________________
[૨૪].
- શ્રી પાર્શ્વનાથ ચરિત્ર: : પ્રસ્તાવ ૧ લો :
ઉચિત પ્રવૃત્તિવાળા થઈને તારે સમુદ્રની જેમ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. વળી હે પુત્ર! નહીં રંધેલા કામ, ક્રોધાદિક છએ શત્રુએ શક્તિમાન પુરુષને પણ અવશ્ય અશક્તિમાન કરે છે, તેથી તેના વિજયને માટે ચેતરફથી યત્ન કરે. તથા હે પુત્ર! તારે હંમેશાં અનીતિને વિરછેદ (વિનાશ) જ કરે, કેમકે અનીતિરૂપી વાયુથી હણાયેલી લક્ષમી દીવાની શિખાની જેમ ટકી શકતી નથી. તથા જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને બુદ્ધિમાન મનુષ્યની સેવામાં તારે નિરંતર ઉદ્યમ કરે, કેમકે તે કુમાર્ગમાં પ્રવર્તતા ચિત્તવાળાને અંકુશ છે. તેમ જ હિંસા, યુવતિ (સ્ત્રી) અને શત્રુથી નિરંતર તે પિતાનું રક્ષણ કરજે, કેમકે આ દ્વારવડે અનેક રાજાઓ વિનાશ પામ્યા છે. ઘણા ગુણેને અનુસરતા હોય તે પણ હૃદયરૂપી કોટરમાં સંતાઈ રહેલા છ ગુણોને તે સાવધાન થઈને યોગ્ય સમયે વ્યાપાર કરજે.”
આ પ્રમાણે પુત્રને શિખામણ આપીને તથા તેની ઉપર રાજ્યને ભાર આરોપણ કરીને કૃતકૃત્ય (કૃતાર્થ) થયેલ તે રાજા દુઃખી થયેલી અંતઃપુરની સ્ત્રીઓને શિખામણ આપવા લાગે કે–“હે દેવીઓ (રાણુઓ)! તમે શા માટે ફેગટ શેક કરે છે? શું તમે નથી જાણતી ? કે પ્રારંભમાં મધુર અને પરિણામે (છેડે) રસ રહિત કિં પાકના ફળની જેમ સર્વ વિષય સુખ છે. સર્વ પદાર્થો મેઘની જેમ ક્ષણવારમાં જ નાશ પામનારા છે, તે શું પ્રત્યક્ષ તમે નથી જોતી ? કે જેથી તમે પરિતાપને પામે છે? મારે વિયેગ સહન કરવાને તમે સમર્થ નથી, એ વાત જે સત્ય હેય, તે સર્વ સંગને ત્યાગ કરીને મારા આચરણ કરેલા માર્ગને તમે અનુસરો. ” આ પ્રમાણે અંત:પુરની સ્ત્રીઓને ઉપદેશ કરીને, જિનેશ્વરના મંદિરોમાં આદરપૂર્વક અછાલિકા મહત્સવ કરીને, કેદખાનામાં બાંધેલા અપરાધી લેકેને મુક્ત કરાવીને અને વિશ્વ રહિત અમૂલ્ય ગુણરૂપી મણિયથી અતિ પૂજવા લાયક (ભરપૂર ) ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વસ્ત્રાદિકવડે પૂજીને તે રાજા મહેલમાંથી નીકળ્યા. તે વખતે બંદિન ઇદ્રોના સમૂહે આનંદથી ઝરતી, સુંદર ઉચ્ચાર કરેલી તેની સ્તુતિના શબ્દવડે દિશાઓના આંતરા જારી દીધા, સમગ્ર ભૂષણ વડે સુશોભિત શરીરવાળા હજારો મનુષ્યએ ઉપાડેલી શિબિકા ઉપર તે આરૂઢ થયે, પૂર્ણિમાના ચંદ્રમંડળની જેવા વેત છત્રવડે તેનું મરતક શેભતું હતું, મંગળ ગીતવડે મુખરિત થયેલી ઉત્તમ કુળની સ્ત્રીઓના સમૂહવડે તે સ્તુતિ કરાતું હતું, પુરના લેકે, સામંત રાજાઓ અને મંત્રીઓથી પરિવરલે અને સૈન્ય તથા વાહન સહિત મહેન્દ્રકુમાર રાજા તેની પાછળ ચાલતા હતા, પ્રમાણે રહિત (ઘણું) ધનનું દાન કરવાથી સંતુષ્ટ થયેલા માગણ( ભિક્ષુકોના સમૂહ તેના ચરિત્રને ગાતા હતા, નગરની નારીઓ સેંકડો આશીર્વાદવડે તેનું અભિનંદન (વખાણ) કરતી હતી, મહેલની અગાશીમાં રહેલા નગરના કેવડે તે અર્થ અપાતે હો, મેટા મર્દલ, મોટા શંખ, કાહલ, તિલિમ અને ગંભીર ભૂરી વિગેરેના શબ્દવડે છેલ્લા યુગને અંતે સેંભ પામેલા પુષ્પરાવર્ત મેઘના સમૂહની શંકાને પામતે તે રાજા ધીમે ધીમે જતો હતો, અને છેવટે કુસુમાવતસ નામના ઉદ્યાનમાં આવ્યું. તે વખતે શિબિકા