________________
-
-
•
પ્રભુને બીજો ભવ : અને અરવિંદ રાજાને સર્વ સંગ ત્યાગ.
[ ૨૫ ]
ઉપરથી ઉતરીને તેણે રાજાના સર્વ ચિહ્નો દૂર મૂકી દીધા, પછી મેટા વિનયવડે ત્રણ પ્રદક્ષિણ આપવા પૂર્વક સમગ્ર ગુણરૂપી રત્નના નિધાનરૂપ, મૂર્તિમાન જાણે શ્રમણધર્મ હોય તેવા, સમગ્ર ગણિવિદ્યારૂપી સમુદ્રના પારગામી તથા દૂર દેશથી આવેલા સેવા કરવાની ઈચ્છાવાળા શિષવર્ગ વડે સેવાતા ચરણકમળવાળા સામંતભદ્રસૂરિ મહારાજના ચરણકમળને વંદન કરીને આનંદવડે વિકસ્વર થયેલા નેત્રકમળવાળો, હર્ષના સમૂહવડે વિકાસ પામતા
માંચવડે વ્યાસ શરીરવાળે, સમગ્ર તીર્થના દર્શનવડે પાપને નાશ કરનાર અને સંસારરૂપી મોટા સમુદ્રથી ઉતરેલા પિતાના આત્માને માનતો તે રાજા પોતાના કપાળ ઉપર હાથરૂપી કમળના કેશને ધારણ કરી વિનંતિ કરવા લાગે કે-“હે ભગવાન! આ સંસારરૂપી સમુદ્ર આવી પડતી હજારો આપદારૂપી જળથી ભરેલો છે, જન્મ, જરા અને મરણરૂપી કલૅલના ઉછળતા જળના સમૂહવડે ભરેલો છે, વિવિધ પ્રકારને મોટા વ્યાધિરૂપી ઉલાસ પામતા ભયંકર ગ્રાહના સમૂહવાળે છે, નિરંતર પ્રસરતા રોગ અને શકરૂપી મગરમચ્છ વિગેરેથી ભયંકર છે. તેથી કરીને આપ ખલાસીરૂપ થઈને સારી રીતે તૈયાર થયેલ પ્રવજ્યારૂપી વહાણવડે મારા પર દયા લાવીને નેહાળ બંધુની જેમ મને તારે.” તે સાંભળીને “હું એ પ્રમાણે કરું, તું કહે છે તે યોગ્ય છે.” એમ કહીને ચૈત્યવંદનાદિક વિધિવડે તેને પ્રવજ્યા આપી. પછી તેને કહ્યું કે-“હે મોટા યશવાળા ! તું ધન્ય છે, અને તું સંસારના પારને પામ્યું છે, કેમકે પારંગત દીક્ષાને ગ્રહણ કરવાથી મનુષ્યપણાનું ફળ તે પ્રાપ્ત કર્યું છે. તેથી કરીને આ પ્રવ્રજ્યાને વિષે પાંચ મહાવ્રતને વિષે સાવધાન ચિત્તવાળા તારે અપ્રમાદી થવું, પાંચ સમિતિને વિષે દઢ આદરવાળા થવું, અત્યંત ત્રણ ગુપ્તિવાળા થવું, રાધાવેધ કરનાર પુરુષની જેમ એકાગ્ર દઢ ધ્યાનવાળા થવું, છ જવનિકાયના રક્ષણ કરવામાં પ્રયત્નવાળા થવું. શ્રોધાદિકનો નિગ્રહ કરવામાં, પિંડેવિશુદ્ધિમાં, વિનય કરવામાં, બાળ અને માંદા વિગેરેને વિષે વૈયાવૃજ્યાદિક કરવામાં, નિરંતર શાસ્ત્રનો પરમાર્થ ચિંતવવામાં અને પરોપકારમાં, આ સર્વે સ્થાનમાં એકાંત નિ:સ્પૃહપણે રહેવામાં યત્ન કરે. જે કે અમુક દિવસે નિશ્ચય કરેલી દુર્લભ વાંછિત વસ્તુ પણ મળી શકે છે, પરંતુ કોઈ . પણ પ્રકારે નિરવદ્ય પ્રવજ્યા તત્કાળ મળી શકતી નથી. આ જ ચિંતામણિ છે, આ જ કામધેનુ છે અને આ જ કલ્પવૃક્ષ છે, કે જે સારી રીતે વિધિપૂર્વક પ્રયોગ કરેલી શ્રેષ્ઠ વાર્તા કરાય, એમ હું માનું છું. આનાથી બીજે કંઈ પણ મોક્ષને સાધવાનો ઉપાય વર્ણન કરાતો નથી, તેથી કરીને જ મહાભાગ્યવાન અરિહંતાદિકે આ પ્રવ્રજ્યાને જ અંગીકાર કરી છે. આ પ્રવજ્યાને પ્રાપ્ત કર્યા પછી સર્વદા પાંચ ઇંદ્રિયનું દમન કરવું, સમાન શત્રુ મિત્રપણાએ કરીને સર્વે પ્રાણીઓ જેવા. જો કે કોઈ જીવ હીલના (તિરસ્કાર) કરે અને કઈ જીવ નમસ્કાર કરે, તો પણ તુલ્ય (સમાન) ચિત્તવાળા થઈને શત્રુ ધારીને ક્રોધ કરવો નહીં, અથવા પિતાને (મિત્ર) ધારીને સંતોષ ધારણ કરવો નહીં. હે રાજર્ષિ! ઘણું કહેવાથી