________________
0
પ્રભુનો બીજો ભવ: અરવિંદ મુનિએ સાગરદત્ત શ્રેણીને કહેલ અષ્ટાપદ પર્વતનું વર્ણન. [ ૧૭ ]
^^^^
^
^
^^^^^^^
પૂર્વ સુધી રાજ્યનું પાલન કરી, શિલ્પ અને કળાને પ્રગટ કરી (સર્વને શીખવી) તથા કુળની પ્રવૃત્તિને માટે નીતિને દેખાડી હતી. ત્યારપછી તેમને સંસારને વૈરાગ્ય થયે, તે વખતે સર્વે પુત્રને પિતાનું રાજ્ય વહેંચી આપ્યું, અને પોતે સંસારમાં પડેલા ત્રણે જગતને ઉદ્ધાર કરવા માટે પ્રવ્રજ્યા અંગીકાર કરી. એક લાખ પૂર્વ સુધી ભવ્ય પ્રાણીઓને અમૂલ્ય ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મને ઉપદેશ આપી તે ભગવાન મોક્ષના સુખને પામ્યા. અષ્ટાપદ પર્વત ઉપર દશ હજાર શ્રેષ્ઠ સાધુઓ વડે પરિવરેલા તે ભગવાન મોક્ષ પામ્યા, તે વખતે ઇંદ્રોએ તેમને નિષ્ક્રમણ ઉત્સવ કર્યો. તે અષ્ટાપદ ગિરિ ઉપર ભરત રાજાએ તે ત્રણ ભુવનના અદ્વિતીય પ્રભુનું મેરુપર્વતને હાંસી કરનારું, રવડે મનહર અને ઉદાર (મેટું) ચિત્ય કરાવ્યું. અને તે ચિત્યને વિષે પિતાપિતાની પ્રમાણે, સંસ્થાન, વર્ણ અને રૂપને ધારણ કરનાર તથા સર્વ રત્નોમય અંગવાળી સર્વે (વિશે) તીર્થકરોની પ્રતિમાઓ સ્થાપના કરી છે, તેથી તેમને વંદન કરવા માટે અમે હાલમાં ચાલ્યા છીએ. તે પ્રતિમાઓનું દર્શન કરવાથી પણ ઘણા સેંકડે ભવમાં ઉપાર્જન કરેલું (બાંધેલું) પાપ નાશ પામે છે. તે સ્થાને જે લેકે તે જિને. શ્વરની સ્તુતિ કરે છે, તેમને વંદન કરે છે, તથા પૂજે છે, તેઓ જ આ જગતમાં સુકૃત(પુણ્ય)ના ભંડાર છે, અને તેઓ જ કલ્યાણના ભાજન(પાત્ર)રૂપ છે. તેથી કરીને હે સાર્થવાહ! આ અષ્ટાપદ નામનો ગિરિ મહાતીર્થ છે. તેના દર્શનને માટે અમો અહીં આવ્યા છીએ. આ જ પરમાર્થ છે.”
આ પ્રમાણે સાંભળી સાર્થવાહ બે કે “તમે પિતા જેવા જ છે, તેથી હું પૂછું છું કે આ જિનેશ્વર કોણ છે? અને તેઓએ કહેલા ધર્મને પરમાર્થ શો છે? સર્વથા પ્રકારે મારા પર કૃપા કરીને આપ કહે.” ત્યારે તે સાધુ મહારાજે કહ્યું કે-“હે મહા'ભાગ્યશાળી! તું સાંભળ.-જગતની કદર્થના (પીડા) કરવાવડે જેઓએ જયપતાકા, પ્રાપ્ત કરી છે, જેઓએ વિષ્ણુ અને બ્રહ્મા વિગેરે દેવોના સમૂહનું માહાત્મ્ય મથન કર્યું છે એવા રાગ, દ્વેષ અને મોહરૂપી મોટા શત્રુઓને જેઓએ તપ, નિયમ અને ધ્યાનવડે જીતી લીધા છે, તે જિનેશ્વર કહેવાય છે. વળી તેઓ ચેત્રીશ અતિશય વડે યુક્ત સહિત) હોય છે, અઢાર દોષને દૂરથી જ મૂકનારા (ત્યાગ કરનારા) છે, ત્રણે લોકમાં પૂજ્ય છે, બીજાઓનું હિત કરવામાં તત્પર હોય છે, અને મહા સત્ત્વવાળા હોય છે. તથા વળી ધર્મ તેમના મુખરૂપી કમળથી નીકળેલો, સર્વ પ્રાણીઓના સુખને હેતુ (કારણ), સર્વ ગુણોને આધારરૂપ અને પ્રાણવધની (હિંસાની), અસત્ય બોલવાની અને ચેરીની વિરતિ, વિષયને ત્યાગ અને પરિગ્રહને ત્યાગ આ પાંચ પ્રકારને ધર્મ સંસારરૂપી લતાને નાશ કરવાથી(માં) હાથી સમાન છે, રાગ અને દ્વેષરૂપી અગ્નિને બુઝાવવામાં મેઘની ઘટા જેવો છે, ત્રણ • ૧ કરવું, કરાવવું અને અનુમોદવું. અથવા મન, વચન અને કાયાવડે કરવું.