________________
શ્રી પાર્શ્વનાથ ભગવંતના આત્માને સમભાવ એમને ઉત્તરોત્તર ઊર્ધ્વ ગતિ-છેવટે મેક્ષમાં લઈ . જાય છે, જયારે કમઠને દૂર કષાય, રૌદ્ર પરિણામ તેને અનેક વખત અતિ -દુર્ગતિમાં ધકેલે છે. અહિં સમભાવને કષાયનું યુદ્ધ છેવટના ભવ સુધી આ ચરિત્રમાં જોવામાં આવે છે.
ગ્રંથકાર મહારાજ જણાવે છે કે
આ ચરિત્રના સાંભળવાથી કે શ્રદ્ધા અને માનપૂર્વક વાંચવાથી મોટો અભ્યય, દુષ્ટ ગ્રહને નિગ્રહ, રાગાદિ દોષનું મંથન, મનની શુદ્ધિ, બુદ્ધિની ઉત્પત્તિ તથા ગેના સમૂહનો નાશ થાય છે.
ભારતને ઇતિહાસ ઈ. સ. ૯૦૦ વર્ષ પૂર્વથી પ્રારંભ થયેલો કેટલાક વિદ્વાને માને છે અને શ્રી પાર્શ્વનાથ ભગવાન ઐતિહાસિક પુરુષ છે તેમ પણ જણાવે છે; અને ઇ. સ. પૂર્વે નવમા સૈકામાં વણારસી નગરીમાં પિષ વદી ૧૦ ( અહિની માગશર વદી ૧૦) ના રોજ રાત્રિના પૂજય માતા વામાદેવીની કુક્ષિમાં જન્મ થયે હતો. જો કે કેટલાક જૈનેતર વિદ્વાને શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી . મહાવીર પ્રભુ બંનેને પણ ઐતિહાસિક પુરુષ તરીકેની પણ ગણના કરે છે.
પ્રથમ પ્રસ્તાવ, (પા. ૧ થી પા. ૪૦ સુધી)
પ્રભુના ત્રીજા ભવ સુધીનું વર્ણન.
મંગલાચરણ
ગ્રંથકાર શ્રીદેવભદ્રાચાર્ય મહારાજ આ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર રચતાં જે ભગવંતનું આ ચરિત્ર છે તે શ્રી પાર્શ્વનાથ ભગવંતને પ્રથમ મંગલાચરણરૂપે, મહિમાવડે વારંવાર નમસ્કાર કરે છે, પછી શ્રી આદિનાથ પ્રભુ, પછી શ્રી અજિતનાથ પ્રભુ અને છેવટે શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરે છે.
ઘણું ભાંગ, હેતુઓ અને દૃષ્ટાંતિવડે ઉલ્લાસ પામતાં પૂજ્ય સિદ્ધાંતની ત્યારબાદ સ્તવના કરે છે અને પછી સરસ્વતી દેવીનું સ્મરણ કરે છે. પછી ગુરુમહારાજાને નમસ્કાર કરે છે. એ પ્રમાણે ઈષ્ટદેવ, સિહાંત, સરસ્વતી અને ગુરુદેવની સ્તુતિવડે વિદનના સમૂહને દૂર કરીને શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને પ્રારંભ કરે છે.
(શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા-) ' ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ છે તેમાં ધર્મપુરૂષાર્થ શ્રેષ્ઠ છે, કારણ કે તે હવાવડે બીજા ત્રણનું હવાપણું છે; વળી તે ધર્મ પણ રાગદ્વેષરડે દૂષિત ન હોય તે જ તે શુભ ફળવાળો થાય છે. કજીયાવડે ઉહત થયેલા એવા મોટા શત્રુરૂપ રાગદ્વેષને જેમણે દૂરથી અથવા અત્યંત જીતી લીધા છે તે રાગદેષનો વિજય નિશ્ચયથી પુરુષના ચરિત્રને સાંભળવાથી જ થાય છે. વળી સપુરૂષ તો તે જ કહેવાય જે રાગદ્વેષનો વિજય કરવામાં તપર હેય. રાગ દ્વેષને સર્વથા વિજય કરવામાં મુખ્ય - તે પરમાત્મા પાર્શ્વનાથ જિનેશ્વર જ છે કે જેણે કમઠાસરના ઉપસર્ગથી તેના ઉપર જરા પણ પ કર્યો