________________
જ
પ્રભુને ત્રીજો ભવ : તિર્યંચ બનેલા વણિપુત્રોએ સ્વીકારેલ અનશન.
[ ૧૮ ]
મૂછોને વેગ જાણે નાશ પામ્યો હોય તેમ અને સૂઈને ઉડ્યા હોય તેમ ઉઠીને “તે જ આ ભગવાન પરમ ઉપકારી પરમ ગુરુ છે.” એમ જાણી આનંદને ઝરતા નેત્રવાળા તેઓ મુનિના ચરણમાં પડ્યા (નમ્યા). તે જોઈ વિસ્મય પામેલા તે મુનિ કાયોત્સર્ગ પારીને, તેમને ધર્મલાભ આપીને વિચાર કરવા લાગ્યા કે “અહો! આ રાંકડા કેણ છે?” એમ વિચારી અવધિજ્ઞાનના બળથી તેમના પૂર્વભવનો સર્વ વૃત્તાંત જાણીને વિચાર્યું કે“અહો ! કર્મોનું ઈછા પ્રમાણે કરવાપણું કેવું છે ? કે જે એ પ્રમાણે વિશેષ પ્રકારના શ્રાવક ધર્મને પામ્યા છતાં પણ વિષરૂપી વિસૂચિકાવડે જીવિતનો વિયોગ પામી તેવા પ્રકારના કિલષ્ટ (અશભ) પરિણામવડે તિર્યંચ ગતિને પામ્યા.” આ અવસરે શોકના સમૂહથી પાણીને ઝરતા નેત્રવાળા તે મયૂરો સ્નેહ રહિત ગ્રીવાને ઊંચી કરી ભગવાનની સમુખ જેવા લાગ્યા. તે વખતે નેહવાળા નેત્રના નાંખવાપૂર્વક ચારણ મુનિએ કહ્યું કે“હે મહાનુભાવ! અર્થ(ધન) અનર્થનું મેટું કારણ છે, એમ જે પ્રથમ કહ્યું હતું, તે જ તમને હમણું ફળીભૂત થયું. “આજ કાલ અમે ઘરને ત્યાગ કરીએ.” એમ તમે ચિંતવતા હતા તે વખતે ધનના વ્યયથી ક્રોધ પામેલી ભાર્યાએ વિષના પ્રાગવડે આdધ્યાનને વશ થયેલા અને સમક્તિથી ભ્રષ્ટ થયેલા તમારા જીવિતનો નાશ કર્યો, અને તેથી તમે આ તિર્યચપણું પામ્યા. આ પ્રમાણે થયા છતાં પણ પ્રમાદરૂપી શત્રુના સમૂહને ઓળંગીને પૂર્વે કહેલા સુખકારક સમ્યગૂ ધર્મનું આચરણ કરો, અને આ તિર્યચપણને વિષે પ્રીતિ ન કરે, અસંયમ જીવિતને વિષે પણ રમે નહીં, દુષ્કર્મને વિલાસને ભયંકર વિપાક(પરિણામ) છે, એવી ભાવના ભાવે. જેમ વિષને લેશ માત્ર પણ તેને પ્રતિકાર (ઉપાય) નહીં કરવાથી જીવનો વિનાશ કરે છે, તેમ ઉપેક્ષા કરેલું દુષ્કર્મ અહિત કરનારું થાય છે, એમાં શું આશ્ચર્ય છે? તેથી હે ભવ્ય ! જે મારું વચન તમે માનતા હો, તો તમે અનશન ગ્રહણ કરીને, પંચ નમસ્કારમાં તત્પર થઈ આ અસાર શરીરને ત્યાગ કરો. આ તિર્યચપણમાં જીવતાને થોડે પણ ગુણ નથી, તેથી ધર્મધ્યાનમાં તત્પર થઈ ઉત્તમ અર્થને સાધે.” આ પ્રમાણે તે ચારણ મુનિએ ઇચ્છિત કાર્ય કહ્યું ત્યારે તે મયૂરોએ ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કર્યું, પરંતુ તેવા પ્રકારના વીર્યનો ઉલ્લાસ નહીં હોવાથી વિશુદ્ધ સમકિતને પામ્યા વિના ભદ્રકપણામાં વર્તતા તે બને કાળ કરીને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિને વિષે ગગનવલ્લભ પુરના પરમ ઈશ્વર (સ્વામી) સરગ નામના વિદ્યાધર રાજાના પુત્રો થયા. તેઓ અનુક્રમે બુદ્ધિના પ્રકર્ષથી સમગ્ર કળાના સમૂહને જાણનાર થયા, અને આકાશગામી વિગેરે વિદ્યામાં વિચક્ષણ થયા, તેમજ યુવાવસ્થાને પામ્યા. કઈ વખત સરખી વયવાળા મિત્રોથી પરિવરેલા તે બન્ને મોટા તાલ્યના શિખર ઉપર રહેલા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા, તેવામાં તે જ પૂર્વે જેયેલા કાયેત્સર્ગે રહેલા ચારણ મહામુનિને જોયા. તે વખતે તે બન્ને વિદ્યાધર રાજાના પુત્રોને તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી શરણે આવેલા પ્રાણીઓને વત્સલ અને