SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સયળાસાળવાને’ ગાથાનો અર્થ (નિ. ૧૫૦૦) ૫૯ तद्विषयं वितथाचरणमविधिना प्रमार्जनादौ स्त्र्यादिसंसक्तायां वा वसत इत्यादि, 'काय' इति कायिकावितथाचरणे सत्यतिचारः, वितथाचरणं चास्थण्डिले कायिकां व्युत्सृजतः स्थण्डिले वाऽप्रत्युपेक्षितादावित्यादि, 'उच्चारे 'त्ति उच्चारवितथाचरणे सत्यतिचारः उच्चार:- पुरीषं भण्यते वितथाचरणं चैतद्विषयं यथा कायिकायां, 'समिति त्ति समितिवितथाचरणे सत्यतिचारः, समितयश्चेर्यासमितिप्रमुखाः पञ्च यथा प्रतिक्रमणे, वितथाचरणं चासामविधिनाऽऽसेवनेऽनासेवने 5 चेत्यादि; ‘भावने 'ति भावनावितथाचरणे सत्यतिचारः, भावनाश्चानित्यत्वादिगोचरा द्वादश, तथा चोक्तम्—— भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे । अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ॥१॥ निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्त्वचिन्ताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥२॥ " अथवा पञ्चविंशतिभावना यथा प्रतिक्रमणे, वितथाचरणं चासामविधिनासेवनेनेत्यादि, 'गुत्तिति गुप्तिवितथाचरणे सत्यतिचारः, तत्र मनोगुप्तिप्रमुखास्तिस्रो गुप्तयः तथा प्रतिक्रमणे, 10 वितथाचरणमपि गुप्तिविषयं यथा समितिष्विति गाथार्थः ॥ १५०० ॥ इत्थं सामान्येन विषयद्वारेणातिचारमभिधायाधुना कायोत्सर्गगतस्य मुनेः क्रियामभिधित्सुराह થતાં એટલે કે ઉપાશ્રયનું અવિધિથી પ્રમાર્જન વિગેરે કરે અથવા સ્ત્રીસંસક્ત વસતિમાં રહે તો અતિચાર લાગે. કાયિકા = માત્રુ, તે સંબંધી વિતથ આચરણ થતાં એટલે કે સચિત્તભૂમિ ઉપર માત્રુ પરઠવે અથવા અચિત્તભૂમિ ઉપર પણ પ્રત્યુપેક્ષણ વિગેરે કર્યા વિના પરઠવે તો અતિચાર લાગે. 15 ઉચ્ચાર = વડીનીતિ, તે સંબંધી ખોટું આચરણ માત્રાની જેમ જ સમજવું.તેમાં વિતથ આચરણ થતાં અતિચાર લાગે. સમિતિસંબંધી ખોટું આચરણ થતાં અતિચાર લાગે. સમિતિ એટલે ઈર્યાસમિતિ વિગેરે પાંચ કે જેનું નિરૂપણ પૂર્વે પ્રતિક્રમણ—અધ્યયનમાં (ડિમામિ પંદિ સમિäિ સૂત્રમાં) કરેલું છે. સમિતિઓનું વિતથ આચરણ અવિધિથી સમિતિઓનું પાલન કરવામાં કે સર્વથા અપાલનમાં જાણવું. ભાવનાસંબંધી વિતથ આચરણ થતાં અતિચાર લાગે છે. અહીં અનિત્યત્વ વિગેરે બાર 20 ભાવનાઓ જાણવી. કહ્યું છે – બાર પ્રકારની વિશુદ્ધ ભાવનાઓ ભાવવા યોગ્ય છે. તે આ પ્રમાણે – અનિત્યત્વ, અશરણત્વ, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, સંસાર, કર્માશ્રવ, સંવરવિધિ, કર્મનિર્જરા, લોકનો વિસ્તાર (= લોકનું સ્વરૂપ), ધર્મ (અરિહંતાદિવડે) સારી રીતે કહેવાયેલો છે એ પ્રમાણેનું તાત્વિક ચિંતન અને બોધિની સુદુર્લભતા. II પ્રશમરતિ–૧૪૯–૧૫૦ ॥ અથવા પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલી પચ્ચીસ ભાવનાઓ લેવી. અને ભાવનાઓનું વિતથ— 25 આચરણ અવિધિથી સેવન કરવું અથવા સર્વથા ન ભાવવી વિગેરે પ્રકારે જાણવું. ગુપ્તિસંબંધી વિતથ—આચરણમાં અતિચાર લાગે છે. તેમાં મનોગુપ્તિ વિગેરે ત્રણ પ્રતિક્રમણ અધ્યયનમાં કહેલ પ્રમાણે જાણવી. ગુપ્તિવિષયક ખોટું આચરણ સમિતિની જેમ જાણવું. ૫૧૫૦૦ અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી વિષયદ્વારા (= ક્યાં ક્યાં અતિચારો લાગે ? તે જણાવવા દ્વારા) અતિચારોને કહીને હવે કાયોત્સર્ગમાં રહેલ મુનિની ક્રિયાને કહેવાની ઇચ્છાવાળા 30 ગ્રંથકારશ્રી કહે છે
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy