SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવર વરવીવ' સૂત્રનો અર્થ . ૮૧ नरेन्द्रगणार्चितस्य श्रुतधर्मस्य सारं-सामर्थ्यमुपलभ्य-दृष्ट्वा-विज्ञाय कुर्यात् प्रमादं सचेतनः? चारित्रधर्मे प्रमादः कर्तुं न युक्त इति हृदयम्, आह-सुरगणनरेन्द्रमहितस्येत्युक्तं पुनर्देवदानवनरेन्द्रगणार्चितस्येति किमर्थमिति ?, अत्रोच्यते तन्निगमनत्वाददोषः, तस्यैवंगुणस्य धर्मस्य सारमुपलभ्य कः सकर्णः प्रमादी भवेच्चारित्रधर्म इति, यतश्चैवमतः 'सिद्धे भो पयओ नमो जिणमये'इत्यादि, सिद्धे-प्रतिष्ठिते प्रख्याते भो इत्येतदतिशयिनामामन्त्रणं पश्यन्तु भवन्तः प्रयतोऽहं- 5 यथाशक्त्यैतावंतं कालं प्रकर्षेण यतः, इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति-नमो जिनमते' अर्थाद् विभक्तिपरिणामो नमो जिनमताय, तथा चास्मिन् सति जिनमते नन्दिः-समृद्धिः सदा-सर्वकालं, क्व ?-संयमे-चारित्रे, यथोक्तं-'पढम णाणं तओ दये 'त्यादि, किंभूते संयमे?देवनागसुवर्णकिन्नरगणैः सद्भूतभावेनार्चिते, तथा च संयमवन्तः अय॑न्त एव देवादिभिः, किंभूते जिनमते ?-लोक्यतेऽनेनेति लोकः-ज्ञानमेव स यत्र प्रतिष्ठितः, तथा जगदिदं ज्ञेयतया, 10 દાનવ–નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ શ્રતધર્મના સામર્થ્યને જાણીને પ્રમાદ કરશે? અર્થાત (શ્રુતધર્મમાં કહેવાયેલ અનુષ્ઠાનરૂપી) ચારિત્રધર્મમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. શંકા : પૂર્વે “સુરાણનરેન્દ્રહિતચ' વિશેષણ આપ્યું જ હતું તો પાછળથી “રેવ–ાનવ નરેન્દ્રાવતી' વિશેષણ શા માટે આપ્યું? સમાધાન : પૂર્વે કહેલાનો જ ઉપસંહાર હોવાથી કોઈ દોષ નથી. આવા ગુણવાળા તે 15 શ્રુતધર્મના સામર્થ્યને જાણ્યા બાદ કયો સકર્ણ જીવ ચારિત્રધર્મમાં પ્રમાદી થાય ? (આશય એ છે કે – શ્રુતધર્મનું આવું સામર્થ્ય છે એટલે કે મૃતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી મોક્ષ જેવું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું હોય તો તે શ્રુતધર્મને જાણીને = ભણીને ચારિત્રાનુષ્ઠાનોમાં પ્રમાદ કરવો નહીં.) જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી – (હું જિનમતને નમસ્કાર કરું છું એમ અન્વય જોડવો. જિનમત કેવો છે? તે કહે છે–) સિદ્ધ છે એટલે કે (ફલને લાવી આપનાર તરીકે) પ્રતિષ્ઠિત છે. (અથવા સર્વનયને 20 પોતાનામાં સમાવેલ હોવાથી અને કષ–છેદ–તાપરૂપ ત્રિકોટીથી પરિશુદ્ધ હોવાથી) પ્રખ્યાત છે. “મો’ શબ્દ અતિશયિઓના આમંત્રણ માટે છે, અર્થાત્ હે વિશિષ્ટજ્ઞાનીઓ! તમે જુઓ, હું પ્રયત થયો છું અર્થાત્ મારી શક્તિ પ્રમાણે આટલા કાળ સુધી પ્રકર્ષથી (જિનમતમાં) યત્નવાળો થયો છું. હે વિશિષ્ટ જ્ઞાનીઓ ! વિગેરે આમંત્રણ આપવાદ્વારા આ જીવ પરસાક્ષીએ પ્રયત થઈને હવે ફરીથી નમસ્કાર કરે છે – “નમો નિનમતે' અહીં વિભક્તિનો ફેરફાર કરી “નમો નિનમતા' અર્થ જાણવો અર્થાત્ 25 - જિનમતને નમસ્કાર થાઓ. (ટૂંકમાં પંક્તિનો અર્થ – હે જ્ઞાનીઓ ! પ્રખ્યાત એવા જિનમતમાં આટલા કાળથી યત્નવાળો હું આ જિનમતને નમસ્કાર કરું છું.) તથા આ જિનમતની હાજરીમાં સર્વકાળ માટે સંયમમાં સારી વૃદ્ધિ થાય છે. કહ્યું છે – પ્રથમ જ્ઞાન અને પછી દયા... વિગેરે. સંયમ કેવા પ્રકારનું છે ? – દેવો–નાગકુમારો–સુવર્ણકુમારોકિન્નરદેવોના સમૂહદ્વારા ખરાભાવથી આ સંયમ પૂજાયું છે. આ વાત સત્ય છે સંયમીઓ દેવાદિથી 30 પૂજાય જ છે. જિનમત કેવા પ્રકારનો છે ? – જેનાવડે જણાય તે લોક એટલે કે જ્ઞાન. અહીં જ્ઞાન જ “લોક' શબ્દથી ગ્રહણ કરવાનું છે. તે જ્ઞાન જેમાં પ્રતિષ્ઠિત છે એવો આ જિનમત છે. વળી જે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy