________________
નથી જેથી ગ્ર ંથકાર આચાર્ય મહારાજ કહે છે કે-તે જ પ્રભુનું ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલું ચરિત્ર કહેવું મારે ચેાગ્ય છે, જેના વડે કલ્યાણરૂપી વેલડી ઉલ્લાસ પામે છે, વિઘ્નાનાં સમૂહ નાશ પામે છે, કજીયારૂપી કાદવ ધેવાઇ જાય છે, દુઃખે કરીને જેને અંત આવે એવું પાપ પણુ નાશ પામે છે, મનને ઇચ્છિતા પ્રાપ્ત થાય છે, લક્ષ્મીના વૈભવ વૃદ્ધિ પામે છે. વળી આ લેાકેાત્તર મહાપુરુષના દિવ્ય જીવનની એ વિશેષતા છે કે તેમનાં દર્શન, સ્પનથી ત। ઠીક પરંતુ વિશેષમાં તેમના નામસ્મરણથી માત્ર પ્રાણીઓનું કલ્યાણ થાય છે. આ અતિશયાક્તિ નથી પરંતુ ભગવાન પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સ’સારભરમાં એટલા બધા શુભ પરમાણુ જે વખતે હતા તે વખતે જ શ્રી પાર્શ્વષઁનાય પ્રભુના શરીરનું નિર્માણ થયું હતું, તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ, ધ્યાન, વગેરે વિધ્નાને નાશ કરનાર અને શ્રેયસ્કર છે, એમ મહાપુરુષો નિશ્ચયપૂર્વક જણાવે છે. ભવ્યાત્માએએ શ્રદ્ધાપૂર્વક આ ત્રેવીશમા જિનેશ્વરનું મરણ, ધ્યાન, વંદન, પૂજન, જાપ વગેરે કરવાનુ જ છે. આ રીતે પ્રભુને મહિમા જણાવી આચાય' મહારાજ ચરિત્રના પ્રારંભ કરે છે,
( ચરિત્ર પ્રારંભ. )
જખૂદ્રીપના ભરતક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં અરવિંદ રાજવી રાજ્ય કરે છે, તેને તિસુંદરી વિગેરે અનેક રાણીઓ છે. મતિસાગર નામના મહાબુદ્ધિમાન મુખ્ય મંત્રી છે તેમજ વિશ્વભૂતિ નામના પુરાહિત છે. જિતેશ્વરના વચનને જ પ્રમાણભૂત માનનાર, ધર્મક્રિયામાં તત્પર, અને પૂના કાષ્ઠ પુણ્ય ચૈાગે સભૂત નામના મુનિરાજની સેવા કરવાવડે સમતિ પામેલ તે પુરેાહિતને શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મેલ, શ્રી જિનેશ્વરના ધર્મોમાં નિશ્રય મનવાળી અનુન્દ્વરા નામની ભાર્યા હતી. તે પુરાતિને ઉત્તમ ચરિત્રવાળા કમઠ અને મરુભૂતિ નામના બે પુત્ર હતા. યાગ્ય વયના થતાં તે બંને પુત્રને વરુણા અને વસુધરા નામની કન્યાએ સાથે અનુક્રમે પરણાવવામાં આવ્યા. કેટલાક કાળ સ'સારાવસ્થામાં વ્યતીત થતાં વિશ્વભૂતિ સંયમ સ્વીકારી, અશત્રુ કરી, પાંચપરમેષ્ઠીના સ્મરણુપૂર્ણાંક કાળધમ પામી સૌધમ દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. પુરાહિતની સ્ત્રી અનુન્દ્વરા પણ પંચ પરમેષ્ટીના સ્મરણપૂર્ણાંક કાળધર્મ પામે છે. માતાપિતાના મરણના શાકથી વ્યાપ્ત થયેલા તેએ ગૃહકા'માં પ્રવર્તે છે, તેવામાં હરિશ્ચંદ્ર નામના મુનિ ત્યાં પધાર્યા અને તે બન્ને ભાઇઓને ઉપદેશ આપતાં જણાવે છે કે—દેવ, અસુર વગેરે ત્રણે ભુવનને વિષે નહીં વારી શકાય એવા મૃત્યુના આવા પ્રકારના વ્યાપારને અનંતવાર જાણ્યા છતાં ખેદ કેમ પામેા છે? અને મેાક્ષના સાધનરૂપ ધમ*ક્રિયા કેમ કરતા નથી ? મેક્ષમાં ગયેલા જીવા સિવાય, આ જગતમાં કયા જીવ જન્મ મરણુ પામતા નથી ? આં સાંસાર વિનાશવંત છે તે જિનેશ્વરના ધર્મને જાણવા છતાં શામાટે ખેદ ધરા છે ? ધર્મરૂપી ઔષધ સિવાય આત્માને ખીજું કં’ઇપણ રક્ષણ કરનાર નથી, તેથી તમે માત-પિતાના શેક છેોડી ધ'મા'માં રમણ કરા વિગેરે, ગુરુમહારાજના ઉપદેશ સાંભળી, શાકને ત્યાગ કરી પેાતાના કાર્યમાં ઉત્તમત્રત થાય છે. હવે અહિં મરુભૂતિને ગુરુ-ઉપદેશવડે સંસારની અસારતા જાણી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને સ્વરૂપવત પેાતાની સ્ત્રીના મુખ ઉપર દષ્ટિ નહીં નાખતા, ક્ષણે ક્ષણે આત્મા વૈરાગ્યવાસિત થતા જતા હોવાથી સંસારનું અસાર સ્વરૂપ વિચારવા લાગ્યા કે–એવા શુભ દિવસ, સમય, સારું` નક્ષત્ર અને શુભ વાર કયારે આવે કે જેથી ઉત્તમ ગુરુરાજના હાથે વાસક્ષેપ નખાયેલા હું સવિરત્તિ સ્વીકારુ'. આ પ્રમાણે શુભ ભાવનાથી ગૃહવાસથી વિરકત મનવાળા કાળ નિમન કરવા લાગ્યા. મોટા ભાઇ કમઠ પ્રમાદરૂપી મદવડે ઉન્મત્ત થતાં, મિથ્યાત્વની વાસના વધતાં, ભાભિન’દીપણાને કારણે પવિત્ર આચરણની અવગણના કરતા