SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ‘સિદ્ધvi વૃદ્ધા' સૂત્રનો અર્થ છે ૮૫ प्रदर्शनार्थमाह, वन्दे, तं कं ?-'महावीरं' 'ईर गतिप्रेरणयो रित्यस्य विपूर्वस्य विशेषेण ईरयतिकर्म गमयति याति वा शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः तं, इत्थं स्तुतिं कृत्वा पुनः फलप्रदर्शनार्थमिदं पठति-'एक्कोऽवि नमोकारो जिणवरवसहस्से 'त्यादि, एकोऽपि नमस्कारो जिनवरवृषभस्य वर्द्धमानस्य संसारसागरात्तारयति नरं वा नारी वा, इयमत्र भावना-सति सम्यग्दर्शने परया भावनया क्रियमाण एकोऽपि नमस्कारः तथाभूताध्यवसायहेतुर्भवति 5 यथाभूताच्छेणिमवाप्य निस्तरति भवोदधिमित्यतः कारणे कार्योपचारादेतदेवमुच्यते, अन्यथा चारित्रादिवैफल्यं स्यात् । एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचिदन्या अपि पठन्ति, न च तत्र नियमः, 'कितिकम्मं ति पुणो संडंसयं पडिलेहिय उवविसंति, मुहपोत्तियं पडिलेहंति ससीसोवरियं कायं पमज्जित्ता आयरियस्स वंदणं करेंति'त्ति गाथार्थः ॥१५२६॥ મા– િનિમિત્તમિદ્ વનમિતિ ?, ૩યતે – સ્ ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં છે. ‘વિ' ઉપસર્ગ પૂર્વકના આ ધાતુ ઉપરથી ‘વીર' શબ્દ બન્યો છે, અર્થાત્ વિશેષથી જે કર્મને પ્રેરે છે = દૂર કરે છે તે વીર અથવા જે મોક્ષમાં જાય છે તે વીર. મહાન એવા વીર તે મહાવીર. તેમને હું વંદન કરું છું. આ પ્રમાણે વીરપ્રભુની સ્તુતિ કરીને ફરી તેમને કરેલા નમસ્કારનું ફળ દેખાડવા કહે છે – પ્રો.વિ. જિનવરોમાં વૃષભ સમાન એવા વર્ધમાન સ્વામિને કરેલો એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસાગરથી તારે છે. ભાવાર્થ એ છે 15 કે – સમ્યગ્દર્શનની હાજરીમાં ઉત્કૃષ્ટ એવી ભાવના સાથે કરાતો એક પણ નમસ્કાર તેવા પ્રકારના અધ્યવસાયનું કારણ બને છે કે જેવા પ્રકારના અધ્યવસાયથી જીવ ક્ષપકશ્રેણિને પામીને સંસારસાગર તરી જાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરતા નમસ્કાર સંસારસાગર ઉતારે છે એમ બોલાય છે. જો આ રીતે ઉપચાર ન સમજવાનો હોય અને માત્ર નમસ્કારથી જ મોક્ષ મળી જવાનો હોય તો ચારિત્ર વિગેરે બધું નિષ્ફળ થઈ જાય. આ ત્રણ સ્તુતિઓ (= સિદ્ધાણં–બુદ્ધાણંની આ ત્રણ ગાથાઓ ગણધરકૃત હોવાથી) નિયમથી બોલાય છે. કેટલાકો છેલ્લી બે ગાથાઓ પણ બોલે છે પરંતુ છેલ્લી બે બોલવી જ એવો નિયમ નથી. (ઇચ્છા હોય તો બોલે, ન હોય તો ન બોલે. જો કે અત્યારે સામાચારી બોલવાની છે. તેનો અર્થ આ પ્રમાણે – ગિરનાર પર્વતના શિખર ઉપર જેમના દીક્ષા, કેવલજ્ઞાન અને નૈષેલિકી = મોક્ષમાં સર્વ વ્યાપારોનો નિષેધ હોવાથી મોક્ષ એ જ નૈષધિકી શબ્દથી લેવો. તેથી નૈષધિની એટલે કે મોક્ષ થયા છે 25 તે ધર્મચક્રવર્તી એવા અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. તથા ચાર, આઠ, દસ અને બે (એ પ્રમાણે) વંદન કરાયેલા, પરમાર્થથી નિષ્ઠિત અર્થોવાળા અને સિદ્ધ થયેલા એવા ચોવીસે જિનવરો મને સિદ્ધિને આપો.) (હવે ગા. ૧૫૨૬માં આપેલ) “કૃતિકર્મ' શબ્દનો અર્થ કરે છે – આ રીતે સિદ્ધાણં બુદ્ધાણં બોલીને ફરીથી સાંધાઓનું પ્રમાર્જન કરીને નીચે બેસે છે અને મુહપતિનું પડિલેહણ કરે છે. ત્યાર 30 પછી મસ્તક સહિત નાભિથી ઉપરની કાયાનું પ્રમાર્જન કરીને આચાર્યને વંદન કરે છે. /૧૫૨૬ll શંકા : આ વંદન શા માટે કરવાનું? સમાધાન 20
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy