________________
પ૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) कायोत्सर्गापवादप्रकारा इत्यर्थः, तैराकारैविद्यमानैरपि न भग्नोऽभग्नः, भग्नः सर्वथा नाशितः, न विराधितोऽविराधितो, विराधितो देशभग्नोऽभिधीयते, भवेत् मम कायोत्सर्गः, कियन्तं कालं यावदित्याह-जाव अरहंताणं भगवंताणं नमोक्कारेणं न पारेमि' यावदर्हतां भगवतां नमस्कारेण
न पारयामि, यावदिति कालावधारणं, अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तस्तेषामर्हतां 5 भगः-ऐश्वर्यादिलक्षणः स विद्यते येषां ते भगवन्तस्तेषां भगवतां सम्बन्धिना नमस्कारेण 'नमो
अरहंताणं'इत्यनेन न पारयामि-न पारं गच्छामि, तावत् किमित्याह-'ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि'त्ति तावच्छब्देन कालनिर्देशमाह, कायं-देहं स्थानेन-ऊर्ध्वस्थानेन तथा मौनेन-वाग्निरोधलक्षणेन, तथा ध्यानेन शुभेन, 'अप्पाणं'ति प्राकृतशैल्या आत्मीयं, अन्ये
न पठन्त्येवैनमालापकं, व्युत्सृजामि-परित्यजामि, इयमत्र भावना-कायं स्थानमौनध्यानक्रिया10 व्यतिरेकेण क्रियान्तराध्यासद्वारेण व्युत्सृजामि, नमस्कारपाठं यावत् प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः
प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति, तथा च कायोत्सर्गपरिसमाप्तौ नमस्कारमपठतस्तद्भङ्ग एव द्रष्टव्य इत्येष तावत् समासार्थः, अवयवार्थं तु भाष्यकारो वक्ष्यत इति तत्रेच्छामि स्थातुं कायोत्सर्गमित्याचं કાયોત્સર્ગ માટેના બધી જ રીતના અપવાદના પ્રકારો. ભગ્ન એટલે સર્વથા કાયોત્સર્ગનો નાશ થવો.
સર્વથા નાશ ન થવો તે અલગ્ન. વિરાધિત એટલે દેશથી ભગ્ન. તે ન થવો તે અવિરાધિત. અપવાદના 15 પ્રકારો = કારણો હોવા છતાં મારો કાયોત્સર્ગ અભગ્ન અને અવિરાજિત થાય. (અર્થાત્ અપવાદ સિવાય કાયોત્સર્ગ અગ્નિ, અવિરાજિત થાય.) :
કેટલા કાલ સુધી કાયોત્સર્ગ કરવાનો? તે કહે છે – જયાં સુધી અરિહંત ભગવંતોને નમસ્કાર કરવાવડે હું કાયોત્સર્ગને પૂર્ણ ન કરું ત્યાં સુધી મારો કાયોત્સર્ગ થાઓ. આ પ્રમાણે કાલ નક્કી થયો.
અશોકવૃક્ષ વિગેરે આઠ મહાપ્રાતિહાર્ય વિગેરેરૂપ પૂજાને જે યોગ્ય છે તે અરિહંતો. ભગ એટલે 20 ઐશ્વર્ય વિગેરે. તે જેમને છે તે ભગવંત. આવા તે અરિહંત ભગવંત સંબંધી “નમો અરિહંતાન' એ
પ્રમાણેના નમસ્કારદ્વારા જયાં સુધી હું કાયોત્સર્ગ પૂર્ણ ન કરું ત્યાં સુધી શું? તે કહે છે કે ત્યાં સુધી હું સ્થાનાદિવડે આત્માને વોસિરાવું છું.
અહીં ‘તાવ' શબ્દ કાલ જણાવે છે, અર્થાત્ “ત્યાં સુધી એ અર્થમાં છે. કાયાને = દેહને સ્થાનવડે = ઊભા રહેવાવડે, તથા મૌનવડે = વચનને અટકાવવાવડે, તથા શુભધ્યાનવડે (સંપૂર્ણ અર્થ – ત્યાં 25 સુધી સ્થિર ઊભા રહેવાદ્વારા, મૌન રાખીને શુભધ્યાન કરવાદ્વારા) “ગપ્પા' = પોતાની કાયાને
વોસિરાવું છું. કેટલાક આચાર્ય ‘ઉપા” શબ્દ બોલતા નથી. સંપૂર્ણ ભાવાર્થ – સ્થાન-મૌન અને ધ્યાનના અભિગ્રહ સાથે ઉચ્છવાસાદિ ક્રિયા સિવાયની અન્ય ક્રિયાઓમાં કાયાને રાખવાને આશ્રયીને હું કાયાનો ત્યાગ કરું છું. (એટલે કે અન્ય ક્રિયાઓમાં કાયાને રાખીશ નહીં.) અર્થાત્ “નમો અરિહંતાણં'
બોલું નહીં ત્યાં સુધી નીચે ઘૂંટણ તરફ લંબાવેલી ભૂજાવાળો, બોલવાનું બંધ કરીને પ્રશસ્તધ્યાન કરતો 30 હું રહું છું. આવી પ્રતિજ્ઞા હોવાને કારણે કાયોત્સર્ગની પૂર્ણાહુતિ પછી “નમો અરિહંતાણં' નહીં
બોલનારને કાયોત્સર્ગનો ભંગ જ જાણવો. આ પ્રમાણે આ સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ ભાષ્યકાર કહેશે. :