________________
[ ૨૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ઃ : પ્રસ્તાવ ૧ લા ઃ
શું? તું સંયમરૂપી રાજ્યને વિષે તેવા પ્રકારના વીર્યના ઉલ્લાસ કર, કે જે પ્રકારે શીઘ્રપણે સિદ્ધિપદને તું પામે. ” આ પ્રમાણે ગુરુનુ વચન સાંભળીને—“ હું આપના ઉપદેશને ઇચ્છુ છું. ” એમ ખેલતા અરવિંદ રાજર્ષિનું મુખકમળ હ પામ્યું ( વિકસ્વર થયું) અને શરીરને વિષે અત્યંત હર્ષ થયા. પ્રાપ્ત કરવા લાયક મને પ્રાપ્ત થયું છે, એમ માનતા તથા ભવસાગરને હું તરી ગયા છું, એમ પેાતાના આત્માને માનતા તથા ગુરુપાદની સ્તુતિ કરતા તે રાજર્ષિ આ પ્રમાણે વાણી એલ્યા કે–“ પ્રસન્ન થયેલા આપ ગુરુમહારાજ જે પ્રકારે મારા ઉપકાર કરવાને સમર્થ છે, તે પ્રકારે માતા, પિતા, પત્ની, પુત્ર, મિત્ર, અંધુ કે સ્વામી વિગેરે કાઇ પણ ઉપકાર કરવાને સમર્થ નથી. કારણ વિના જ વાત્સલ્યવાળા આપનું હું શું કરું? અને શું આપું? અથવા તા આપ પ્રત્યુપકારની ઈચ્છા વિનાના કલ્પવૃક્ષરૂપ જ છે, તેથી કરીને શકા રહિત મારા ઉપર માટા અનુગ્રહ કરીને સ્ખલના પામેલા, લજજા પામેલા, અપરાધી અને પ્રમાદી મારા આત્માને આપે સદા અનુશાસન કરવું ( શિક્ષા કરવી ).
ܕܕ
આ પ્રમાણે કલ્પવૃક્ષ સમાન ગુરુચરણની સ્તુતિ કરતા, ગ્રહણાશિક્ષા અને આસેવના– શિક્ષાને વિષે મેાટા પ્રયત્નને કરતા, માન અને અપમાનને વિષે સમાન ચિત્તવાળાં, સૂત્ર સહિત અને અર્થ સહિત સિદ્ધાંતનું અવધારણ કરતા, ગુરુમહારાજની સાથે ગામ, આકર ( ખાણ ), નગર, ખેટ અને રકટ વિગેરેમાં વિહાર ક્રુરતા અને માત્ર દનવડે.જ ભવ્યજનને મહા આનંદ ઉત્પન્ન કરતા તે રાજર્ષિ અનિયમિત વિહારવર્ડ પÖટન કરવા પ્રો. કાઇક દિવસે સમગ્ર સૂત્ર અને અર્થને જાણનાર અને દુ:સહું પરીષહાને સહુન કરવામાં ધીરજવાળા તે મહાત્માને અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ, પછી ગુરુની અનુજ્ઞાથી એકલવિહારીપણાને પામ્યા. ઋષભાદિક જિનેશ્વરાના ચરણકમળને વાંદવા માટે સાગરદત્ત નામના સાર્થવાહની સાથે અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા. માર્ગોમાં કાઇ એક પ્રસ ંગે સાગરદત્તે તે રાષિને પૂછ્યું કે હું ભગવાન (પૂજય )! આપને કયાં જવું છે ? ” ત્યારે ભગવાન ખેલ્યા-“ અષ્ટાપગિરિના દર્શનને માટે મારે જવુ` છે. ” સાર્થવાહે પૂછ્યું કે—“ હું ભગવાન ! તે અષ્ટાપગિરિ કયા છે ? ” સાધુએ કહ્યું-“તુ સાંભળ—
કૃતયુગને વિષે અવતાર ( જન્મ )
પામેલા, શ્રીનાભિ રાજાના પુત્ર અને દેવ ( દેદીપ્યમાન ) શ્રી ઋષભનાથ નામના રાજા પ્રથમ તીર્થંકર હતા. તેના પુત્ર ભરત નામના ચક્રવતી જગતમાં પ્રસિદ્ધ હતા, અને ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના મુગટાના કિરણેાની શ્રેણિવડે તેના ચરણ વ્યાપ્ત થતા હતા. તથા બીજા પણ અનુપમ ભુજના ખળવડે સુર અને અસુરને વિસ્મય પમાડનારા અને જગતમાં પ્રસિદ્ધ શ્રીબાહુબલિ વિગેરે નવાણુ* પુત્ર મનુષ્યામાં શ્રેષ્ઠ હતા. તે પરમાત્માએ ( ઋષભદેવે ) ત્રાશી લાખ
૧ ધૂળના કિલ્લાવાળું નગર, ૨ ખરાબ નગર.