________________
(
. પ્રભુને બીજો ભવ ? અને અરવિંદ મુનિએ વનહસ્તીને કરેલ ઉપદેશ.
[ ૩૧ ]
" હાથીને મોટા ભયથી ભમતા નેત્રવાળા અને ત્રાસ પામેલા સાથે છે. તે વખતે પૂર્વે સારી રીતે કરેલા (મોટા) પાપરૂપી પવનવડે ઉખેડ્યા હોય તેમ ભયથી આતુર થયેલા તે સર્વે મુસાફરો જલદીથી ચેતરફ નાસી ગયા. તથા ભયથી અસ્થિર થયેલે, ચંચળ અને ઉછળતા લેનવાળો, ગળી ગયેલા (છૂટેલા) કેશપાશવાળો અને હા! હા! હા ! હા! (અરે રે, એવા) શબ્દને કરતો સ્ત્રીઓને સમૂહ શીધ્રપણે નાશી ગયે. તથા એક તરફ મોટા ગાડાને સમૂહ ઉછળવા લાગે, બીજી તરફ ગાડાના હાંકનારા નાશી ગયા, ત્રીજી તરફ ફેંકાયેલા ગાડરના વિસ્તારની વ્યથાને આડંબર થયે, એક તરફ ફેંકાયેલા બાળકેથી લેકે ભ્રાંતિ પામેલા અને ખેદ પામેલા થયા, બીજી તરફ હાથીની સૂંઢથી ત્યાગ કરાયેલા ઉંટ અને ઘેડા શબ્દ કરવા (આરડવા) લાગ્યા. બધી દિશાઓમાં સર્વ ભાંડ (કરીયાણા) વિખરાઈ ગયા, પાણી ભરેલા ઘડાના કકડે કકડા થઈ ગયા, અને તે પૃથ્વી ઉકરડાના જેવી થઈ. આ પ્રમાણે સર્વ ખેરવિખેર (ખરાબ) થયું. આ પ્રમાણે સ્વેચ્છાથી ક્રોધ અને ઉત્સાહથી સર્વ સાર્થને વિચ્છાદન (કાંતિ રહિત) કરનાર, ચોતરફ ભમતા મદોન્મત્ત તે મેટા હાથીને જોઈને અરવિંદ મુનિ મહારાજ મનમાં જરાપણ ક્ષોભ પામ્યા નહીં, અને અવધિજ્ઞાનવડે તે હાથીના પ્રતિબંધને સમય જાણે, તેથી તે મહાત્મા મંદરાચળની જેમ કાયોત્સર્ગવડે સ્થિર રહ્યા. તે મોટો હાથી પણ સમગ્ર ટોળાથી પરિવરે, સર્વ સાર્થના ધન, યાન, વાહન વિગેરેને ચૂર્ણ કરીને આમ તેમ જોવા લાગ્યો, તે વખતે ઊર્થસ્થાને રહેલા મુનિને જોઈ એકદમ તેની સન્મુખ દોડ્યો. ત્યાં તેના તપના માહાસ્યથી હણાયેલા સામર્થ્યવાળો, પિતાના મસ્તક ઉપર હણાયો હોય તેમ તે હાથી ભય, હાસ્ય અને ક્રોધના પ્રચાર રહિત તે સિંહ જેવા મુનિને જોઈને જ ક્રોધ અને ઉત્સાહથી ભગ્ન થયે, મારવાને તેને અભિલાષ નાશ પામે, દયા પ્રધાનવાળો સંવેગનો આવેગ તેને ઉછળવા લાગે, તેથી જાણે ચિત્રમાં આળેખે હોય અથવા માટીને બનાવેલ હોય તેમ તે મુનિરાજની પાસે ઉભે રહ્યો. તે મુનિએ પણ કાયોત્સર્ગ પારીને અંજન પર્વતની જેવા સ્થિર શરીરવાળા તે વનહસ્તીને પ્રતિબંધ કરવા માટે અત્યંત મધુર અને મનહર વાણી વડે કહ્યું કે-“હે વનહતી ! પૂર્વે અનુભવ કરેલ મરૂભૂતિને ભવે શું તને સાંભરતો નથી? અથવા શું મને અરવિંદ નામના રાજર્ષિને ઓળખતા નથી? અથવા શું તે પૂર્વે અંગીકાર કરેલા સર્વજ્ઞના ધર્મને વિચારતે નથી?” આ પ્રમાણે સાંભળીને હાહાદિક માર્ગમાં પ્રવતેલા તે હાથીને (જાતિસ્મરણ) પૂર્વજાતિનું સ્મરણ થયું. ત્યારપછી મોટા સંતોષ(હર્ષ)ના પ્રકર્ષ(અત્યંતપણા પૂર્વક તે હાથીએ પૃથ્વીતળ ઉપર મસ્તક લેઠાવીને (મૂકીને) તે તપસ્વીને વંદના કરી, અને સ્વભાવથી જ કોમળ તેના ચરણકમળના તળીયાને સ્પર્શ કર્યો. કમઠને કરેલી કદર્થના સાંભરવાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવડે અશ્રુને ઝરતા 'નેત્રવાળે તે હાથી તેની પ પાસના (સેવા) કરવા પ્રવર્યો. તે વખતે તેને તપસ્વીએ