SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) गोसमुहणंतगाई आलोए देसिए य अइयारे । सव्वे समाणइत्ता हियए दोसे ठविज्जाहि ॥१५०१॥ काउं हिअए दोसे जहक्कम जा न ताव पारेइ । . . ताव सुहुमाणुपाणू धम्मं सुक्कं च झाइज्जा ॥१५०२॥ 5 गोषः प्रत्यूषो भण्यते, 'मुहणंतगं' मुखवस्त्रिका आदिशब्दाच्छेषोपकरणग्रहः, ततश्चैतदुक्तं भवति-गोषादारभ्य मुखवस्त्रिकादौ विषये 'आलोए देसिए य अइआरे 'त्ति अवलोकयेत्निरीक्षेत दैवसिकानतिचारान्-अविधिप्रत्युपेक्षिताप्रत्युपेक्षितादीनिति, ततः 'सव्वे समाणइत्ता' सर्वानतिचारान् मुखवस्त्रिकाप्रत्युपेक्षणादारभ्य यावत् कायोत्सर्गावस्थानमत्रान्तरे य इति 'समाणइत्ता' समाप्य बुद्ध्यवलोकनेन समाप्तिं नीत्वा एतावन्त एत इति, नातः परमतिचारोऽस्ति ततो 'हृदये' 10 चेतसि दोषान्-प्रतिषिद्धकरणादिलक्षणान् आलोचनीयानित्यर्थः, स्थापयेदिति गाथार्थः ॥१५०१॥ 'काउं हियये' गाहा व्याख्या-कृत्वा हृदये दोषान् यथाक्रममिति प्रतिसेवनानुलोम्येन आलोचनानुलोम्येन च, प्रतिसेवनानुलोम्यं नाम ये यथाऽऽसेविता इति, आलोचनानुलोम्यं तु पूर्वं लघव ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ગોષ એટલે સવાર. મુiતા એટલે મુહપત્તિ, આદિશબ્દથી શેષ ઉપકરણ લેવા. તેથી 15 ભાવાર્થ આ પ્રમાણે કે સવારથી લઈને મુખવત્રિકા વિગેરે વિષયમાં અવિધિથી પ્રત્યુપેક્ષણ કરી, પ્રત્યુપેક્ષણા ન કરી વિગેરે દિવસ સંબંધી અતિચારોનું (કાયોત્સર્ગમાં રહેલો સાધુ) ચિંતન કરે. ત્યાર પછી મુહપત્તિના પડિલેહણથી લઈને અત્યારે કાયોત્સર્ગમાં રહેલો છે ત્યાં સુધીમાં જે અતિચારો લાગ્યા છે તે બધા અતિચારોનું સમાપણ કરીને એટલે કે પોતાની બુદ્ધિથી દિવસદરમિયાનના તે બધા અતિચારોનું અવલોકન કરવાદ્વારા સમાપ્તિને પમાડીને (અર્થાતુ પોતાની બુદ્ધિમાં તે બધા અતિચારોને 20 લાવીને) આટલા અતિચારો આજે મને લાગ્યા છે આના સિવાયનો એક પણ વધારે અતિચાર હવે વિચારવાનો રહ્યો નથી. (એ પ્રમાણે બધા અતિચારોનું સારી રીતે સમાપન કર્યા) પછી આલોચના કરવા યોગ્ય એવા તે પ્રતિષિદ્ધનું કરણ વિગેરે દોષોને (અહીં દિવસે લાગેલા બધા અતિચારોનો આ પ્રતિષિદ્ધકરણ વિગેરે ચારમાં સમાવેશ થયેલો જાણવો. તેથી પ્રતિષિદ્ધકરણ વિગેરે એટલે જ દિવસના બધા અતિચારોને) હૃદયમાં સ્થાપિત કરે (એટલે કે તેની બરાબર ધારણ કરી લે.) II૧૫૦૧૫ 25 તે દોષોને હૃદયમાં ક્રમશઃ સ્થાપિત કરે, અર્થાત્ પ્રતિસેવન અનુસાર અથવા આલોચનાનુસારે સ્થાપિત કરે. તેમાં પ્રતિસેવનાનુસારે એટલે કે જે અતિચાર જે રીતે સેવાયા છે તે રીતે. તથા આલોચનાનુસારે એટલે પહેલાં નાના અતિચારો અને પછી મોટા અતિચારોને ગોઠવે. (આશય એ છે કે જે સાધુ છેદસૂત્રાદિનો અભ્યાસ કરીને ગીતાર્થ બન્યો છે અને કયા અતિચારનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે? તે જેણે ખબર છે તે ગીતાર્થ સાધુ જેનું પ્રાયશ્ચિત્ત ઓછું આવતું હોય તેની પ્રથમ આલોચના 30 કરે અને જેનું પ્રાયશ્ચિત્ત વધારે આવતું હોય તેની પછી આલોચના કરે. આને આલોચનાનુસાર
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy