SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतोऽपि न कायोत्सर्गभङ्गः, आह-नमस्कारमेवाभिधाय किमिति तद्ग्रहणं न करोति ? येन तद्भङ्गो न भवति, उच्यते, नात्र नमस्कारपारणमेवाविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किं तु यो यत्परिमाणो यत्र कायोत्सर्ग उक्तस्तत ऊर्ध्वं परिसमाप्तेऽपि तस्मिन्नमस्कारमपठतो भङ्ग इत्यर्थः, अपरिसमाप्तेऽपि च पठतो भङ्ग एव, स चात्र न भवतीति, 5 एवं सर्वत्र भावनीयं, 'उच्छिदिज्ज वत्ति मार्जारीमूषकादिभिर्वा पुरतो यायात्, तत्राप्यग्रतः सरतो न कायोसर्गभङ्गः, 'बोहियखोभाइ'त्ति बोधिका:-स्तेनकास्तेभ्यः क्षोभ:-संभ्रमः, आदिशब्दाद्राजादिक्षोभः परिगृह्यते, तत्रास्थानेऽप्युच्चारयतोऽनुच्चारयतो वा न कायोत्सर्गभङ्गो 'दीहडक्को वे 'ति सर्पदष्टे चात्मनि परे वा साधौ सहसा-अकाण्ड एवोच्चारयतस्तथैव, आक्रियन्त इत्याकारास्तैराकारैरभग्नः स्यात् कायोत्सर्ग एवमादिभिरिति गाथार्थः ॥१५१८॥ 10 અથુનીયતઃ #ાયોત્સવિધિપ્રતિપાવનાવાદ – ઉજ્જઈ આવતી હોય ત્યારે ઓઢવા માટે કાંબળીનું ગ્રહણ કરતો હોવા છતાં તેને કાયોત્સર્ગનો ભંગ થતો નથી. શંકા : “નમો અરિહંતાણં' બોલીને એટલે કે કાયોત્સર્ગને પારીને કાંબળીનું ગ્રહણ કેમ કરતો નથી? કે જેથી કાયોત્સર્ગનો ભંગ થાય નહીં. 15 સમાધાન : સામાન્યથી “નમો અરિહંતાણં' બોલવા સુધીનો જ કાયોત્સર્ગ નક્કી કરેલો નથી, પરંતુ જે કાયોત્સર્ગમાં જેટલા પ્રમાણનો કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે તે પૂર્ણ થયા પછી “નમો અરિહંતાણં નહીં બોલનારને કાયોત્સર્ગનો ભંગ થાય છે. એ જ પ્રમાણે તેટલો કાયોત્સર્ગ પૂર્ણ થયા પહેલા “નમો અરિહંતાણં બોલનારને ભંગ જ થાય છે. જ્યારે અહીં પ્રસ્તુતમાં તે પરિમાણવાળો કાયોત્સર્ગ પૂર્ણ થયો નથી. એટલે તેઓ કાયોત્સર્ગ ન પારવા (છતાં કાયોત્સર્ગભંગ થતો નથી.) આ પ્રમાણે બધા 20 આગારોમાં સમજી લેવું. ‘fછન્ન વા' અથવા બિલાડી, ઉંદર વિગેરે પંચેન્દ્રિયજીવો આડા ઉતરવાની સંભાવના હોય તે સમયે સાધુ સ્થાપનાચાર્ય પાસે થોડો નજીક આવે તો પણ આગળ સરકતા સાધુને કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ચોર વિગેરેથી, આદિશબ્દથી રાજા વિગેરેનો ક્ષોભ લેવો. તેથી ચોર, રાજા વિગેરેનો ભય ઉત્પન્ન થયો હોય તે સમયે કાયોત્સર્ગ પૂર્ણ થયા વિના પણ ‘નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ 25 પારે કે બોલ્યા વિના પારે તો પણ કાયોત્સર્ગભંગનો દોષ લાગતો નથી. એ જ પ્રમાણે પોતાને કે બીજા સાધુને સાપે ડંખ મારે ત્યારે કાયોત્સર્ગ પૂર્ણ થયા પહેલાં જ “નમો અરિહંતાણં' બોલીને પારનારને કાયોત્સર્ગભંગનો દોષ લાગતો નથી. (આ પ્રમાણે વિમમિ:' શબ્દમાં રહેલ આદિશબ્દથી બીજા ચાર અપવાદો બતાવ્યા. હવે ‘ના’ITહું – આગારશબ્દનો અર્થ કરે છે –) જે ગ્રહણ કરાય તે આગાર એટલે કે કાયોત્સર્ગ માટેના અપવાદ સ્થાનો. આવા બધા પ્રકારના અપવાદોવડે કાયોત્સર્ગ 30 અભગ્ન થાય, અર્થાત્ આ અપવાદો હોવા છતાં પણ કાયોત્સર્ગનો ભંગ થાય નહીં. ll૧૫૧૮ અવતરણિકા : હવે સામાન્યથી કાયોત્સર્ગની વિધિનું પ્રતિપાદન કરવા માટે કહે છે ;
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy