________________
• પ્રભુને બીજો ભવ અને અરવિંદ મુનિએ સાર્થવાહને આપેલ બેધ.
[ ૨૯ ]
»^^^
^^^
^^^^
^
^
નિધાનને લાભ છે. તેથી કરીને આપના પ્રવ્રજ્યાના અંગીકારથી જ મેં એમ જાણ્યું છે કેઆ સંસાર અત્યંત અસાર છે. જે એમ (અસાર) ન હોય તે આ સંસારનો ત્યાગ કરીને મનવડે પણ દુઃખે કરીને આચરી (પાળી) શકાય એવા અને જેવા માત્રથી પણ રૂંવાડાને ઉછાળનાર આ સંયમરૂપી મોટા ભારને આપે કેમ અંગીકાર કર્યો હોય? હે ભગવાન! સારા ચરિત્રવડે (વિહારવડે ) આપે આ પૃથ્વીને પવિત્ર કરી છે, ઘણા દુઃખના ભારથી વ્યાપ્ત થયેલા ભવ્ય લેકને આપે શરણવાળો (આશરાવાળે) કર્યો છે, તથા આપે પિતાનું જન્મ અને જીવિત સફળ કર્યું છે, જંગમ તીર્થરૂપ આપે મને પણ ઉપદેશ આપે, તેથી હું મારા આત્માને હરિ વિષ્ણુ) અને હર (મહાદેવ) વિગેરેથી પણ અધિક માનું છું, અને પુણ્યશાળી પુરુષોને પણ અગ્રેસર હું થયો છું એમ હું કહું છું, માત્ર મારે આ એક જ મોટું દુઃખ છે, કે જેથી પ્રવ્રાજ્ય ગ્રહણ કરીને આપના ચરણકમળની સેવા કરવામાં તત્પર થવાને હું શક્તિમાન નથી. અહો! મારી અધન્યતા! કે જેથી અમૂલ્ય રત્નના નિધિને તુચ્છ (ખરાબ) ચેષ્ટોવાળે હું ગ્રહણ કરવા શક્તિમાન થયે નહીં, ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયા છતાં પણ તેને મેં મોટી અવજ્ઞાપૂર્વક જે. અથવા તે શું કરાય (થાય)? ક્ષીરસમુદ્રમાં સ્થાપન કરેલ નિધિ અધિક ગ્રહણ કરી શકાય તેવો નથી, તેથી કરીને હે ભગવાન! જન્મથી જ રંક જેવા અને વરાટિકા (કડી) માત્રના લાભથી પણ સંતુષ્ટ થનારા મને કાંઈ પણ ઉચિત ધર્મકાર્ય કહે,” ત્યારે ગુરુમહારાજ બોલ્યા કે
અહો ! ભક્તિના સારવડે કે સુંદર આ વચનને વિન્યાસ (સ્થાપન) છે! અહા ! આ સીમા રહિત ઉપદેશને સ્વીકાર છે! બીજે કયે માણસ આવું બોલવા સમર્થ થાય ? તેથી કરીને હે ભદ્ર! સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન, ગુણરૂપી માણિક્યના કરંડીયા સમાન, મેહરૂપી હાથીને નિવારણ કરવામાં કિલ્લા સમાન, દુઃખરૂપી વૃક્ષના સમૂહને કાપી નાંખનાર, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં પ્રચંડ સૂર્યસમાન એવા સર્વજ્ઞ દેવ( જિનેશ્વર)ને ભક્તિ યુક્ત થઈને તું દેવબુદ્ધિવડે અંગીકાર કર. સારા સાધુને જ ગુરુ તરીકે માન, જિનેશ્વરે કહેલા તત્વને પ્રમાણરૂપ માન, તથા “જીવહિંસાને હું નહીં કરું” એમ નિરંતર તું અંગીકાર કર.” આ પ્રમાણે મુનિવડે કહેવાયેલ અને વૃદ્ધિ પામતા વિશુદ્ધ સમતિના પરિણામવાળો તે સાર્થવાહ શિષ્યની જેમ પૃથ્વી પીઠ ઉપર મસ્તકને નમાવીને બે કે-“મને આપે કહેલે ધર્મ હું જિંદગી પર્યત પાળવાન છું, કારણ વિનાના બંધુરૂપ આપે સંસારરૂપી કૂવાથી મારો ઉદ્ધાર કર્યો છે. આપના સિવાય બીજે કેણ આવો ઉપકાર કરે? અથવા આવું કહેવાને કણ શક્તિમાન છે? અથવા બીજા કોનું આવું અમૂલ્ય માહાસ્ય છે? ઘણું કહેવાથી શું ? આપના ચરણકમળની સેવા કરવાને અગ્ય અમે ગ્રહવાસની વાસનાવડે બંધાયેલા જ રહીએ છીએ.” આ પ્રમાણે સારી ભાવનાવાળા મેટા (ગંભીર) વચન બોલવા પૂર્વક જેણે અધિક નેહ દેખાડ્યો છે એ તે મહાત્મા (સાર્થવાહ) પોતાનું કાર્ય કરવામાં ઉદ્યમી થયે, દિવસે દિવસે તેને શુભ ભાવ