________________
-
--
--
-
-
-
-
--
-
-
-
[ પ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જે ઃ
જેવા વિષમ ભવસાગરને વિષે જેને પ્રથમ તે જંગમપણું પામવું પણ મુશ્કેલ છે. કેમકે સુખની શોધ કરનાર (ઈચ્છનાર) તે જીવો સુખને માટે સર્વ આશ્રવના દ્વારને વિષે પ્રવર્તે છે. તેથી પ્રમાદ અને મિથ્યાત્વવડે ઉલાસ પામેલા મોટા મોહના મહિમાથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુરૂપ એકેંદ્રિયને વિષે ઉત્પન્ન થાય છે. તેમાં અસંખ્ય કાળ સુધી નિરંતર દુઃખને અનુભવે છે અને વળી વનસ્પતિમાં જાય ત્યારે ત્યાં અનંત કાળ સુધી અકલ્યાણને ભજનારા થાય છે. આ પ્રકારે કંઈ પણ રીતે ચિર કાળ સુધી પ્રાપ્ત કરેલા દ્વીદ્વિયાદિકપણે ઉત્પન્ન થઈને ત્યાં મોટું દુ:ખ ભોગવીને મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. કોઈ પણ પ્રકારે (મહા કષ્ટથી) મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય, તે પણ ક્ષેત્ર, જાતિ વિગેરે ધર્મસાધનના અંગ રહિત પ્રાપ્ત થાય છે અને કોઈક પ્રકારે ક્ષેત્ર, જાતિ વિગેરે સહિત પ્રાપ્ત થયા છતાં પણ આલસ્ય અને મેહ વિગેરે મોટા વિઘ સહિત હેવાથી ધિલાભને ઉત્પન્ન કરવાને સમર્થ થતું નથી. અથવા ધર્મ, ગુરુ, તીર્થકર, સંઘ અને ચિત્યના વિરુદ્ધપણાએ કરીને, શુદ્ધ ધર્મનું શ્રવણ નહીં કરવાવડે, કષાયના ઉત્કટપણાવડે, અત્યંત દુખે કરીને દમી શકાય એવા ઇંદ્રિરૂપી ગજેના નિરંકુશપણાએ કરીને, કલ્યાણ મિત્રની અપ્રાપ્તિએ કરીને, ત્રણ ગારવના મોટાપણાએ કરીને તથા પાપ વાસનાનો અનાદિકાળથી અભ્યાસ કરેલ હોવાથી પ્રાણીઓએ પ્રાપ્ત કરેલી બેધિ નાશ પામે છે. આ પ્રમાણે અગ્યારમી બેધિદુર્લભ ભાવના છે. (૧૧). ત્યારપછી ગુરુદુર્લભતા ભાવના છે. તે આ પ્રમાણે-જ્યાં સુધી વિશેષે કરીને સદ્ધર્મ ક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થયેલી બેધિનું સફળ પણ નથી, અને તે ક્રિયાનું કરવાપણું સમ્યફપ્રકારે તેના જ્ઞાનથી થાય છે, અને તેનું જ્ઞાન સભ્યપ્રકારે તેનું શ્રવણ કરવાથી થાય છે, અને તેનું શ્રવણ સદ્દગુરૂ પાસેથી થાય છે, વળી તે ગુરુ પણ સ્વસમય (શાસ્ત્ર) અને પરસમયમાં નિપુણ, આકૃતિવડે તેજસ્વી, પરવાદીના ગર્વને દૂર કરવાવડે બળવાન, નિર્મળ જ્ઞાનાદિક ગુણવડે યશસ્વી, પાંચ પ્રકારના આચારને જાણનાર અને પિતે તેનું સભ્યપ્રકારે આચરણ કરનાર, તથા બીજાને તેનો ઉપદેશ કરનાર, પરોપકાર કરવામાં તત્પર, પ્રકૃતિવડે ગંભીર, કોઈ પણ પ્રકારે કાર્યને વિનાશ થાય તે પણ ખેદ રહિત, પ્રશમરૂપી લક્ષમીને કમલાકર (સરેવર) સમાન, સુમધ્યાન અને સ્વાધ્યાયમાં તત્પર, શાસ્ત્રના અર્થને કહેનાર, તત્વને વિચાર કરવામાં કુશળ, શીલ વડે નિર્મળ, પ્રાણીઓના હિતની પ્રવૃત્તિમાં ઉદ્યમવાળા, ધનને સંચય નહીં કરનાર, નિર્દોષ આહાર કરનાર, વિકથા રહિત અને માયા રહિત, આ વિગેરે ગુણેએ કરીને સહિત એવા ગુરુને સંગમ દુર્લભ છે. તથા વળી જેમ આકડાથી ઉત્પન્ન થયેલું અને ગાયથી ઉત્પન્ન થએલું પણ દૂધ જ માત્ર કહેવાય છે, પરંતુ અર્થક્રિયાનડે (ઉપગપાવડે ) ગાયનું દૂધ જ ભેજનમાં ઉગી હેવાથી ઉપયોગમાં આવે છે. આ પ્રમાણે ગુરુઓ પણ પિતા પોતાના પાખંડ શાસ્ત્રમાં સામાન્ય રીતે મહત્તર (અતિ મોટા પૂજ્ય) કહેવાય છે, પરંતુ પૂર્વે કહેલા ગુણવડે યુક્ત જે હેય, તે જ સારા વૈદ્યપણાએ કરીને કર્મરૂપી