________________
૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रथमिल्लुकः, प्राथम्यं चास्य सम्यग्दर्शनाख्यप्रथमगुणघातित्वात् तस्य प्रथमिल्लुकस्य उदये, कस्य?, क्रोधस्य अनन्तानुबन्धिन इत्यर्थः 'इतरेवि तिण्णि तत्थत्थि' शेषा अपि त्रयः-अप्रत्याख्यानप्रत्याख्यानावरणसज्वलनाउदयतस्तत्र-जीवद्रव्ये सन्ति, न चातीताद्यपेक्षया तत्सद्भावः प्रतिपाद्यते,
यत आह-'न य ते ण संति तहियं' न च ते-अप्रत्याख्यानप्रत्याख्यानावरणादयो न सन्ति तदा 5 किंतु सन्त्येव, न च प्राधान्यं तेषामतो न व्यपदेशः, आद्यस्यैव व्यपदेशः, 'तहेयंपि' तथा एतदपि
अधिकृतं वेदितव्यमिति गाथार्थः ॥१४७५॥अधुना स्वरूपतः कायिकं मानसं च ध्यानमावेदयन्नाह'मा मे एजउ काउ'त्ति एजतु-कम्पतां 'कायो' देह इति, एवं अचलत एकाग्रतया स्थितस्येति भावना, किं ?, कायेन निर्वृत्तं कायिकं भवति ध्यानं, एवमेव मानसं निरुद्धमनसो भवति
ध्यानमिति गाथार्थः ॥१४७६॥ इत्थं प्रतिपादिते सत्याह चोदक:-'जह कायमणनिरोहे' ननु यथा 10 कायमनसोर्निरोधे ध्यानं प्रतिपादितं भवता 'वायाइ जुज्जइ न एवं'ति वाचि युज्यते नैवं,
कदाचिदप्रवृत्त्यैव निरोधाभावात्, तथाहि-न कायमनसी यथा सदा प्रवृत्ते तथा वागिति 'तम्हा वती उ झाणं न होइ' तस्माद् वाग् ध्यानं न भवत्येव, तुशब्दस्यैवकारार्थत्वात् व्यवहितप्रयोगाच्च, 'को वा विसेसोऽत्थ 'त्ति को वा विशेषोऽत्र ? येनेत्थमपि व्यवस्थिते सति वाग् ध्यानं भवतीति
આ લોકમાં અનુસરનારો ન્યાય કહ્યો. આ વળી લોકોત્તરશાસનમાં વર્તતો ન્યાય જાણવો કે – 15 પ્રથમ = અનંતાનુબંધી, અહીં અનંતાનુબંધી પ્રથમ શા માટે છે ? તે કહે છે – સમ્યગ્દર્શનનામના
પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી અનંતાનુબંધી પ્રથમ છે. આ પ્રથમ અનંતાનુબંધી એવા ક્રોધના ઉદય વખતે શેષ એવા પણ ત્રણ = અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનના ઉદયો પણ તે જીવદ્રવ્યમાં (= જીવમાં) છે. અહીં ભૂતકાળ વિગેરેની અપેક્ષાએ શેષ ત્રણની હાજરી સમજવાની
નથી, કારણ કે મૂળમાં જ કહ્યું છે – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન વિગેરે ત્યારે = ઉદય સમયે નથી 20 એવું નથી પરંતુ છે જ. છતાં શેષ ત્રણેનું પ્રાધાન્ય ન હોવાથી તેઓનો વ્યપદેશ થતો નથી પરંતુ
પ્રથમનો જ વ્યપદેશ (= અનંતાનુબંધી ક્રોધનો ઉદય છે. એ પ્રમાણેનો ઉલ્લેખ) થાય છે. જેમ આ કષાયમાં છે તે જ રીતે પ્રસ્તુત ધ્યાન માટે પણ જાણવું. /૧૪૭પી.
હવે સ્વરૂપથી કાયિક અને માનસિક ધ્યાન જણાવતા કહે છે – “મારા દેહનું હલન-ચલન ન થાઓ’ એ પ્રમાણે એકાગ્ર બનીને સ્થિર થયેલાનું કાયિક ધ્યાન થાય છે. કાયાવડે બનેલું હોય તે 25 કાયિક. એ જ પ્રમાણે મનનો વિરોધ કરનારનું માનસ ધ્યાન થાય છે. ૧૪૭૬ો આ પ્રમાણે કહેતા
શિષ્ય પ્રશ્ન કરે છે – જે પ્રમાણે તમે કાયા અને મનનો નિરોધ થવાથી કાયિક અને માનસ ધ્યાન કહ્યું છે તે જ પ્રમાણે વચનમાં ધ્યાન ઘટતું નથી, કારણ કે વચનની તો ક્યારેક અપ્રવૃત્તિ જ હોય છે. તે આ પ્રમાણે કે- જેમ કાયા અને મન હંમેશા પ્રવૃત્ત છે તેમ વાણી હંમેશા પ્રવૃત્ત નથી. (તેથી ક્યારેક
અપ્રવૃત્તિથી જ વચનનો નિરોધ થઈ જાય છે. પંરતુ અપ્રવૃત્તિમાત્રથી થતાં નિરોધને નિરોધ કહેવાય 30 નહીં. આમ વાસ્તવિકપણે) નિરોધનો અભાવ હોવાથી વચન ધ્યાનરૂપ નથી. તેથી ‘તખ્તવતી ૩....”
અહીં ‘તુ' શબ્દ એવકાર અર્થવાળો જાણવો અને તેનો સંબંધ હોરૂ' શબ્દ પછી જોડવો. તેથી વચન ધ્યાન નથી જ. અથવા અહીં શું વિશેષ છે કે જેથી આવું હોવા છતાં પણ એટલે કે વચન નિરંતર