________________
[ ૨૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૧ લે. :
વિવિધ સુંદર ક્રીડાવિલાસવડે વિશેષે કરીને વૃદ્ધિ પામેલા ઉત્કર્ષ વાળા અને હાથણીએવડે પરિવરેલા તે હસ્તિનાથ વનમાં ફરતા હતા.
હવે આ તરફ તે અરિવંદ રાજા અનેક પુર, કર ( ખાણુ ), પર્વત, નગર, ગામ, ખેટક, કબ્બડ, મડંખ વિગેરે સંનિવેશ( સ્થાન )વડે મનેાહર, મેટા સામત ( ખંડીયા ) રાજા, મંત્રી અને સમર્થ પાતિના સમૂહવડે સહિત અને ઘણા હાથી, અશ્વ અને રથના સમૂહવડે પૂર્ણ રાજ્યલક્ષ્મીના વિસ્તારને અત્યંત સારી રીતે પાલન કરતા હતા, તે વખતે કાઇ વખત શરદ ઋતુના સમય આવ્યા, તેના વશથી જીતવાની ઇચ્છાવાળા રાજસૈન્યની જેમ વિસ્તાર પામેલા કાશ( ડાડા )વાળું કમલિનીનું વન ઉલ્લાસ પામ્યુ ( ખીલ્યુ). ધૃતારાના સમુદાયની જેમ અપેક્ષા રહિત રાજહંસ પક્ષીઓના સમુદાય ઇચ્છા પ્રમાણે ( સ્વત ંત્ર ) વિચરતા હતા, પ્રવાસી પુરુષાની સ્ત્રીઓની જેમ પર્વતની નદીઓ કુશપણાને પામી, અને પુણ્યશાળી પુરૂષના આચારની ચેષ્ટાની જેમ ધાન્યની સંપદા માટા ફળના પ્રકપણાને પામી. આ પ્રમાણે અતિ મનેાહર શરદઋતુને સમયે કૈલાસ પર્વતના શિખરની જેવા ઉંચા મહેલના ગાંખમાં બેઠેલા તે રાજા ઘણા પ્રકારની ક્રીડાના વિલાસથી ભરપૂર થઈને વહાલી રાણીઓની સાથે આનંદ પામતા હતા. તે વખતે તત્કાળ આકાશમાં ઉત્પન્ન થયેલા મેઘને ઉંચા મુખવડે દેદીપ્યમાન નેત્રવાળા રાજાએ જોયા. તે મેધ આકાશરૂપી આંગણામાં ચેાતરફ પ્રસરતા હતા. એચીંતા નાચ કરવા મારના સમૂહવડે તે આકાશ તમાલ વૃક્ષના તરુણ ( નવા ) પલ્લવના આકારવાળું દેખાતું હતું, દેદીપ્યમાન ક્રતી વીજળીના કિરણેાવડે તે મેઘ કાબરચિતરા હતા, તેણે ગારવ વડે દિશાના સમૂહ વ્યાસ કર્યા હતા, ઇંદ્રધનુષવડે તે શેાભતા હતા, અને થાડા થાડા જળના કણિયા મૂકતા હતા. તથા વળી રાણીએ સહિત વિસ્મય પામેલે રાજા તેલવડે કાલવેલા ( મિશ્ર કરેલા ) આંજણુના સમૂહની જેવા મનેાહર કાંતિવાળા તે મેઘને જેટલામાં સમ્યક્ પ્રકારે જુએ છે, તેટલામાં મેાટા વાયુથી હણાયેલા ( ઉડાવેલા ) પલાલના પલ્લવની જેમ અને માકડાના રૂની જેમ તે સમગ્ર મેઘમંડળ એકદમ ખંડ ખંડને પામ્યું ( વિખરાઇ ગયું). તે વખતે ક્ષણે ક્ષણે ઉછળતા શુભ ભાવવાળા રાજા આયેા કે-“ અહા ! સુંદરીએ ! આ જીવ લેાકને વિષે આશ્ચર્ય જુઓ, કે જે તેવા પ્રકારનુ` મેઘમંડળ ઇંદ્રધનુષથી વ્યાપ્ત હોવા છતાં પણુ ક્ષણ માત્રમાં જ ગંધર્વ નગરની જેમ જોતજોતામાં જ નાશ પામ્યુ વિખરાઈ ગયું. હું માનુ છું કે-જેવી અવસ્થાને આ મેઘમંડળ પામ્યું, તેવી અવસ્થાને જ આ સંસારમાં ઉત્પન્ન થયેલ સમગ્ર વસ્તુના સમૂહ અત્યંત અસ્થિર ( ચંચલ ) છે.
જો કે આ સંસારમાં રૂપ, લાવણ્ય, વર્ણ, યોવન, શરીર અને સ્વજન વિગેરે સર્વ આવા પ્રકારનું ( અસ્થિર ) છે, તા પછી મુગ્ધ લેાક વિવેક રહિત થઈને કેમ નિર તર
૧ શરદઋતુના વાદળા દ્વૈત હાય છૅ એમ થામાં લખે છે અને પ્રત્યક્ષ પણ શ્વેત દેખાય છે.