SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કાયશબ્દના નિક્ષેપા (નિ. ૧૪૪૬–૪૮) विभाषेत्ययं गाथार्थः ॥१४४५ ॥ अधुना भारकायस्तत्र गाथा - 'एको काओ दुहा जाओ' एकः कांय:- क्षीरकायः द्विधा जातः, घटद्वये न्यासात्, तत्र एकस्तिष्ठति, एको मारितः, जीवन् मृतेन मारितस्तदेतल्लवत्ति- ब्रूहि हे मानव ! केन कारणेन ? कथानकं यथा प्रतिक्रमणाध्ययने परिहरणायामिति गाथार्थः, भारकायश्चात्र क्षीरभृतकुम्भद्वयोपेता कापोती भण्यते, भारश्चासौ कायश्च भारकायः, अण्णे भांति - भारकायः कापोत्येवोच्यते इति द्वारं ॥ १४४६ ॥ भावकायप्रतिपादनायाह 5 'दुगतिगचउरो' द्वौ त्रयश्चत्वारः पञ्च वा भावा - औदयिकादयः प्रभूता वाऽन्येऽपि यत्र ' सचेतनाचेतने वस्तुनि विद्यन्ते स भवति भावकायः, भावानां कायो भावकाय इति, 'जीवमजीवे विभासा उ' जीवाजीवयोर्विभाषा खल्वागमानुसारेण कार्येति गाथार्थः ॥१४४७।। मूलद्वारगाथायां कायमधिकृत्य गतं निक्षेपद्वारम् अधुनैकार्थिकान्युच्यन्ते, तत्र गाथा - कायेत्यादि कायः शरीरं देहः बोन्दी चय उपचयश्च सङ्घात उच्छ्रयः समुच्छ्रयः कलेवरं भस्त्रा तनुः पाणुरिति गाथार्थः ॥१४४८॥ 10 પરમાણુમાં અનંતગુણ કડવો રસ હોવાથી અનંતગણાને તે પામે છે.) આ જ પ્રમાણે વર્ણ વિગેરેમાં પણ વર્ણન જાણી લેવું. ૧૪૪૫ હવે ભારકાય જણાવે છે. તેમાં ગાથા – લ્લો જાગો.... વિગેરે. અહીં કાય તરીકે દૂધ લેવું. તે દૂધ બે ઘડામાં નાંખેલું હોવાથી બે વિભાગમાં વહેંચાઇ ગયું. (કાવડમાં દૂધ લઇ જતી વખતે વિષયમસ્થાનમાં ચાલતા—ચાલતા ઠોકર લાગી. આ ઠોકરે બંને બાજુના ઘડામાંથી) એક ઘડો ફોડી 15 નાંખ્યો. બીજો ઘડો બચી ગયો. પરંતુ ફૂટેલા ઘડાએ બચી ગયેલા ઘડાને પણ ફોડી નાંખ્યો. તેથી હે માનવ ! તું કહે કે કયા કારણથી એકે બીજાને ફોડી નાંખ્યો ? (કારણ એ જ કે કાવડમાં એક બાજુનું વજન ઓછું થતાની સાથે બીજી બાજુનું વજન નીચે પડવાનું છે.) આ સંબંધી કથાનક પ્રતિક્રમણ અધ્યયનમાં (ભાગ–૫, ગા. ૧૨૪૩, પૃ. ૨૦૫) પરિહરણામાં કહ્યું છે. અહીં ભારરૂપ જે કાય તે ભા૨કાય એમ સમાસ જાણવો. અને ભા૨કાય તરીકે દૂધથી ભરેલ બે ઘડાથી યુક્ત કાવડ લેવું. કેટલાક આચાર્ય એમ કહે છે કે – દૂધથી ભરેલ ઘડાથી યુક્ત કાવડ લેવાની જરૂર નથી પરંતુ એકલું કાવડ જ ભારકાય કહેવાય છે. ।।૧૪૪૬શા હવે ભાવકાયનું પ્રતિપાદન કરવા માટે કહે છે – ઔદયિક વિગેરે ભાવોનો કાય = સમૂહ ભાવકાય. તેમાં બે, ત્રણ, ચાર અથવા પાંચ ઔદયિક વિગેરે ભાવો અથવા સચિત્ત કે અચિત્ત વસ્તુમાં બીજા પણ જે ભાવો છે તે ભાવકાય જાણવો. જીવ અને અજીવમાં ભાવકાયનું વર્ણન આગમાનુસારે 25 કરવું. (જેમ કે, જીવમાં ઔદયિક વિગેરે પાંચે ભાવો છે અને અજીવમાં પારિણામિકભાવ જાણવો. એ જ રીતે અનિત્યત્વ વિગેરે બીજા પણ ભાવો જીવ–અજીવમાં જેમાં જે ઘટતા હોય તેમાં તે ઘટાડી દેવા.) ।।૧૪૪૭।। મૂલદ્વારગાથામાં (૧૪૨૯) કાયાને આશ્રયીને નિક્ષેપદ્વાર પૂર્ણ થયું. હવે કાયાના જ એકાર્થિક નામો કહે છે. તેમાં ગાથા – જાય.... વિગેરે. કાય, શરીર, દેહ, બોદિ, ચય, ઉપચય, સંઘાત, ઉચ્છ્વય, સમુય, કલેવર, ભસ્રા, તનુ અને પાણુ આ બધા કાયશબ્દના એકાર્થિકનામો 30 જાણવા. ૫૧૪૪૮]]
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy