________________
૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमोक्कारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥ (सूत्रम् ) ॥
अस्य व्याख्या——तस्योत्तरीकरणेन' 'तस्ये 'ति तस्य- अनन्तरप्रस्तुतस्य श्रामण्ययोगसङ्घातस्य कथञ्चित् प्रमादात् खण्डितस्य विराधितस्य चोत्तरीकरणेन हेतुभूतेन 'ठामि काउस्सग्गं ति योग:, 5 तत्रोत्तरकरणं पुनः संस्कारद्वारेणोपरिकरणमुच्यते, उत्तरं च तत् करणं च इत्युत्तरकरणं अनुत्तरमुत्तरं क्रियत इत्युत्तरीकरणं, कृतिः- करणमिति, तच्च प्रायश्चित्तकरणद्वारेण भवति अत आह— 'पायच्छित्तकरणेणं' प्रायश्चित्तशब्दार्थं वक्ष्यामः तस्य करणं प्रायश्चित्तकरणं तेन, अथवा सामायिकादीनि प्रतिक्रमणावसानानि विशुद्धौ कर्त्तव्यायां मूलकरणं, इदं पुनरुत्तरकरणमतस्तेनोत्तरकरणेन—प्रायश्चित्तकरणेनेति, क्रिया पूर्ववत्, प्रायश्चित्तकरणं च विशुद्धिद्वारेण भवत्यत 10 आह- ' विसोहीकरणेणं 'विशोधनं विशुद्धिः अपराधमलिनस्यात्मनः प्रक्षालनमित्यर्थः तस्याः करणं हेतुभूतेनेति, विशुद्धिकरणं च विशल्यकरणद्वारेण भवत्यत आह- 'विसल्लीकरणेणं' विगतानि शल्यानि - मायादीनि यस्यासौ विशल्यस्तस्य करणं विशल्यकरणं तेन हेतुभूतेन, 'पावाणं कम्माणं
સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : ‘તોત્તરીરન્ગેન' અહીં તસ્ય = કોઇક રીતે પ્રમાદથી ખંડિત થયેલા (= દેશથી 15 ભાંગેલા) અને વિરાધિત થયેલા (= સર્વથી ભાંગેલા) એવા પૂર્વના સૂત્રમાં કહેવાયેલા શ્રામણ્યયોગના સમૂહના ઉત્તરીકરણદ્વારા કાયોત્સર્ગમાં રહું છું એ પ્રમાણે અન્વય જોડવો. (ટૂંકમાં પ્રમાદથી ખંડિત અને વિરાધિત એવા શ્રામણ્યયોગસમૂહના ઉત્તરીકરણ કરવાદ્વારા હું કાયોત્સર્ગમાં રહું છું.) ઉત્તરીકરણ એટલે સંસ્કા૨દ્વારા ઉપરીકરણ. (અર્થાત્ જે શ્રામણ્યયોગો ખંડના—વિરાધનાદ્વારા નીચા થયા છે હીન થયા છે તેઓનો સંસ્કાર કરવાદ્વારા = આલોચના વિગેરેવડે સંસ્કાર કરવાદ્વારા ઉપર કરવા તે 20 ઉત્તરીકરણ કહેવાય છે.) ‘ઉત્તર વ તત્.... વિગેરે સમાસ જણાવ્યા છે. ઉત્તર એવું જે કરણ તે ઉત્તરકરણ. પૂર્વે જે અનુત્તર (= નીચું) હતું તે હવે ઉત્તર (= ઊંચું) કરાય છે તે ઉત્તરીકરણ, કરણ એટલે કરવું. તે ઉત્તરીકરણ પ્રાયશ્ચિત્તના ક૨ણવડે થાય છે.
–
તેથી કહે છે ‘પ્રાયશ્ચિત્તારોનું’ પ્રાયશ્ચિત્તશબ્દનો અર્થ આગળ (ગા. ૧૫૧૦માં) કહીશું. પ્રાયશ્ચિત્તનું કરવું તે પ્રાયશ્ચિત્તકરણ – તેનાદ્વારા, અથવા આત્માની વિશુદ્ધિ અહીં કર્તવ્ય છે 25 તેથી સામાયિકથી લઈ પ્રતિક્રમણ સુધીના ચાર મુદ્દા એ મૂલકરણ જાણવું અને આ (કાયોત્સર્ગરૂપ) પ્રાયશ્ચિત્ત એ ઉત્તરકરણ છે. તેથી ઉત્તરકરણવડે = પ્રાયશ્ચિત્તકરણવડે ‘કાયોત્સર્ગ કરું છું' (અર્થાત્ શ્રામણ્યયોગોની ખંડના—વિરાધના દ્વારા જે પાપકર્મો લાગ્યા છે તેનો નાશ કરવા કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત કરું છું.) એ પ્રમાણે ક્રિયા પૂર્વની જેમ જોડી દેવી. પ્રાયશ્ચિત્તકરણ વિશુદ્ધિદ્વારા થતું હોવાથી કહે છે – ‘વિસોહીરોĪ' અપરાધથી મલિન થયેલા આત્માને શુદ્ધ કરવો તે વિશુદ્ધિ. તે વિશુદ્ધિના 30 કરણદ્વારા (= આત્માને શુદ્ધ કરવાદ્વારા.)
વિશુદ્ધિકરણ વિશલ્યકરણદ્વારા થાય છે માટે કહે છે ‘વિસરીરભેળ’ માયા વિગેરે શલ્યો જેના નીકળી ગયા છે તે વિશલ્ય. તેનું કરણ તે વિશલ્પકરણ તેનાદ્વારા (= આત્માને માયાદિશલ્યોથી
-