________________
[ ૨૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રતા ૧ લો :
ભૂમિમાં હણાયેલા શિક્ષકની જેમ શેક કરે છે. ભવન, ધન, પરિવાર, અશ્વ, રથ, ધા વિગેરે સમૂહવાળી સર્વ સામગ્રીને પોતે જ ત્યાગ કરીને હે જીવ! તું એકલે જ પરલેકમાં જઈશ. આ સર્વ સામગ્રી આ ભવમાં જ જીવતા પ્રાણીઓને ઉપકાર કરનાર છે, પરંતુ પરલેકમાં જનારાને તે માત્ર એક ધર્મ જ વાંછિતને આપનાર છે, તેથી હવે સર્વથા પ્રકારે સર્વ સંગને ત્યાગ કરીને સદગુરુના પાદમૂળને વિષે મારે નિરવ (શુદ્ધ-પાપ રહિત) પ્રવજ્યા લેવી ગ્ય છે. આ પ્રમાણે તે મહાનરેંદ્ર સંવેગથી ભરેલા વચનને છે ત્યારે આશ્ચર્ય સહિત અંત:પુરની રાણીઓ બોલવા લાગી –“હે દેવ! આ પ્રમાણે સંવેગના સંરંભથી વ્યાપ્ત વાણીને તમે બોલ્યા, તે સાંભળ્યા છતાં પણ આ અમારું હૃદય વજ મય છે, કે જેથી તે સેંકડો કકડાવાળું થયું નહીં. અમારા બંને કાન પથ્થરની ગાંઠ જેવા કઠોર છે, કે જે (કાન) જીણું છીપલીના સંપુટની જેમ તડતડ થઈને ફુટી ગયા નહીં. તેથી કરીને આપ પ્રસન્ન થાઓ, અને અમારા ઉપર કૃપા કરો. આપ જાણે કે–આવા પ્રકારની વસ્તુને વિસ્તાર માલતી પુષ્પનાં ડેડાને વિષે કરિષાગ્નિ(બકરાની લીંડીના અગ્નિ)ની કલ્પના કરવી, તે કદાપિ કુશળ પુરૂષોને જબ જુજ લાયક થતી નથી. અથવા તે મૃણાલના તંતુના સમૂહનડે મન્સને હાથીના
ધનું બંધન ઘટી શકતું નથી. ઘણું કહેવાથી સર્યું. હે નાથ ! આપે ફરીથી આવું વચન બોલવું નહીં, કેમકે આપના વિરહમાં અગ્ય સમયે પણ યમરાજા અમારો કોળિયા ન કરે. આપ જીવતે છતે પ્રભુપણું, ત્યાગ (દાન), નીતિ, મોટું શુરવીરપણું અને મોટું સૌભાગ્ય આ પાંચ ગુણે અત્યંત જીવતા રહે છે. તમે વૈરાગ્ય પામે સતે રથ, મોટા સુભટો અને હાથીને સમૂહ વિગેરેવડે સાંકડી થયેલી રણભૂમિને વિષે વિજયલક્ષમી કેની પાસે જશે? હાથીના સમૂહના ગંડસ્થળથી ઝરતા દાન(મદ)ની ધારાવડે દિશાઓ અંધકારથી વ્યાપ્ત થાય છે તેમ આપ વિરાગી થવાથી માગણના સમૂહને દાનની ધારાવડે સર્વ દિશાઓને કેણુ વ્યાપ્ત કરશે ?” આ પ્રમાણે ઘણું પ્રેમના સંરંભથી અત્યંત નિરંતર બોલતી અંતઃપુરની રાણીઓને તે રાજા પ્રેમ સહિત આ પ્રમાણે કહેવા લાગ્યો“હે પ્રિયાઓ ! આવું અત્યંત અનુચિત અને ધર્મરહિત વચન તમે કેમ બોલે છો ? સંસારમાં થતું સુખ પરિણામે વિરસ (રસ રહિત) છે એમ શું તમે નથી જાણતી ? પ્રિયનો સમાગમ કોના ચિત્તને આકર્ષણ કરતા નથી ? કે પુરુષ લક્ષમીની વાંછા કરતે નથી ? અને વિષની જેવા પાંચ વિષને કેણ ઈચ્છતા નથી ? પરંતુ આ જીવ (પ્રાણ), વૈવન, અદ્ધિ અને પ્રિયનો સંગ વિગેરે સર્વ (પદાર્થો) પ્રબળ વાયુવડે હણાયેલા કમલિનીના પાંદડાની ટોચ પર રહેલા જળબિંદુની જેમ અતિ ચંચળ છે. આવા પ્રકારને સંસાર છતાં પણ યમરાજાની પાસે રહેલા (નજીક મરણવાળા) જીવને જેમ અપધ્ય સેવવાની ઈચ્છા થાય છે, તેમ મૂઢ જીવોને અનુરાગની વાસના હોય છે, તેથી કરીને હે રાણીઓ! હજુ પણ જ્યાં સુધી વિકળતા રહિત (સારું) શરીર અને આરોગ્યતા વિગેરે સામગ્રી છે, ત્યાં સુધીમાં ધર્મક્રિયામાં ઉદ્યમ કરે યોગ્ય છે. તેથી ઘણુ કષ્ટવાળા