________________
૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) केचित् मनुष्यलोकमेव जगत् मन्यन्ते इत्यत आह-त्रैलोक्यमनुष्यासुरं, आधाराधेयरूपमित्यर्थः, अयमित्थंभूतः श्रुतधर्मो वर्द्धतां-वृद्धिमुपयातु शाश्वतः-द्रव्यार्थादेशान्नित्यः, तथा चोक्तं'द्रव्यार्थादेशात् इत्येषा द्वादशाङ्गी न कदाचिद् नासीदि'त्यादि, अन्ये पठन्ति-धर्मो वर्द्धतां शाश्वतं
इति, अस्मिन् पक्षे क्रियाविशेषणमेतत्, शाश्वतं वर्द्धतां अप्रच्युत्येति भावना, विजयतः-कर्मपरप्र5 वादिविजयेनेति हृदयं, तथा धर्मोत्तरं-चारित्रधर्मोत्तरं वर्द्धतु, पुनर्वृद्ध्यभिधानं मोक्षार्थिना प्रत्यहं
ज्ञानवृद्धिः कार्येति प्रदर्शनार्थं, तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तं-"अप्पुव्वणाणगहणे"त्ति, 'सुयस्स भगवओ करेमि काउस्सग्गं वंदणवत्तियाए' इत्यादि पूर्ववत्, यावद्वोसिरामि। एयं सुत्तं पढित्ता पणुवीसुस्सासमेव काउस्सग्गं करेंति आह च-'सुयणाणस्स चउत्थो 'त्ति, तओ
नमोक्कारेण पारित्ता विसुद्धचरणदसणसुयाइयारा मंगलनिमित्तं चरणदंसणसुयदेसगाणं सिद्धाणं 10 તિ, મછિયે -સિદ્ધાએ શુ 'ત્તિ, સા રેવં સ્તુતિઃ- *
જિનમતમાં જગત જોય તરીકે પ્રતિષ્ઠિત છે. કેટલાક જીવો મનુષ્યલોકને જ જગત તરીકે માને છે તેથી (જગતનું સંપૂર્ણ સ્વરૂપ જણાવવા આ જગત કેવું છે?) તે કહે છે – આ જગત રૈલોક્યસ્વરૂપ છે એટલે કે આધાર છે અને તેમાં રહેનારા મનુષ્ય, સુર અને અસુરો છે (અહીં મૂળમાં પ્રાકૃત હોવાથી
“સુર” શબ્દનો લોપ થવાથી મખ્વસુર રૂપ થયું છે.) માટે જગત આધેયરૂપ પણ છે. (મનુષ્ય, સુર. 15 અને અસુર એ આધેય છે. મનુષ્ય વિગેરે જ જગત છે. માટે જગત આયરૂપ પણ છે.) માટે જ કહ્યું છે કે આ જગત આધર–આયરૂપ છે.
આવા પ્રકારનો શ્રુતધર્મ વૃદ્ધિને પામો. વળી તે કેવો છે?) શાશ્વત છે એટલે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. કહ્યું છે – “દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ દ્વાદશાંગી ક્યારેય નહોતી એવું નથી વિગેરે.” કેટલાક એમ કહે છે – “શાશ્વત શબ્દ ક્રિયાવિશેષણ જાણવો. તેથી અર્થ – હંમેશા વૃદ્ધિને 20 પામો. તથા વિજયથી એટલે કે કર્મરૂપ પરવાદી ઉપર જિત મેળવવાદ્વારા આ શ્રુતધર્મ વધો. “ધર્મોત્તર
અર્થાત્ ચારિત્રધર્મ પ્રધાન બને એ રીતે શ્રતધર્મ (મારામાં) વધો. અહીં ફરીથી વૃદ્ધિનું કથન કર્યું તે મોક્ષાર્થી જીવે રોજે-રોજ જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ એ વાત જણાવવા કર્યું છે.
તથા તીર્થકર નામકર્મના કારણોનું (= વીશસ્થાનકોનું) પ્રતિપાદન કરતી વખતે ગ્રંથકારે અપૂર્વજ્ઞાનનું ગ્રહણ પણ એક કારણ તરીકે કહ્યું છે. “ભગવાન શ્રુતજ્ઞાનના વંદનનિમિત્તે કાયોત્સર્ગ 25 કરું – થી લઈ વોસિરામિ' સુધીનું સૂત્ર પૂર્વની જેમ જાણવું. આ સૂત્રને બોલીને પચ્ચીસ ઉચ્છવાસ
પ્રમાણ કાયોત્સર્ગ સાધુઓ કરે છે. આ જ વાત ગા. ૧૫૨૬માં કહી છે – શ્રુતજ્ઞાનનો ચોથો કાયોત્સર્ગ છે. (સયાસUા કાયોત્સર્ગની અપેક્ષાએ ચોથો જાણવો.) ત્યાર પછી નમસ્કારવડે કાયોત્સર્ગને પારીને ચારિત્ર, દર્શન અને શ્રુતસંબંધી અતિચારોથી વિશુદ્ધ થયેલા સાધુઓ મંગલ માટે
ચારિત્ર, દર્શન અને શ્રુતના દેશક એવા સિદ્ધોની સ્તુતિને બોલે છે. આ જ વાત ગા. ૧૫રં૬માં કરી 30 કે – “ત્યાર પછી સિદ્ધોની સ્તુતિ કરે.” અને તે સ્તુતિ આ પ્રમાણે જાણવી છે