________________
૭૦
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
उस्सग्गं सए ठाणे 'त्ति उक्तमन्यथा यस्य यदैव व्यापारपरिसमाप्तिर्भवति स तदैव सामायिकं कृत्वा तिष्ठतीति गाथार्थः ॥१५१९ ॥ अयं च विधिः केनचित् कारणान्तरेण गुरोर्व्याघाते सति । 'जइ पुण निव्वाघाओ' व्याख्या - यदि पुनर्निर्व्याघात एव सर्वेषामावश्यकं - प्रतिक्रमणं ततः कुर्वन्ति सर्वेऽपि सहैव गुरुणा 'सड्डादिकहणवाघाययाए पच्छा गुरू ठंति त्ति निगदसिद्धमिति गाथार्थः 5 ॥१५२०॥ यदा च पश्चाद् गुरवस्तिष्ठन्ति तदा-' सेसा उ जहासत्ती' गाहा व्याख्या - शेषास्तु साधवो यथाशक्ति - शक्त्यनुरूपं यो हि यावन्तं कालं स्थातुं समर्थः 'आपुछित्ताण गुरुं ठंति सट्टा सामायिकं काऊण, किंनिमित्तं ? - सुत्तत्थसरणहेडं' सूत्रार्थस्मरणनिमित्तं- 'आयरिए ठियंमि देवसियं' आयरिए पुरओ ठिए तस्स सामाइयावसाणे देवसियं अइयारं चिंतेंति, अण्णे भांति - जाहे आयरिओ सामाइयं कड्डइ ताहे तेवि तहट्ठिया चेव सामाइयसुत्तमणुपेर्हेति गुरुणा सह पच्छा 10 देवसियं ति गाथार्थः ॥ १५२१ ॥ शेषास्तु यथा शक्तिरित्युक्तं यस्य कायोत्सर्गेण स्थातुं शक्तिरेव
તેથી સૂર્ય અસ્ત પામ્યા પછી સાધુઓ કાયોત્સર્ગમાં રહે છે. આ સામાન્યથી કહ્યું. બાકી ભૂમિઓનું પ્રત્યુપેક્ષણ વિગેરે કાર્ય જેનું જ્યારે પતે તે સાધુ ત્યારે જ સામાયિક કરીને કાયોત્સર્ગમાં રહે છે. (સૂર્યાસ્ત થયો હોય કે ન થયો હોય કાર્ય પૂર્ણ થતાં કાયોત્સર્ગમાં ઊભા રહે.) I૧૫૧૯। આ વિધિ જ્યારે કોઈ કારણથી ગુરુને વ્યાઘાત હોય ત્યારની સમજવી. (અર્થાત્ ગુરુ ધર્મકથા વિગેરેમાં વ્યસ્ત 15 હોય તો ગુરુ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સામાયિક કરીને કાયોત્સર્ગમાં સાધુઓ ઊભા રહે.) જો બધાને કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન હોય તો બધા સાધુઓ ગુરુની સાથે જ પ્રતિક્રમણ કરે છે. જો શ્રાવકોને કથા વિગેરે કરવાને કારણે ગુરુને વ્યાઘાત હોય તો ગુરુ પાછળથી આવીને કાયોત્સર્ગમાં રહે છે. II૧૫૨૦ના
જો ગુરુ ધર્મકથા વિગેરેમાં વ્યસ્ત હોવાને કારણે પ્રતિક્રમણ માટે મોડા આવવાના હોય તો શેષ 20 સાધુઓ પોતાની શક્તિ અનુસારે અર્થાત્ જેટલો કાળ કાયોત્સર્ગમાં રહેવા માટે સમર્થ હોય તેટલા કાળ સુધી ગુરુને પૂછીને પ્રતિક્રમણ માંડલીમાં પોત–પોતાના સ્થાને સામાયિકસૂત્ર બોલીને કાયોત્સર્ગમાં રહે છે. શા માટે ? – સૂત્ર-અર્થનું સ્મરણ કરવા માટે કાયોત્સર્ગમાં રહે છે. ત્યાર પછી જ્યારે ગુરુ માંડલીમાં આવીને સામાયિક સૂત્ર બોલીને કાયોત્સર્ગમાં રહે ત્યારે શેષ સાધુઓ મનમાં દૈવસિક અતિચારોનું ચિંતન કરે છે. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – (તે સાધુઓ સૂત્રાર્થનું સ્મરણ 25 કરતા ત્યાં સુધી કાયોત્સર્ગમાં ઊભા રહે કે જ્યાં સુધી ગુરુ આવે. પછી) જ્યારે આચાર્ય ગુરુ માંડલીમાં આવીને સામાયિક બોલે ત્યારે કાયોત્સર્ગમાં ઊભેલા સાધુઓ મનમાં સામાયિકસૂત્રનું ધ્યાન કરે છે. ત્યાર પછી ગુરુ અને શેષ સાધુઓ બધા સાથે દૈવસિક અતિચારોનું ચિંતન કરે છે. II૧૫૨૧॥
-
‘શેષ સાધુઓ યથાશક્તિ’ એ પ્રમાણે પૂર્વની ગા. ૧૫૨૦માં જે કહ્યું. તેમાં જે સાધુની કાયોત્સર્ગમાં
=
४. आपृच्छ्य गुरून् तिष्ठन्ति स्वस्थाने सामायिकं कृत्वा, किंनिमित्तं ?, सूत्रार्थस्मरणहेतोः । 'आचार्ये स्थिते 30 વૈવસિ'-આચાર્યે પુરતઃ સ્થિતે તસ્ય સામાયિાવસાને વૈસિમતિવાર ચિન્તયન્તિ, અન્ય મળત્તિयदाऽऽचार्याः सामायिकं कथयन्ति तदा तेऽपि तथास्थिता एव सामायिकसूत्रमनुप्रेक्षन्ते गुरुणा सह पश्चाद्दैवसिकं ।