SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) व्याचिख्यासुराह——पावं' गाहा, व्याख्या- पापं - कर्मोच्यते तत् पापं छिनत्ति यस्मात् कारणात् प्राकृतशैल्या 'पायच्छित्तं ति भण्यते तेन कारणेन, संस्कृते तु पापं छिनत्तीति पापच्छिदुच्यते, प्रायसो वा चित्तं-जीवं शोधयति - कर्ममलिनं विमलीकरोति तेन कारणेन प्रायश्चित्तमुच्यते, प्रायो वा - बाहुल्येन चित्तं स्वेन स्वरूपेण अस्मिन् सतीति प्रायश्चित्तं, प्रायोग्रहणं संवरादेरपि तथाविधचित्त5 सद्भावादिति गाथार्थः ॥ १५१० ॥ अधुना 'विशोधिकरणे 'त्यादिसूत्रावयवव्याचिख्यासयाऽऽह— 'दव्वे भावे य दुहा सोही' गाहा - द्रव्यतो भावतश्च द्विविधा शुद्धिः शल्यं च, 'एक्कमेक्कं तु एकैकं शुद्धिरपि द्रव्यभावभेदेन द्विधा, शल्यमपीत्यर्थः । तत्र द्रव्यशुद्धिः ऊषादिना वस्त्रादेर्भावशुद्धिः प्रायश्चित्तादिनाऽऽत्मन एव, द्रव्यशल्यं कण्टकशिलीमुखफलादि, भावशल्यं तु मायादि, सर्वं ज्ञानावरणीयादि कर्म पापं वर्त्तते, किमिति ? - भ्राम्यते येन कारणेन तेन कर्मणा जीवः संसारे10 तिर्यग्नरनारकामरभवानुभवलक्षणे, तथा च दग्धरज्जुकल्पेन भवोपग्राहिणाऽल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयन्तीति दारुणं संसारभ्रमणनिमित्तं कर्मेति गाथार्थः ॥ १५११॥ साम्प्रतम् 'अन्यत्रोच्छ्वसितेने 'त्यवयवं विवृणोति - ૬૪ હવે ‘પ્રાયશ્ચિત્તળેન’ સૂત્રાવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે પાપ એટલે કર્મ. જે કારણથી તે પાપને છેદે છે = નાશ કરે છે તે કારણથી પ્રાકૃતશૈલીથી ‘પાયચ્છિત્ત’ 15 કહેવાય છે. સંસ્કૃતમાં આ પ્રમાણે જાણવું – પાપને છેદે છે માટે ‘પાપત્િ' કહેવાય છે. (પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં અર્થ એક જ છે માત્ર શબ્દ ફેરફાર જાણવો.) અથવા પ્રાયઃ કરીને ચિત્તને = જીવને શુદ્ધ કરે છે અર્થાત્ કર્મથી મલિન થયેલા જીવને પ્રાયઃ કરીને નિર્મલ કરે.છે તે કારણથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અથવા જેની હાજરીમાં ચિત્ત પ્રાયઃ સ્વસ્વરૂપમાં (સ્થિર થાય છે) તે પ્રાયશ્ચિત્ત. અહીં પ્રાયશ્ચિત્તથી જ ચિત્ત સ્વસ્વરૂપવાળું થાય એવું નથી પણ સંવર વિગેરેદ્વારા પણ સ્વસ્વરૂપવાળા એવા 20 ચિત્તની પ્રાપ્તિ થતી હોવાથી ‘પ્રાયઃ’ શબ્દ જણાવેલ છે. (અર્થાત્ સંવર વિગેરેથી આવું ચિત્ત પ્રાપ્ત થાય પરંતુ મોટા ભાગે પ્રાયશ્ચિત્તથી થાય છે. તેથી ‘પ્રાય' શબ્દ જણાવેલ છેઃ) ૧૫૧૦ના હવે ‘વિશોધિરળ’ વિગેરે સૂત્રના અવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે - દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે શુદ્ધિ અને શલ્ય જાણવું; એટલે કે શુદ્ધિ પણ દ્રવ્યભાવ એમ બે પ્રકારે અને શલ્ય પણ બે પ્રકારે છે. તેમાં વસ્ત્ર વિગેરેની ઉષ (= ખારવિશેષ) વિગેરેદ્વારા જે શુદ્ધિ 25 તે દ્રવ્યશુદ્ધિ. આત્માની જ પ્રાયશ્ચિત્ત વિગેરેદ્વારા જે શુદ્ધિ તે ભાવશુદ્ધિ જાણવી. દ્રવ્યશલ્ય તરીકે કાંટો, બાણનો અગ્રભાગ (શિલીમુદ્ઘ = બાણ, શિલીમુવત = બાણનો અગ્રભાગ.) અને માયા વિગેરે ભાવશલ્ય તરીકે જાણવા. (હવે ‘પાવાળું મ્માનં’ શબ્દની નિર્યુક્તિ જણાવે છે–) જ્ઞાનાવરણીયાદિ બધા કર્મો પાપરૂપ છે. શા માટે ? તે કહે છે – જે કારણથી તે કર્મના કારણે જીવ તિર્યંચ, નર, નારક અને દેવભવના અનુભવરૂપ સંસારમાં ભમે છે. એટલું જ નહીં પણ બળી ગયેલા 30 દોરડા જેવા અઘાતિકર્મો કે જે ઘણા ઓછા હોવા છતાં પણ કેવિલ જેવા કેલિને પણ મુક્તિપદ પામવા દેતા નથી. તેથી કર્મ એ સંસારભ્રમણનું ભયંકર નિમિત્ત છે. ૧૫૧૧ અવતરણિકા : હવે ‘અન્યત્રોાન્તિન’ અવયવનું વિવરણ કરે છે -
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy