે માણસોની સમક્ષ શ્રેષ્ઠ તિથિ, કરણ અને મુહૂર્તને વિષે કિરણગ પુત્રને માટે રાજ્યાભિષેક કર્યો, અને વિદ્યાધર જનોથી પરિવરેલા તે વિદ્યાધીશ્વરે તેને પ્રણામ કર્યા, તથા ગ્યતાથી તેને શિખામણ આપી કે“રાજ્ય ઘણા વિજનવાળું છે, રાજ્યલક્ષમી પણ કપટ કરવામાં ચતુર છે, પ્રાયે કરીને નેકર લેક પણ પોતાના કાર્યમાં રાગી હોય છે, સ્ત્રી જન અત્યંત કુટિલ હદયવાળો હોય છે, શત્રુનું કુળ ઘણું બળવાન હોય છે, તથા ધૃત (જુગાર) વિગેરે વ્યસને પણ અત્યંત દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવા છે, તેથી કરીને હે પુત્ર! તું સાવધાન થઈને કઈ પણ પ્રકારે તેવી રીતે રાજ્યભારનું પાલન કરજે, કે જેથી ખળ પુરુષે તારી હાંસી ન કરે, અને ગુરુજન શેક ન કરે. ચાર જેવા માણસોની પાસે સારી રીતે સમ્યગ્દષ્ટિપણાને પ્રકાશ કરતે, અનીતિને અંધતે, ધર્મના કાર્યને વહન કરતે જેમ ચિરકાળ સુધી સમુદ્ર નદીને સ્વીકાર કરે છે, અને જેમ સૂર્ય પર્વતના શિખર ઉપર ફિર