________________
-
----
-
----
-
-
-
-
-
-
-
-
-
-
તા
.
પ્રભુને બીજો ભવ : અરવીંદ રાજાને સર્વ સંગ ત્યાગ નિશ્ચય.
[ ૨૩ ]
ગ્રહવાસને ત્યાગ કરનાર મને તમે કેમ નિષેધ કરે છે ? શું અગ્નિથી બળતા ઘરમાંથી નીકળતા માણસને પકડી રાખવો એગ્ય છે? કેટલાક દિવસોને છેડે (અંતે) પણ દૈવના વિલાસ(૯ણ ચેષ્ટા)વડે આ પ્રિયનો વિરહ અવશ્ય થવાને જ છે. તે તમે ભાવના ભાવો (વિચારો) અને મારું હિત કરો. આ સંસારનું નિર્ગુણપણું ઘણુંવાર સાંભળ્યું છે, ઘણીવાર જોયું છે અને પોતે સાક્ષાત અનુભવ્યું પણ છે, તે પણ છે આ સંસારમાં જ મેહ પામે છે. અરે ! તે કેવું આશ્ચર્ય છે?” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને થવાના વિરહના અત્યંત શોકના વશથી તે રાણીઓના નેત્રે થંભાઈ ગયા અને તેમાંથી અશ્રુ નીકળવા લાગ્યા, હિમના સમહથી કરમાઈ ગયેલા કમળના વનની જેમ તેઓનું શરીર લક્ષમી (શોભા) રહિત થયું, સંભ્રમના વશથી ચલાયમાન થયેલા ચરણને વિષે મણિના નૂપુર રણુરણુટ કરવા લાગ્યા. તથા કારુણ્યથી ભરાઈ ગયેલ દીન મુખવડે વ્યાપ્ત થયેલ હોવાથી લાવશ્ય રહિત થયેલ તે સર્વ અંત:પુર (રાણ ) જાણે પિતાનું સર્વસ્વ હરણ કરાયું હોય, અને જાણે અનિષ્ટ કોશની પ્રાપ્તિ થઈ હોય, તેમ વસ્ત્રવડે મુખને ઢાંકીને રૂદન કરવા લાગ્યું. રાજા પણ મોટા પવનથી ઉખેડી નંખાતા વૃક્ષ ઉપર રહેલા દુઃખી પક્ષીઓના કોલાહલની જેમ તેમનું રુદન સાંભળીને તેઓ પરમાર્થને હિતકારક નથી એમ નિશ્ચય કરીને તરત જ મંત્રી, સામંત, શ્રેણી અને સેનાપતિ વિગેરે પ્રધાન (મુખ્ય) જનને બેલાવીને પિતાની પ્રત્રજ્યા લેવાની ઈચ્છા જણાવીને પોતાના પુત્ર મહેન્દ્રકુમારને સર્વશ્રેષ્ઠ તીર્થના જળથી ભરેલા સુવર્ણના કલશ અને સવૌષધિ વિગેરે સામગ્રીપૂર્વક મહારાજાના અભિષેકવડે અભિષેક કરીને તથા હાથી, અશ્વ, કોશ, કઠાર તથા પૃથ્વીને વિસ્તાર વિગેરે સંપીને તે અરવિંદ રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે પ્રધાન વિગેરે ! હવે આ મહેંદ્ર તમારો દંડધર (છડીદાર) અને ચક્ષુરૂપ છે, તેથી મારી જેમ તેને તમારે જેવો. આની આજ્ઞાને જરા પણ પ્રતિકૂળ કરશે નહીં. સ્વપ્નમાં પણ તેની આજ્ઞાને ભંગ કરે નહીં. કદાચ આ પ્રતિકૂળ કરે તો પણ કુળવધૂના દષ્ટાંતવડે (ઉત્તમ કુળની વહુની જેમ) તેને કાંઈ પણ વિકાર દેખાડ્યા વિના આદર સહિત તેના ચરણકમળની પ્રસન્નતા કરવામાં જે તમારે વર્તવું. તથા હે મહારાજા (મહેન્દ્રકુમાર ) ! હું જેવી રીતે આ રાજકને અનુસરત હતું, તેવી જ રીતે તારે પણ તેઓને અનુસરવું. કદાચ તેમણે માટે અપરાધ કર્યો હોય તે પણ બાહ્યવૃત્તિથી જ કેપ દેખાડે, અને હૃદયને વિષે તે પિતા અને પુત્રના દણાંતની જેમ હિતને જ વિચાર કર. ઘણું શું કહું?
સ્વામી, પ્રધાન, રાજ્ય, કોશ, કિલો, સૈન્ય અને મિત્રજન આ સપ્તાંગ (સાત અંગવાળું) રાજ્ય કહેવાય છે, તે સાતેની વૃદ્ધિને માટે પ્રયત્ન કરે- વળી જે રાજા એકાંત સ્થાનમાં તપુર (રહેતા) હોય, દ્રવ્યના ગર્વ ઉપર પ્રીતિવાળો હોય, તથા શિકાર, જુગાર અને પચંદ્રિયના વિષયના પ્રસંગવાળો (આસક્ત ) હોય, તો તે રાજા તે સપ્તાંગની વૃદ્ધિ કરવાને સમર્થ થતો નથી. તેથી હે પુત્ર! તે સર્વના ત્યાગમાં તત્પર થઈને અને સમયને