________________
. પ્રભુને બીજો ભવ : અને અરવિંદ મુનિએ વનહસ્તીને કરેલ ઉપદેશ.
[૩૩]
*ધર્મ અંગીકાર કર્યો છે એમ સૂચવન કરવા માટે તે હાથીએ પિતાનું મસ્તક ચલાવ્યું અને સુંઢનો અગ્રભાગ ઊંચો કર્યો. આકાર અને ચેષ્ટા કરવાવડે તેણે ધર્મનો અભિપ્રાય જણાવ્યા. મુનિએ પણ તેને ભાવાર્થ જાણીને તેને સમ્યકત્વ સહિત પાંચ અણુવ્રતના સારવાળે શ્રાવક ધર્મને વ્યાપાર અંગીકાર કરાવ્યું. તે જ પ્રમાણે સમગ્ર કાર્યને વિસ્તાર અવધારણ કરીને (ગ્રહણ કરીને) અને આદર સહિત ઉત્તમ મુનિરાજના ચરણકમળને નમીને હાથીના ટેળાને સ્વામી તે હાથી જે પ્રમાણે આવ્યું હતું, તે પ્રમાણે પાછા ગયે. આ અવસરે (ત્યારપછી) પ્રત્યક્ષ થયેલા (ચેલા) શ્રેષ્ઠ હાથીના ચરિત્રવડે મનમાં આશ્ચર્ય પામેલા તે સર્વે સાર્થના લેકે એકઠા થઈને સાગરદત્તની સાથે મુનિરાજના માહાત્મ્યને વારંવાર વર્ણન કરતા કરતા ત્યાં આવીને મુનિરાજના ચરણકમળમાં પડ્યા. તથા તેમાંથી કેટલાક લેકે સમકિતને અંગીકાર કર્યું, અને કેટલાક દેશવિરતિને અંગીકાર કર્યું. સાગરદત્ત સાથે વાહ પણ વિશેષ કરીને ઉલ્લાસ પામતા શુભ ભાવવાળે, જૈનધર્મમાં અત્યંત નિશ્ચળ અને દેવો સહિત દેવેંદ્રોના સમૂહવડે પણ ધર્મથી ભ ન પમાડી શકાય તેવો થશે. ત્યારપછી તરત જ પ્રયાણ કરીને ઈચ્છા મુજબ ત્યાંથી ચાલ્યો, અરવિંદ નામના શ્રેષ્ઠ મુનિ પણ અસાધારણ (મોટા) તપના સામર્થ્યવડે દુઃખે કરીને ચડી શકાય તેવા અષ્ટાપદગિરિ ઉપર ગૌતમસ્વામીની જેમ ચડી ગયા. ત્યાં ભગવાન આદિ જિનેશ્વરનું મંદિર જોયું. તે મંદિર કેવું છે? તે કહે છે.
તે મંદિરના ઊંચા શિખર ઉપર લાગેલી ઊડતી વેત ધ્વજાને આરોપ (ફરકવું) છે. જાણે કે તે ભવરૂપી સમુદ્રને તારવા માટે ઊંચા કરેલા સિત પટ(વાવટા–સઢ)વાળું વહાણ હાય તેમ શેભે છે. વિવિધ પ્રકારના મણિઓના સમૂહવાળું તેનું શિખર છે, તે જાણે
સ્કુરાયમાન, દેદીપ્યમાન અને ઘણા શોભતા રત્નની કાંતિના સમૂહવાળું ઇંદ્રધનુષ હોય , તેમ શોભે છે. તે પર્વત ઉપર દેવના સમૂહે કૂદતા હતા, સ્તુતિ કરતા હતા, સમવસરતા
હતા, પૂજા કરતા હતા, અને પાછો જતા હતા, તથા દેવીઓ રાસડા લેવા માટે હાથની તાળીઓ વગાડીને કોલાહલ કરતી હતી. અત્યંત ફરકતી ધ્વજારૂપી આંગળીને મિષ(હાના)વડે જાણે ભવ્ય પ્રાણીઓને બોલાવતું હોય, અને વાગતા ઘંટાના મિષવડે જાણે સ્વાગતને બોલતું હોય તેમ તે મંદિર શોભે છે. બળતા અગરૂ અને કપૂરના (ધૂપના) ધૂમાડાવડે સર્વ દિશાઓના છેડા અંધકારવાળા થયા હતા, તે જાણે મંદ વાયુવડે ચલાયમાન થયેલ સૂક્ષમ વાદળના સમૂહને અનુરાગ કર્યો હોય તેમ શોભે છે. આ પ્રમાણે હાર (ધળા પુષ્પની માળા), હંસ અને મહાદેવના હાસ્યની જેવા ગૌર (ત) વર્ણવાળા અને ભરત રાજાની કીર્તિનું જાણે શિખર હોય તેવા તે જિનેશ્વરના મંદિરને જોઈને તત્કાળ તે મુનિ રંજિત (રાજી) થયા. દૂરથી જ મસ્તકને પૃથ્વી ઉપર નમાવીને જય જય શબ્દને બેલતા હર્ષના વશથી વિકસ્વર નેત્રવાળા તે મુનિરાજે શીધ્રપણે જિનાયતનમાં પ્રવેશ કર્યો.