SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसु । संतगुणकित्तणेसु अ न हुंति पुणरुत्तदोसा उ ॥१५०६॥ व्याख्या-'आदिमकाउस्सग्गे' इति प्रथमकायोत्सर्गे कृत्वा सामायिकमिति योगः 'पडिक्कम ताव बितियं काउं सामाइयंति योगः, ता किं करेह तइयं च सामाइयं पुणोऽवि उस्सग्गे' यः 5 प्रतिक्रान्तोपरीति गाथार्थः ॥१५०४॥ चालना चेयम्, अत्रोच्यते-'समभावंमि' गाहा व्याख्या-इह समभावस्थितस्य भावप्रतिक्रमणं भवति नान्यथा, ततश्च समभावे-रागद्वेषमध्यवर्तिनि स्थित आत्मा यस्यासौ स्थितात्मा, 'उस्सग्गं करिय तो पडिक्कमति' दिवसातिचारपरिज्ञानाय कायोत्सर्ग कृत्वा गुरोरतिचारजालं निवेद्य तत्प्रदत्तप्रायश्चित्तः समभावपूर्वकमेव ततः प्रतिक्रामति, ‘एमेव य समभावे ठितस्स ततियं तु उस्सग्गे' एवमेव च समभावे व्यवस्थितस्य सतश्चारित्रशुद्धिरपि 10 भवतीतिकृत्वा तृतीयकं सामायिकं कायोत्सर्गे प्रतिक्रान्तोत्तरकालभाविनि क्रियत इति गाथार्थः ॥१५०५॥ प्रत्यवस्थानमिदमथवा-'सज्झायझाण' गाहा, व्याख्या निगदसिद्धा ॥१५०६॥ इदानीं 'जो मे देवसिओ अइयारो कओ' इत्यादि सूत्रमधो व्याख्यातत्वादनादृत्य 'तस्स मिच्छा मि दुक्कडं 'ति सूत्रावयवं व्याचिख्यासुराह - मित्ति मिउमद्दवत्ते छत्ति अ दोसाण छायणे होइ । 15 मित्ति य मेराइ ठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥१५०७॥ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો ટીકાર્ય : સામાયિક કરીને પ્રથમ કાયોત્સર્ગ કર્યો. ત્યાર પછી બીજી વાર સામાયિક કરીને પ્રતિક્રમણ કર્યું. એ પ્રમાણે (મૂળમાં રહેલા શબ્દોને બદલી) અન્વય કરવો. હવે પ્રતિક્રાન્તોપરી = પ્રતિક્રમણ કર્યા બાદ જે કાયોત્સર્ગ કરવાનો છે તે કાયોત્સર્ગ કરતા પહેલા પણ ત્રીજી વારનું સામાયિક 20 શા માટે કરવાની જરૂર છે ? ||૧૫૦૪ો આ ચાલના = શિષ્યનો પ્રશ્ન છે. સમાધાન : જે સમભાવમાં રહેલો છે તેનું ભાવપ્રતિક્રમણ થાય છે. જે સમભાવમાં નથી તેનું ભાવપ્રતિક્રમણ થતું નથી. અને તેથી જે સાધુએ પોતાનો આત્મા રાગ-દ્વેષના મધ્યમાં રહેલા એવા સમભાવમાં સ્થાપિત કર્યો છે (= જે સાધુ મધ્યસ્થ બન્યો છે) તે સાધુ દિવસ સંબંધી અતિચારોને જાણવા માટે કાયોત્સર્ગ કરીને, ગુરુને અતિચારસમૂહનું નિવેદન કરીને ગુરુવડે અપાયેલ પ્રાયશ્ચિત્તવાળો 25 ત્યાર પછી સમભાવપૂર્વક જ પ્રાયશ્ચિત્તને વહન કરતો અતિચારોથી પાછો ફરે છે. અને આ જ પ્રમાણે સમભાવમાં રહેલાને ચારિત્રશુદ્ધિ પણ થતી હોવાથી પ્રતિક્રમણ કર્યા પછી થનારા કાયોત્સર્ગ પહેલાં ત્રીજું સામાયિક કરવાનું છે. ૧૫૦પી આ પ્રત્યવસ્થાન = ઉત્તર જાણવો. અથવા સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને સભૂત ગુણોનું કીર્તન આ બધું વારંવાર કરવા છતાં (જમ) પુનરુક્ત દોષ લાગતો નથી. (તેમ સામાયિકનું પણ વારંવાર 30 ઉચ્ચાર કરવામાં પુનરુક્ત દોષ નથી.) I/૧૫૦૬ll અવતરણિકા: ‘ગો મે તેવો બફારો મો’ વિગેરે સૂત્ર પૂર્વે કહી દીધું હોવાથી તેને છોડીને હવે “તસ્સ મિચ્છા મિ દુક્કડું' સૂત્રાવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy