SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણે યોગમાં ધ્યાનની સિદ્ધિ (નિ. ૧૪૬૮-૮૦) તા ૪૩ प्रदर्शयन्नाह-'जइ एगग्गं' गाहा, हे आयुष्मन् ! यद्येकाग्रं चित्तं वचिद् वस्तुनि धारयतो वा स्थिरतया देहव्यापिविषवत् डंक इति 'निरंभओ वावि 'त्ति निरुन्धानस्य वा तदपि योगनिरोध इव केवलिनः किमित्याह-ध्यानं भवति मानसं यथा ननु तथा इतरयोरपि द्वयोर्वाक्काययोः, एवमेव-एकाग्रधारणादिनैव प्रकारेण तल्लक्षणयोगाद् ध्यानं भवतीति गाथार्थः ॥१४७३॥ इत्थं त्रिविधे ध्याने सति यस्य यदोत्कटत्वं तस्य तदेतरसद्भावेऽपि प्राधान्याद् व्यपदेश इति, 5 लोकलोकोत्तरानुगतश्चायं न्यायो वर्त्तते, तथा चाह-'देसिय' गाहा, देशयतीति देशिक:-अग्रयायी देशिकेन दर्शितो मार्ग:-पन्था यस्य स तथोच्यते व्रजन्-गच्छन् नरपती-राजा लभते शब्दप्राप्नोति शब्दं, किंभूतमित्याह-रायत्ति एस वच्चति 'त्ति राजा एष व्रजतीति, न चासौ केवलः, प्रभूतलोकानुगतत्वात्, न च तदन्यव्यपदेशः, तेषामप्राधान्यात्, तथा चाह-सेसा अणुगामिणो तस्स'त्ति शेषाः-अमात्यादयः अनुगामिन:-अनुयातारस्तस्य-राज्ञ इत्यतः प्राधान्याद्राजेतिव्यपदेश 10 इति गाथार्थः ॥१४७४॥ अयं लोकानुगतो न्यायः, अयं पुनर्लोकोत्तरानुगतः-'पढमिल्लु' प्रथम एव જ યુક્તિ દ્વારા વચન-કાયાનાં ધ્યાનને સિદ્ધ કરતા કહે છે.) – જેમ દેહમાં વ્યાપેલ વિષને ઝંખના સ્થાને લાવીને એકઠું કરવામાં આવે છે, સ્થિર કરવામાં આવે છે તેની જેમ કોઈ એક વસ્તુમાં એકાગ્ર ચિત્તને સ્થિર કરવંદ્વારા ધારી રાખનારનું જો તે ચિત્ત માનસ ધ્યાન છે, અથવા કેવલિના યોગનિરોધની જેમ ચિત્તને નિરોધ કરનારનું જો તે ચિત્ત માનસ ધ્યાન છે. (ટૂંકમાં એક વસ્તુમાં એકાગ્રતા પૂર્વક 15 ચિત્તને સ્થિર કરવું અથવા તે ચિત્તનો નિરોધ કરવો એ જો માનસ ધ્યાન છે.) તો તેની જેમ જ વચનકાયામાં પણ એકાગ્રધારણા, અને નિરોધ કરવાારા ધ્યાનનું લક્ષણ ઘટી જતું હોવાથી વાચિક – કાયિકયોગ પણ ધ્યાન જ છે. (અર્થાત્ બોલતી વખતે વચનને પણ પૂર્ણ યતનાપૂર્વક બોલવું તે અથવા વચનયોગનો નિરોધ બંને વાચિકધ્યાન જ છે. એ જ પ્રમાણે કાયામાં પણ સમજી લેવું.) ૧૪૭૩. આ પ્રમાણે ત્રણ પ્રકારના ધ્યાન હોવાથી જ્યારે જે ધ્યાનની ઉત્કટતા = પ્રચુરતા હોય ત્યારે તે 20 . ધ્યાનની પ્રધાનતા હોવાથી બીજા બે ધ્યાનો હોવા છતાં તે ધ્યાનનો વ્યપદેશ થાય છે. આ ન્યાય લોક અને લોકોત્તર બંનેમાં જોવા મળે છે. આ જ વાતને કહે છે – જે માર્ગને બતાવે છે તે દેશિક એટલે કે આગળ ચાલનારો. આ દેશિક વડે = ભોમિયાવડે બતાવેલ છે માર્ગ જેને તે તથા કહેવાય છે એટલે કે દેશિકદર્શિતમાર્ગ કહેવાય છે. દેશિકદર્શિતમાર્ગવાળો રાજા જતો હોય ત્યારે શબ્દને પામે છે. કેવા પ્રકારના શબ્દને પામે છે ? – “આ રાજા જઈ રહ્યો છે એવા શબ્દને પામે છે. (ભાવાર્થ – 25 ભોમિયાવડે બતાવેલા માર્ગ ઉપર પોતાના સૈન્ય સાથે રાજા જતો હોય ત્યારે સૈન્ય સાથે હોવા છતાં લોકો એમ જ કહે કે “આ રાજા જાય છે.”) જ્યારે લોકો આ શબ્દ બોલે છે ત્યારે રાજા એકલો નથી, કારણ કે મંત્રી વિગેરે ઘણા લોકો તેની સાથે છે. છતાં રાજાથી અન્ય એવા મંત્રી વિગેરેનો વ્યપદેશ = નામોલ્લેખ થતો નથી (અર્થાત્ “રાજા અને મંત્રી વિગેરે જાય છે' એમ લોકો બોલતા નથી.) કારણ કે રાજા સિવાય અન્ય લોકોની પ્રધાનતા નથી. આ જ વાતને મૂળમાં કહી છે કે – શેષ મંત્રી વિગેરે 30 તો બધા રાજાના અનુગામી = અનુસરનારા જ છે. તેથી રાજાની પ્રધાનતા હોવાથી “રાજા જાય છે એ પ્રમાણેનો વ્યપદેશ થાય છે. ૧૪૭૪
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy