________________
• પ્રભુના ખીજો ભવ : અને અરવીંદ નૃપની સ'સારની અસારતા વિચારણા. [ ૨૧ ]
પરિતાપ પામે છે? એટલે કે ધનાદિક મેળવવાને માટે પ્રાણીની હિં'સા કરે છે, અસત્ય ખાલે છે, અન્યના ધનને ઝુંટવી લે છે, પરસ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે, પ્રમાણુ વિનાના પરિગ્રહને ધારણ કરે છે, નિવાસ કરેલા પિશાચની જેમ ક્રોધાદિક કષાયેટને બહુ સારા માને છે. ‘ આ કામ મેં કર્યું, અને આ કામ હું કાલે કરીશ, અથવા પરમ દિવસ કરીશ. આ પ્રમાણે સ્વપ્ન જેવા મનુષ્ય લેાકમાં કાઇ પણ પ્રકારે ચિંતવન કરે છે. વળી આ પ્રમાણે પ્રત્યક્ષ જ દેખાય છે કે-જે પ્રાત:કાળે દેખાય છે, તે મધ્યાન્હ સમયે દેખાતું નથી, જે મધ્યાન્હ સમયે દેખાય છે, તે રાત્રિએ ( સાંજે ) દેખાતું નથી, અને રાત્રિએ જે દેખાય છે, તે પ્રાત:કાળે દેખાતું નથી. સમૃદ્ધિ અસમૃદ્ધિ થઇ જાય છે, સ્વજન પણ પરજન ( પારકા ) થઇ જાય છે, સુખ પણ દુઃખરૂપ થઇ જાય છે, અને તે જ કાળે કરેલું કાર્ય પરાવર્તન પામે છે (ઉલટુ થઇ જાય છે ). અરે રે ! સંસાર કેવા વિરસ ( અસાર ) છે ? જે( બાળકા )ની સાથે ધૂળની ક્રીડાવડે વિલાસ કર્યા હતા, હાસ્ય કર્યું હતું, સાથે નિવાસ કર્યાં હતા, તથા નેત્રનેા સંકાચ ( મીંચવુ-મટકું મારવું) થાય એટલે સમય પણ છૂટા પડ્યા ન હેાતા, તેએનું પણ સાક્ષાત્ અધમ યમરાજાએ મરણુ કર્યું. અરે રે ! દીર્ઘ, દુઃસહુ અને અપાર વિરહ સહન કરવા પડે છે. આ પ્રમાણે નાશવંત સર્વ પદાર્થો દુઃખરૂપ છે એવી ભાવનાવાળા આ સાંસારમાં હજી સુધી પ્રીતિ થાય છે, તા અહા ! મેાટા માહરાજાનું માહાત્મ્ય કેવુ... આશ્ચર્ય કારક છે ? અરે ! પાપી જીવ! તું પેાતાના શરીરને વિષે અવયવાના પરિણામનું અન્યથાપણું ( જૂદા પ્રકારપણું) સાક્ષાત્ જુએ છે, તાપણ હજી વૈરાગ્ય પામતા નથી. તે આ પ્રમાણે છે.-પહેલાં કાજલની ભસ્મ જેવા અને ચિકાશવાળા કામળ જે કેશના સમૂહ હતા, તે હાલમાં ચિરકાળના વિકસ્વર કાસાના પુષ્પ જેવા ( ઉજવળ અને કઠણ ) થયા છે તે તું જાણુ. પહેલાં જે ષ્ટિ જોવા લાયક પદાર્થાને દૂરથી જોવામાં નિપુણુ હતી, તે હાલમાં જોવાના સમગ્ર માર્ગોમાં અત્યંત થંભાઇ ગઈ છે. પહેલાં ડાહ્યા પુરુષાની રેખાને પામેલી જે જિહ્વા પ્રગટ વચનને ખેાલનાર હતી, તે હમણાં પરવડે વ્યાસ ભૂમિને વિષે ગાડાની જેમ ઘણી સ્ખલના પામે છે. પહેલાં ઢાડવું, કુદવું, ચાલવુ' વિગેરે મેટા વ્યાપારવડે સુંદર આ શરીર હતું, તે હાલમાં માંદા માણસની જેમ ગ્લાનિ ( ખેદ ) પામે છે. વળી ગયેલું શ્રવણુયુગલ ( એ કાન ) પણ પાસે સાંભળ્યા છતાં પણ કાંઇ જાણી શકતું નથી, તથા થાડા પ્રયાસમાં પણ બન્ને જઘા કંપી જાય છે. આ પ્રમાણે છતાં પણ હે પાપી જીવ! તું જરા પણ ઉદ્વેગ પામતા નથી, અને આમાં જ રમ્યા કરે છે. અરે રે! ગુણ રહિત જીવ ! તને સવેગ શી રીતે થશે ? નિવેદના ઘણા કારણેા મળ્યા છતાં પણ જેને વૈરાગ્ય થતા નથી, તે શી રીતે વરાગ્ય પામશે ? અહા ! મારો આ માટો વ્યામાહ ( મૂઢતા ) છે. હવે ઘણું કહેવાવડે સર્યું. વે હું આત્માનું હિત કરું, આ ગૃહવાસના બ્યામાહ અપૂર્વ ( ઘણી ) વિડંબનાના આડંબર છે. જે મૂઢ પુરુષા આટલે લાંબે કાળે પણ આત્મહિત કરતા નથી, તે પુરુષા સ ંગ્રામ