________________
‘સિદ્ધામાં બુદ્ધાળું' સૂત્રનો અર્થ
૮૩
सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं । लोयग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं ॥ १ ॥ जो देवाणवि देवो जं देवा पंजली नमंसंति । तं देवदेवमहिअं सिरसा वंदे महावीरं ॥२॥ इक्कोऽवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥ ३ ॥ उज्जितसेलसिहरे दिक्खा नाणं निसीहिआ जस्स । तं धम्मचक्कवट्टिं अरिट्ठनेमिं नम॑सामि ॥ ४ ॥ चत्तारि अट्ठ दस दो य वंदिआ जिणवरा 5 चउव्वीसं । परमट्ठनिट्ठिअट्ठा सिद्धा सिद्धि मम दिसंतु ॥५॥ ( सूत्र )
अस्य व्याख्या - सितं मातमेषामिति सिद्धा निर्दग्धकर्मेन्धना इत्यर्थस्तेभ्यः सिद्धेभ्यः, ते च सामान्यतो विद्यासिद्धा अपि भवन्त्यत आह- बुद्धेभ्यः, तत्रावगताशेषाविपरीततत्त्वा बुद्धा उच्यन्ते, तत्र कैश्चित् स्वतन्त्रतयैव तेऽपि स्वतीर्थोज्ज्वालनाय इहागच्छन्ति इत्यभ्युपगम्यन्ते अत आह— ‘પારાતેભ્ય:' પાર પર્યન્ત સંસારસ્ય પ્રયોગનગ્રાતસ્ય ચ ાતા: પારાતા: તેભ્યઃ, તેપિ ચાનાવિસિદ્ધ - 10 जगत्पतीच्छावशात् कैश्चित् तथाऽभ्युपगम्यन्ते अत आह- 'परम्परगतेभ्यः' परम्परया एकेनाभिव्यक्तार्थादागमात् प्रवृत्तोऽन्योऽन्येनाभिव्यक्तादर्थादन्योऽन्येनाप्यन्य इत्येवंभूतया गताः परंपरगतास्तेभ्यः, आह- प्रथम एव केनाभिव्यक्तार्थादागमात् प्रवृत्त इति ?, उच्यते, अनादित्वात् सिद्धानां
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સિતં = બંધાયેલું કર્મ જેમનું ધ્યાતં = નાશ પામ્યું છે તે અર્થાત્ બળી ગયું છે કમઁણ 15 જેમનું તેવા સિદ્ધો, તેમને (નમસ્કાર થાઓ એમ અન્વય જોડવો.) સામાન્યથી સિદ્ધો તરીકે વિદ્યાસિદ્ધ વિગેરે પણ સમજી શકાય છે. પરંતુ તેઓને અહીં ગ્રહણ કરવા નથી તેથી કહે છે – બુદ્ધોને, બધા જ તત્ત્વો સમ્યગ્ રીતે જેમણે જાણેલા છે તે બુદ્ધ કહેવાય છે. (જો કે ‘બુદ્ધ’ વિશેષણથી વિદ્યાસિદ્ધ વિગેરેની બાદબાકી થઇ જાય છે પરંતુ) કેટલાક મિથ્યાદર્શનીઓ પોતાની બુદ્ધિકલ્પનાથી જ એવું માને છે કે તે બુદ્ધો પણ પોતાના તીર્થની ઉન્નતિ માટે મોક્ષમાં ગયા પછી પણ પાછા અહીં જગતમાં 20 આવે છે. તેથી આ બુદ્ધોની બાદબાકી કરવા કહે છે કે – પારગતોને, અર્થાત્ જેઓ સંસારના અને પોતાના સર્વ પ્રયોજનોના પારને પામેલા છે તેઓને. (મિથ્યાદર્શનીઓએ માનેલા બુદ્ધોને સ્વતીર્થની ઉન્નતિરૂપ પ્રયોજન પૂર્ણ થયું નથી તેથી આવા બુદ્ધો પારગત કહેવાતા નથી. તેથી ‘પારગત’ વિશેષણદ્વારા તેઓની બાદબાકી સમજવી.)
કેટલાક મિથ્યાદર્શનીઓ એવું માને છે કે – “તે પારગતો પણ અનાદિસિદ્ધ એવા એક જગત્પતિની 25 ઇચ્છાથી પાર પામેલા છે.” તેઓની આ માન્યતાને દૂર કરવા કહે છે કે – પરંપરાગતોને, અહીં પરંપરાવડે એટલે કે એકે પ્રગટ કરેલા અર્થવાળા આગમથી અન્ય પ્રવૃત્ત થયો (અર્થાત્ એકના ઉપદેશથી બોધ પામીને બીજો સિદ્ધ થયો. એ જ પ્રમાણે) અન્યદ્વારા જણાવેલા અર્થવાળા આગમથી અન્ય પ્રવૃત્ત થયો. એ જ પ્રમાણે અન્ય દ્વારા અન્ય એમ પરંપરાવડે મોક્ષમાં જીવો ગયા છે. (આ વિશેષણથી એમ જણાવ્યું કે અનાદિસિદ્ધ એવો જગત્પતિનામનો કોઇ એક આત્મા નથી કે તે એકલાની 30 ઇચ્છાથી જીવો મોક્ષ પામે. પરંતુ અનેક જીવોના ઉપદેશથી અનેકજીવો સિદ્ધ પામ્યા છે.)
શંકા : પ્રથમ જીવ કોના ઉપદેશથી સિદ્ધ થયો ?