________________
Um
• પ્રભુનો ત્રીજો ભવ : વણિક પુત્રોએ દેશવિરતિને કરેલ સ્વીકાર.
[ ૧૭ ]
વ્યાધિથી દુઃખી થયેલા પિતાના અને પરના ઉપકાર કરનાર હોય છે. તેથી તેવા પ્રકારના ગુરુ દુર્લભ છે. આ બારમી ગુરુદુર્લભતા નામની ભાવના છે.
આ પ્રમાણે સંપૂર્ણ સ્વરૂપવાળો બાર ભાવનાનો સમૂહ મેં કહ્યો. હવે તે દરેક ભાવનાનું ફળ હું દેખાડું છું, તે તમે સાંભળે. પહેલી ભાવના ભાવવાથી શરીર, ધન અને પુત્રાદિક ઈષ્ટ વસ્તુને નાશ થાય તે પણ આત્માને તેને શોક થતો નથી. બીજી ભાવનાથી હાથી, રથ, અશ્વ, રથ, દ્ધા, ધન, સ્વજન (અથવા શા) વિગેરે હોવા છતાં પણ તેના નાશમાં ચિત્ત ખેદ પામતું નથી. ત્રીજી સંસાર ભાવનાથી દેવ, તિર્યંચ, મનુષ્ય અને નરક એ ચાર ગતિના ભ્રમણને વિચારનારને અવશ્ય અનંત મોટો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. જેથી એકત્વ ભાવનાથી સ્વજનાદિકની અસારતા જાણીને તવબુદ્ધિથી એકાંતપણે આત્માના હિતમાં જ પ્રવર્તે છે. પાંચમી અન્યત્વ ભાવનાથી પોતાના આત્માને સર્વ પદાર્થોથી જુદે જાતે પુરુષ સમગ્ર વસ્તુને નાશ થવા છતાં પણ સંતાપને પામતા નથી. છઠ્ઠી અશુચિ ભાવનાથી પોતાના શરીરમાં રસ, રુધિર, વિષ્ટા, ચરબી વિગેરેનું કક્ષપણું જેતે પુરુષ સુંદરપણાને ત્યાગ કરે છે. સાતમી આશ્રવ ભાવનાને નિરંતર મનમાં મરણ કરતે મનુષ્ય જીવવધાદિકથી ઉત્પન્ન થયેલા કડવા ફળના વિપાકને જાણે છે. તેનું જ્ઞાન થવાથી સંવર ભાવનાવડે પ્રાણવધાદિક સર્વ પાપસ્થાનેને સર્વથા સંવરે છે (અટકાવે છે). ત્યારપછી નવમી નિર્જરા ભાવનાથી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપવડે પૂર્વે ઉપાર્જન કરેલા કર્મની અવશ્ય નિર્જરા (ક્ષય) કરે છે, ચાદ રજજુ ઊંચા લેકમાં એ કઈ લેશ માત્ર પણ પ્રદેશ નથી, કે જેમાં આ જીવ ઉત્પન્ન થયે ન હોય અને મરણ પામ્યું ન હોય. આ પ્રમાણે લેક ભાવના ભાવવી. અનેક પ્રકારના કુવિકલપના વશથી ઉલાસ પામતા મિથ્યાત્વના મોહથી મૂઢ થયેલા મનુષ્ય બેધિને દુર્લભ કરે છે, તેથી તેને સુલભ પણ માટે યત્ન કરે. સમગ્ર ગુણોના આધાર અને ભયથી પીડા પામેલા પ્રાણીઓને ઉદ્ધાર કરનાર ગુરુ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તેથી તેમની સેવા કરવામાં ઉદ્યમ કરે. આ પ્રમાણે પિતાપિતાના વિષયથી ઉત્પન્ન થતાં ફળના સારવાળું ભાવનાનું સ્વરૂપ સાંભળીને અને જાણીને આત્માને હિત કરનાર અનુષ્ઠાન કરે.” * આ પ્રમાણે તે ચારણમુનિએ કહ્યું ત્યારે તે બન્ને ભાઈઓ ઉત્પન્ન થયેલા નિર્મળ વિવેકરૂપ નેત્રવડે પરસપરની ઇર્ષાને ત્યાગ કરી, પૂર્વે નિધાન કરેલા દ્રવ્યના સંબંધને જાણી તથા ઉત્પન્ન થયેલા પૂર્વભવના વૃત્તાંતને સ્મરણ કરી લજજાના સમૂહથી ભમતા નેત્રવાળા થઈને શોક કરવા લાગ્યા. ત્યારે પૂજ્ય મુનિરાજે તેમને કહ્યું કે “હે મહાનુભાવ! અત્યારે પૂર્વે થઈ ગયેલ વસ્તુને નિષ્ફળ શેક કરવાથી શું ફળ મળે? આ સમયને જે ઉચિત હોય, તે કરો.” ત્યારે તે વણિકપુત્ર બોલ્યા કે –“હે ભગવાન! શું
૮